Jul 19, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-20-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-20


Gujarati-Ramayan-Rahasya-18-ગુજરાતી-રામાયણ-રહસ્ય-18

કળિયુગમાં રામનું નામ કલ્પવૃક્ષ જેવું છે.તે કલ્પવૃક્ષની છાયામાં વાલિયો લુંટારો વાલ્મીકિ બની ગયો અને તુચ્છ તુલસીદાસ તુલસી જેવા પવિત્ર બની ગયા..
કળિયુગમાં રામ નામ ઈચ્છિત ફળ આપે છે,તેથી તેને કલ્પતરુ પણ કહ્યું છે.કળિયુગમાં ભક્તિ નથી,જ્ઞાન નથી પણ કેવળ રામનામ જ મનુષ્યનો સહારો છે.જ્ઞાન અને વૈરાગ્ય બધું રામનામમાંથી જ મળી આવે છે તે જ ગુરૂ અને તે જ તારણહાર છે.

Jul 17, 2021

Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-19-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-19


Shrimad-Bhagvat-Gujarati-As It Is-Skandh-4-Adhyaya-18-શ્રીમદ ભાગવત-મૂળ રૂપે-સ્કંધ-4-અધ્યાય-18


Gujarati-Ramayan-Rahasya-17-ગુજરાતી-રામાયણ-રહસ્ય-17

ભાગવતમાં પ્રહલાદજીએ બતાવ્યું છે કે-માતા-પિતા રામનામની મનાઈ કરે તો એમની આજ્ઞાનો પણ સવિનય ભંગ કરવો.મીરાંબાઈને ચિત્તોડનું રાજકુટુંબ ભગવાન ભજન કરવામાં અનેક રીતે પીડતું હતું. મીરાબાઈએ પત્ર લખી ને તુલસીદાસજીની સલાહ માગી,ત્યારે તુલસીદાસજીએ કહ્યું કે-સીતા-રામની ભક્તિ ખાતર ગમે તેવાં સગાં-વહાલાંનો પણ ત્યાગ કરવો.“ જાકે પ્રિય ન રામ બૈદેહી તજીએ તાહિ બૈરી સમ,જદ્યપિ પરમ સનેહી.” મીરાબાઈએ તે સલાહનો અમલ કર્યો તો તેમને રામ-રતન ધનની પ્રાપ્તિ થઇ.અને ગાયું કે-“પાયોજી મૈને રામ રતન ધન પાયો”