Jan 18, 2022

Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૮

મનુષ્યના જીવનના કર્તા-હર્તા પરમાત્મા છે,અને જીવને આ સત્યની પ્રતીતિ ત્યારે જ થાય જયારે પરમાત્મામાં પ્રીતિ થાય.બાકી જ્ઞાનની (કર્તા-હર્તા પરમાત્મા છે-એવી) મોટી-મોટી વાતોથી કશું વળતું નથી.આપણે તો કોઈનું નાનું શું પણ કામ કર્યું હોય,તો મોટો વાઘ માર્યો હોય તેવી બડાઈઓ હાંકીએ છીએ.અને “મેં કર્યું” એવો ખોટો ખોટો જશ લેવા દોડી પણ જઈએ છીએ.
એ વખતે જીવ ભૂલી જાય છે કે-“કર્તા-હર્તા ભગવાન છે,ને મેં કશું કર્યું નથી”
ગીતાજીમાં પ્રભુએ બૂમો પાડીને કહ્યું –કે-“ફળ પર તારો અધિકાર નથી”.
પણ તેને સાચી રીતે ગીતાના એ “કર્મણ્યેવાધિકારસ્તે” ને સમજવાની જીવ ને ફુરસદ ક્યાં છે?

Jan 17, 2022

Narada Puran-In Gujarati-નારદ પુરાણ-ગુજરાતી-033


Gujarati-Ramayan-Rahasya--ગુજરાતી-રામાયણ-રહસ્ય-૧૭૭

હનુમાનજી,શ્રીરામને કહે છે કે-આપનું નામ,રક્ષક બની રાત-દિવસ પહેરો ભરે છે,આપનું ધ્યાન –તે બીડેલાં દ્વાર-રૂપ છે,અને નેત્રો નિરંતર આપનાં ચરણમાં લાગેલાં રહે છે.પછી પ્રાણ જાય કયા માર્ગે? પ્રાણ તો બહાર નીકળવા તરફડે છે,પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો જ તેને જડતો નથી.આપનું નામ અને આપનું ધ્યાન છૂટે તો તરત પ્રાણ નીકળી જાય,પણ સીતાજી તો આપના-મય છે,આપનાં નામ-અને ધ્યાન,તો કેમ કરી ને છૂટે?