More Labels

Nov 20, 2018

Gujarati-Ramayan-Rahasya-27-ગુજરાતી-રામાયણ-રહસ્ય-27

જપ વિના જીવન સુધરતું નથી,જીભ સુધરતી નથી,મન સુધરતું નથી.જપ વિના વાસનાઓ ટળતી નથી,જપ વિના સંયમની સાધના થતી નથી,જપ વિના પાપ છૂટતું નથી,જપ વિના બળની પ્રાપ્તિ થતી નથી,સુખશાંતિની પ્રાપ્તિ થતી નથી,”આપ”(ખુદ)ની પ્રાપ્તિ થતી નથી.
આજે આપણે ‘આપ’ ને (ખુદને) ખોઈ બેઠા છીએ.ને વાસના અને કામનાના કેદી બની તે જેમ નચાવે તેમ નાચ્યા કરીએ છીએ.સતત જપ કરવાથી જ ‘આપ’ (ખુદ) ની પ્રાપ્તિ થાય છે અને મનુષ્ય,મનુષ્ય બને છે.નહિતર જે મનનો દાસ છે તે મનુષ્ય દાનવ જેવો છે.મનનો ધણી થાય ત્યારે મનુષ્ય મનુષ્ય બને છે.

Nov 19, 2018

Gujarati-Ramayan-Rahasya-26-ગુજરાતી-રામાયણ-રહસ્ય-26

મહર્ષિ વાલ્મીકિએ જગતને જપ કેમ કરવો ? અને તપ કેમ કરવું ?તેનું દૃષ્ટાંત દેખાડ્યું છે.
સંત-મહાત્માઓ કહે છે કે-જપ અને ધ્યાન સાથે થવાં જોઈએ.જપ કરવા બેસો ત્યારે જે દેવ કે દેવીનો જપ કરો તેની મૂર્તિ ધ્યાનમાંથી ખસે નહિ તે જોવાનું.
જીભથી હરિ નું નામ લેવું,મનથી તે હરિ-નામનું સ્મરણ અને ધ્યાન કરવું,આંખથી હરિ ના દર્શન કરવાં અને કાનથી તે હરિનામનું શ્રવણ કરવું.આ પ્રમાણે જપ કરવાના.

Nov 18, 2018

Gujarati-Ramayan-Rahasya-25-ગુજરાતી-રામાયણ-રહસ્ય-25

‘ઈશ્વર ની ભક્તિ" એ બધાં વરદાનોમાં ઉત્તમ વરદાન છે’ એમ કહ્યું છે તે ખોટું નથી.
બ્રહ્મત્વ,દેવત્વ,ઇન્દ્રત્વ,અમૃતત્વ વગેરે કરતાં પણ ભક્તિને ચડિયાતી કહી છે.અને સાથે સાથે એ ભક્તિને સુદુર્લભ એટલે કે દુર્લભ કરતાં યે દુર્લભ પણ કહી છે.જેને ભક્તિ પ્રાપ્ત થઇ તે મોટો ભાગ્યશાળી છે.એટલે જ વ્યાસજી એ ભાગવતમાં ગોપીઓ ને ‘મહાભાગ્યશાળી’ કહીને બિરદાવી છે.રામાયણના હનુમાનજી પણ એવા મહાભાગ્યશાળી છે.રામજીનો તેમના પરનો પ્રેમ અલૌકિક છે.