Nov 1, 2011

Ashtavakra Gita-as it is-Gujarati-અષ્ટાવક્ર ગીતા-ગુજરાતી-મૂળ રૂપે-૧૩

પ્રકરણ-૭

 

॥ जनक उवाच ॥

मय्यनन्तमहाम्भोधौ विश्वपोत इतस्ततः । भ्रमति स्वान्तवातेन न ममास्त्यसहिष्णुता ॥ १॥

જનક કહે છે કે-“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં.

--“મન-રૂપ” પવન વડે,”જગત-રૂપ” વહાણ આમ-તેમ ભમે છે (ડોલે છે),

--પરંતુ મને તેનો “ઉદ્વેગ” (અસહિષ્ણુતા-અસહનશીલતા) નથી.(૧)

 


मय्यनन्तमहाम्भोधौ जगद्वीचिः स्वभावतः । उदेतु वास्तमायातु न मे वृद्धिर्न च क्षतिः ॥ २॥

“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં.

--એની મેળે જ “જગત-રૂપ” તરંગો ઉઠે કે તરંગો શાંત થઇ જાય,પરંતુ તેનાથી,

--નથી “મારામાં” (આત્મામાં) નથી વૃદ્ધિ થવાની કે નથી કશું ઓછું થવાનું.(૨)

 

मय्यनन्तमहाम्भोधौ विश्वं नाम विकल्पना । अतिशान्तो निराकार एतदेवाहमास्थितः ॥ ३॥

“મારા-રૂપ” (આત્મા-રૂપ)  મહાસાગરમાં,આ “જગત” તો “કલ્પનામાત્ર” જ છે,  

--અને તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (આત્મા) તો,

--અત્યંત “શાંત” અને “આકાર વગરનો” (નિરાકાર) જ છું.(૩)

 

नात्मा भावेषु नो भावस्तत्रानन्ते निरञ्जने । इत्यसक्तोऽस्पृहः शान्त एतदेवाहमास्तितः ॥ ४॥

“આત્મા” -એ “જગત” માં નથી,અને તે અનંત-નિરંજન સ્થિતિમાં રહેલ “આત્મા” માં “જગત” નથી.

--આથી તેના (તે જગતના) આશ્રય-રૂપ “હું” (આત્મા) તો,

--“આસક્તિ વગરનો” “નિસ્પૃહ” અને “શાંત”  છું.(૪)

 

अहो चिन्मात्रमेवाहमिन्द्रजालोपमं जगत् । इति मम कथं कुत्र हेयोपादेयकल्पना ॥ ५॥

અહો, “હું” (આત્મા) તો “ચૈતન્ય” માત્ર છું,અને “જગત” (સંસાર) ઇન્દ્રજાલ (માયા) જેવું છે,

--આથી મારે માટે ત્યાજ્ય (ત્યાગ કરવાનો) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવાનો)ની,

--“કલ્પના” પણ ક્યાં થાય? અને કલ્પના કેવી રીતે થાય ?     (૫)

 

પ્રકરણ-૭-સમાપ્ત



      PREVIOUS PAGE
     NEXT PAGE