Mar 7, 2012

Gita Saar-Gujarati-ગીતા સાર-૧૧


   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           


અધ્યાય-૧૦ -વિભૂતિ યોગ

કૃષ્ણ—હે અર્જુન ,તું ફરી વાર મારું ઉત્તમ વચન સાંભળ.
મહર્ષિ કે દેવતાઓ પણ મારા પ્રભાવ ને જાણતા નથી,
કેમકે ‘જ્ઞાન’ તથા ‘શક્તિ’  આદિનું મૂળ કારણ હું છું.(૧-૨)


સુખ દુઃખ જેવા અનેક વિવિધ ભાવો મારાથી જ ઉત્પન્ન થાય છે.
ચૌદ મનુ ઓ મારા મન થી જ ઉત્પન્ન થયેલા છે અને તેમની પ્રજા પણ મારી જ છે.(૫-૬)


‘સર્વ ની ઉત્પત્તિ નું કારણ હું જ છું અને મારાથી જ સર્વ  પ્રવર્તે છે’
એમ સમજી જ્ઞાનીજનો નિરંતર મને જ ભજે છે.મારું સ્મરણ કરે છે(૮)

જેમને હું જ્ઞાનયોગ પ્રદાન કરી જ્ઞાનદીપ દ્વારા તેમના અજ્ઞાન નો નાશ કરું છું (૧૧)


અર્જુન-હે કૃષ્ણ ,આપ પોતેજ પોતા વડે પોતાને જાણો છો,આપ આપની વિભૂતિ ઓ વડે બધા
લોકમાં વ્યાપીને રહો છો,તે વિભૂતિ ઓ વિષે કહો(૧૬)


કૃષ્ણ—હે અર્જુન,હું સર્વ જીવોના હૃદય માં રહેલ આત્મા છું
અને સર્વ જીવો નો આદિ ,મધ્ય અને અંત પણ છું.(૨૧)

આદિત્યો માં વિષ્ણુ,જ્યોતિ માં સૂર્ય ,દેવો માં ઇન્દ્ર, ઇન્દ્રિયોમાં મન અને વાણી માં ઓમકાર છું.
ટૂંક માં જે પ્રાણવાન છે તેને મારા તેજ  થી ઉત્પન્ન થયેલ માન (૨૦-૨૬)


જે જે વસ્તુ વિભૂતિ યુક્ત ,ઐશ્વર્યયુક્ત અને કાંતિ યુક્ત છે તે સર્વ મારા તેજ ના ‘અંશ’ થી ઉપજેલી જાણ(૪ ૧)

હું મારા અંશ માત્ર થી સમગ્ર જગત ધારણ કરી રહ્યો છું.(૪૨) 

   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE                           

જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય 
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.

 GO TO PAGE-1