Dec 2, 2012

રામાયણ-૫૬

      PREVIOUS PAGE
     NEXT PAGE


ખરેખર જોઈએ તો-રામજી એ સીતાજી નો ત્યાગ કર્યો નથી,રામજી સીતાજી નો ત્યાગ કરી શકે જ નહિ.
પણ રાજાએ ,પ્રજા ને રાજી રાખવા પોતાની રાણી નો ત્યાગ કર્યો છે,એનો તે પુરાવો છે.

સીતાજી નો ત્યાગ કર્યો તે ઘણા લોકો ને ગમ્યું નહિ,પણ સીતારામજી ના દુઃખ નો કોઈએ વિચાર કર્યો નથી.
રામજી સિંહાસન પર એકલા વિરાજે છે.સીતાજી આશ્રમ માં એકલાં વિરાજે છે.
કોઈએ એમ કહ્યું નથી કે સીતાજી ને પધરાવો નહિ તો હું પ્રાણ ત્યાગ કરીશ.
ફક્ત એક વશિષ્ઠજીએ વિરોધ કર્યો છે. પણ રામજી એ કહ્યું-કે મને આ બાબતે માં કંઈ કહેશો નહિ.

યજ્ઞ કરવાનો વિચાર આવ્યો,ત્યારે વશિષ્ઠે કહ્યું કે –એકલો પુરુષ યજ્ઞ કરી શકે નહિ,પતિ પત્નીને સાથે બેસવું પડે છે.તમે સીતાજી ને બોલાવો.
રામજી કહે છે-કે-મેં જે કર્યું છે તે યોગ્ય કર્યું છે,સીતાજી ને હું નહિ બોલાવું.
ત્યારે વસિષ્ઠે કહ્યું કે-પત્ની વગર યજ્ઞ થાય નહિ,તમે બીજું લગ્ન કરો.
ત્યારે રામજી એ ના પાડી છે-કહ્યું,-ગુરુજી,સીતા સિવાય ની બધી સ્ત્રીઓ મારે માટે મા છે.
રામજીએ યુક્તિ કરી છે,સીતાની સુવર્ણ ની મૂર્તિ બનાવી છે,અને જયારે યજ્ઞ કરવા બેસે છે-
ત્યારે આ મૂર્તિ ને સાથે રાખે છે.

યજ્ઞ ની વાલ્મીકિ ને ખબર પડી.લવ-કુશ ને લઇ ત્યાં આવ્યા છે. યજ્ઞ માં વિશ્રાંતિ ને સમયે-
લવ-કુશ રામાયણ ની કથા કરે છે. રામજી ને ખબર પડી છે,લવ-કુશ ને દરબારમાં બોલાવ્યા.
રામાયણ  ના પ્રધાન વક્તા લવ-કુશ છે,રામાયણ ની પહેલી કથા ત્યાં થઇ છે.

લવ-કુશ રામાયણ ની કથા કરે છે અને રામજી સાંભળે છે.રોજ વીસ સર્ગ ની કથા કરે છે.
ચોવીસ દિવસની કથા ચાલી છે.મહાન પતિવ્રતા સ્ત્રી ની કથા છે. લવ-કુશ કથા કરે છે અને રામજી નીચે બેસીને કથા સાંભળે છે. શ્રોતાએ વક્તા થી ઉંચે બેસાય નહિ,તેથી રામજી નીચે બેસે છે.
આવું છે રામજી નું મર્યાદા પાલન.

રામજી કહે છે-કે-આ બાળકો ને જોતાં મને આનંદ થાય છે,મારે તેમનું સન્માન કરવું છે.
વસ્ત્રો અને આભૂષણો મંગાવ્યા છે. રામજી એ બાળકો ને કહ્યું-કે આ ભેટ નો સ્વીકાર કરો.
લવ-કુશે ના પાડી છે,કહે છે-અમારા ગુરુજી ની આજ્ઞા છે કે-અમે વનવાસી,અમે કંદમૂળ ખાનારા,અને
તપસ્વી જીવન ગાળનારા છીએ,કથા કરવાની પણ કશું લેવાનું નહિ.

લક્ષ્મણજી એ કહ્યું-કે તમારી કથામાં રામજી ને આનંદ થાય છે-તમારો પરિચય આપો.
લવ-કુશે કહ્યું-કે-અમે વાલ્મીકિ મુનિ ના શિષ્યો છીએ.
લક્ષ્મણજી કહે છે-કે-તે તો રામજી જાણે જ છે,તમારા માત-પિતા કોણ છે?તે તો કહો.
લવ-કુશે કહ્યું-આ પ્રશ્ન તો  ધર્મ ની -મર્યાદાની વિરુદ્ધ નો છે.
જે બ્રહ્મચારી છે-ઘર છોડી ને ગુરુકુળ માં રહ્યો છે,તેના ઘરનો પરિચય પરિચય પુછાય નહિ.
જેણે ઘરનો ત્યાગ કર્યો છે,તેને ઘરનું કોઈ સ્મરણ કરાવે તો તેને પાપ લાગે છે.
બ્રહ્મચારી ને તેનાં માતપિતા કોણ છે ? તે પુછાય નહિ.અમે વાલ્મીકિ ના શિષ્યો છીએ.

લવ-કુશે રાજ્યાભિષેક સુધી ની વાત કહી. રામજી એ કહ્યું કે મને આગળ ની કથા સાંભળવાની ઈચ્છા છે.
લવ-કુશે કહ્યું કે –અમારા ગુરુજી ની આજ્ઞા છે-કે રામ કથા રાજ્યાભિષેક સુધી ની જ કરવી,.
આગળ ની કથા કરવી નહિ.

રામ કથા રાજ્યાભિષેક સુધી ની જ થાય છે, તે પછી ની કથા કરવા જેવી નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE