Mar 22, 2020

ભાગવત રહસ્ય -૨૨૨

ભારતભૂમિ એ કર્મભૂમિ છે.આ કર્મભૂમિમાં જેવું કર્મ આપણે કરીએ તેવું જ ફળ મળે છે.
આપણે બીજા માટે જેવો ભાવ રાખીએ તેવો જ ભાવ તે આપણા માટે રાખશે.
અભિમાન મૂરખાઓને ત્રાસ આપતું નથી,પણ જગત જેને માન આપે છે-તેવા જ્ઞાનીને –અભિમાન પજવે છે.માનની પાછળ અભિમાન ઉભું જ છે.
વિષ્ણુસહસ્ત્રનામમાં ભગવાનને “અમાની-માનદા “ કહ્યા છે.
ભગવાન અમાની છે-ભગવાન માન આપનાર છે.

ભરતજી કૈકેયીને કહે છે- કે મા,મોટાભાઈ સમર્થ છે પણ મને માન આપે છે.
રામજીએ બાળલીલામાં પણ મર્યાદાનો ભંગ કર્યો નથી.રામજીની બાળલીલા સરળ છે.
મા પાસે પણ કંઈ માગતા નથી,કે મા ને કદી પજવ્યાં નથી.
કન્હૈયાએ વિચાર કર્યો-કે રામાવતારમાં મેં બહુ મર્યાદાનું પાલન કર્યું –એટલે દુઃખી થયો.
હવે કૃષ્ણાવતારમાં મર્યાદાનું પાલન નહીં કરું.કન્હૈયો મા ને પજવે છે.
“મા તું મને છોડીને જઈશ નહિ,તું ઘરકામ છોડી ને મને જ રમાડ્યા કર”

રામનો અવતાર –મર્યાદા પુરુષોત્તમનો છે,કૃષ્ણાવતાર એ પુષ્ટિ પુરુષોત્તમ છે. કૃષ્ણ લીલામાં પ્રેમ છે.
કન્હૈયો કહે છે-કે-રામાવતાર માં બહુ મર્યાદાઓ પાળી,સરળ રહ્યો પણ જગતે મારી કદર કરી નહિ,
એક-પત્નીવ્રત પાળ્યું-તો પણ જગતે મારી નિંદા કરી,.આ કૃષ્ણાવતાર માં મેં મર્યાદાઓ ને ખીંટીએ 
મૂકી દીધી છે. હું હવે પુષ્ટિ પુરુષોત્તમ છું, જીવ મારી પાસે આવે તો હું તેને અપનાવવા તૈયાર છું.
શ્રીકૃષ્ણની બાળલીલા બહુ અટપટી છે,લાલાજી કૃપા કરે તો જ તે સમજાય.

રામજીને કોઈ ઘેર આવવાનું આમંત્રણ આપે તો તેઓ કહે છે-કે- 
હું માતાજીની આજ્ઞા માં છું,મા કહેશે તો આવીશ.
કન્હૈયો તેવું કહેતો નથી. તે તો વગર આમંત્રણે આવે છે.કનૈયો બધાને ઘેર જતો નથી,
જે ઘરનો તે ધણી હોય –તેના ઘેર જાય છે. જે પોતાનું સર્વસ્વ અર્પણ કરે તેના ઘેર જાય છે.

કૃષ્ણલીલામાં અલૌકિક શુદ્ધ પ્રેમ છે,રામજીની લીલામાં વિશુદ્ધ મર્યાદા છે.
મર્યાદા વગર પ્રેમ થાય નહિ, તેથી રામજીની કથા પહેલી કરી છે.
કૃષ્ણ ને તે-જ સમજી શકે જે રામજીની મર્યાદા સમજી શકે.


રામજીની બાળલીલા બહુ ઓછી છે.રામજી સૂર્ય ઉગતાં પહેલાં ઉઠે છે,સ્નાન કરી માતપિતાને વંદન કરે છે,
રામાયણમાં લખ્યું છે-કે-રામજી સૂર્યનારાયણને અર્ઘ્ય આપે છે.સંધ્યા કરે છે.
જગતને સઘળું શિક્ષણ આપવા રામ કામ કરે છે-“ હું ઈશ્વર છું,છતાં સૂર્યની ઉપાસના કરું છું”

તે પછી-રામચંદ્રજી વશિષ્ઠ ઋષિને ત્યાં આશ્રમમાં ભણવા ગયા છે.જેના શ્વાસમાંથી વેદો પ્રગટ થયા છે-
તે પરમાત્મા વેદો ભણવા ગયા છે.પ્રાચીન કાલમાં મર્યાદા હતી કે-મોટા રાજાનો દીકરો હોય પણ કોઈ 
ગુરૂ રાજમહેલમાં ભણાવવા આવે નહિ.શિષ્યે ગુરૂને ત્યાં ભણવા જવું પડતું.
પ્રાચીન કાળમાં રાજાના પુત્રો પણ ગુરુકુળમાં રહેતા.વિદ્યા સાથે સંયમ,સદાચારનું શિક્ષણ મળે તો-
વિદ્યા સફળ થાય છે. ઋષિઓ સંયમ અને સદાચારી હતા –એટલે-તે ગુણો શિષ્યોમાં પણ આવતા.

સંસાર એ માયામય છે-આ માયામાં આવ્યા પછી-ઈશ્વરને પણ ગુરૂની જરૂર પડી છે.
શ્રીરામ એ પરમાત્મા છે-તેમને માયાનો સ્પર્શ થાય નહિ-છતાં જગતને બતાવવા ગુરૂને ત્યાં જાય છે.
ગુરૂની સેવા કરી જ્ઞાન સંપાદન કર્યું. સદગુરૂ પાસેથી મેળવેલું જ્ઞાન –વિનય અને વિવેક લાવે છે.
રામજી વિદ્યાભ્યાસ કરીને ઘેર આવ્યા છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE