Mar 21, 2020

ભાગવત રહસ્ય -૨૨૧

ભગવાન શંકર -રામાયણના- આચાર્ય છે.
એક વખત દેવો,ઋષિઓ અને રાક્ષસો –શિવજી પાસે રામાયણની માગણી કરવા ગયા.
કહે છે-કે- અમારે રામાયણનો પાઠ કરવો છે.રામાયણના શ્લોકના ત્રણ સરખા ભાગ કરતાં-અને વહેંચણી બાદ એક શ્લોક વધ્યો.તેના માટે ત્રણે ઝગડો કરવા લાગ્યા. શિવજીને ઝગડો ગમતો નથી.

જ્યાં યુદ્ધ નથી,સ્વાર્થ નથી,વાસના નથી,વિષમતા નથી-એ જ અયોધ્યા છે.
જયારે કૈકેયીના મનમાં વિષમતા,સ્વાર્થ અને વાસના જાગશે –ત્યારે રામ અયોધ્યા છોડી જશે.
શિવજીના દરબારમાં બળદ અને સિંહ –સાથે બિરાજે છે.
શિવજીનું વાહન નંદિકેશ્વર (બળદ) અને પાર્વતીજીનું વાહન સિંહ છે.
ગણપતિનું વાહન ઉંદર,કાર્તિકેયનું વાહન મોર છે,અને શિવજીના ગળામાં સર્પ છે.
બધા સામસામા –જન્મસિદ્ધ વેરવાળા પશુઓ વેર-ઝેર ભૂલી -સાથે બેઠા છે.

શિવજીએ કહ્યું કે શ્લોક એક છે- અને લેનાર ત્રણ છે.
શ્લોક અનુષ્ટુપ છંદમાં હતો,તેના અક્ષરો હતા બત્રીશ.એક એક ને દશ –દશ અક્ષરો આપ્યા.
બે અક્ષર વધ્યા-તે શિવજીએ કહ્યું-કે આ બે અક્ષરો હું કોઈને આપીશ નહિ,તે મારા કંઠમાં રાખીશ.
આ બે અક્ષરો છે –તે રામનું નામ. સર્વ વેદો નો સાર છે-રામ-નામ.
રામ-નામ અમૃત કરતા પણ મધુર છે, રામ-નામ ભવ-રોગની દવા છે.

શંકરદાદાને શ્રી ની જરૂર નહિ-એટલે એકલું રામનામ જપે છે, સંસારીઓ એ “શ્રીરામ” નો જપ કરી શકાય.
ભગવાન શંકર રામાયણના પ્રધાન આચાર્ય છે. શિવજી જગતને બતાવે છે-કે-
“ઝેર પી ગયો પણ કંઠમાં રામ-નામના પ્રતાપથી ઝેર અમૃત બની ગયું.મને કંઈ થયું નહિ”

જીવન માં ઝેર પીવાના અનેક પ્રસંગો આવે છે,છોકરો મોટો થાય,કહ્યું માને નહિ અને અપમાન કરે તે ઝેર છે. નિંદા-વ્યાધિ-વગેરે વગેરે -ઘણા ઝેર છે.જયારે આવા પ્રસંગો આવે ત્યારે-
પ્રેમથી શ્રીરામ-શ્રીરામ –બોલવાથી તાળવામાંથી અમૃત ઝરશે અને –ઝેર ત્રાસ આપશે નહિ.
રામનામ નો જપ કરતા હોવાથી સ્મશાનમાં પણ શિવજીને શાંતિ છે.
શિવજીએ કહ્યું છે-રામની કથા કરું છું પણ રામ કેવા છે-તે હું જાણતો નથી. શિવજીનો આ વિનય છે.
જે જાણે-કે હું કશું જાણતો નથી-અને તેમ સમજી જપ કરે છે-તે જ કંઈ જાણે છે.તેને જ સત્ય જાણવા મળે છે.

અયોધ્યામાં રામજીનું પ્રગટ્ય થયું છે.રામજી લક્ષ્મણ,ભરત,શત્રુઘ્ન –ભાઈઓ જોડે કૌશલ્યાના આંગણમાંરમે છે. ધીરે ધીરે રામચંદ્રજી મોટા થયા છે.
રામજીનો ભ્રાત્રુ-પ્રેમ અલૌકિક છે.રામજી એ રમત-ગમતમાં પણ નાના ભાઈઓના દિલ દુભવ્યાં નથી.
રમતમાં પણ તેમણે કોઈ દિવસ જીત લીધી નથી. તેમણે માનેલું કે –નાના ભાઈઓની જીત તે મારી જ જીત છે. રમતમાં તે પોતે હાર સ્વીકારે છે.ભાઈઓના આંખના આંસુ રામજીથી સહન થતા નથી.

પ્રેમ અને માન માગવા નહિ,પણ આપવાં. સર્વને પ્રેમ અને માન આપવાથી પ્રેમ વધે છે.
આજકાલ લોકો રામાયણ વાંચે છે-પણ મિલકત કે પૈસા માટે સગા ભાઈ પર દાવો કરે છે.
મોટો ભાઈ રાવણ જેવો થાય તો નાનો કુંભકર્ણ બનશે. મોટોભાઈ રામ બને તો –નાનો લક્ષ્મણ થશે.
આજે પણ મોટોભાઈ રામ બને તો-નાનો ભાઈ ભરત બને-અને નાનો ભાઈ ભરત બને તો જગત અયોધ્યાબની જાય.આજે પણ રામ-રાજ્ય થાય.

ભરતને મળેલું રાજ્ય ભરતજીએ છોડી દીધું છે.ધન્ય છે ભરતજીને –રાજ્ય મળ્યું-છતાં લીધું નથી.
ભરતજી રાજમહેલમાં રહી તપશ્ચર્યા કરે છે,ચૌદ વર્ષ સુધી,ભરતજીએ અનાજ લીધું નથી,
ધરતી પર સુવે છે.રામજીની પાવડી ઉપર નજર રાખી જપ કરે છે.
મહાપુરુષોએ વર્ણન કર્યું છે-કે-રામજી કરતા પણ ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે.
આંગણે કોઈ આવે તો ભરતજી તેને મિષ્ટાન્ન જમાડે છે-પણ પોતે જમતા નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE