Mar 29, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૬

આખા દિવસમાંથી –એક ક્ષણ-પણ મન-બુદ્ધિને પરમાત્માનામાં લગાડવાથી,
જેટલો પણ સમય મનને પરમાત્માના સમાગમ-સુખનો અનુભવ થાય તેટલો સમય-
તે મનને વિષયો પ્રત્યે અરુચિ અવશ્ય ઉભી થાય છે.
અને આવું –મન- ધીરે ધીરે પરમાત્મામાં લાગતાં તે પરમાત્મામાં મળી જાય છે.

પરમેશ્વર નું ચિંતન,મનન,કિર્તન,શ્રવણ,પઠન –વગેરે જો લૌકિક કામના વગર –દિવસમાં 
થોડો સમય પણ કરવામાં આવે તો તેને અભ્યાસ કહે છે.આટલો સમય મન-બુદ્ધિ પરમાત્માના સંગમાં રહે છે.

---આવા અભ્યાસના યોગથી (પરમાત્મ) જ્ઞાન પ્રાપ્ત થાય છે.
---જ્ઞાન પ્રાપ્ત થતાં ધ્યાન ધરી શકાય છે.
---ત્યાર બાદ સર્વ મનોવૃત્તિઓ-એ –ધ્યાનને આલિંગન આપે છે –અને-
---તે વેળાએ સર્વ “કર્મો” આપોઆપ દૂર રહી જાય છે.
---જયારે કર્મો આપોઆપ દૂર રહે છે-ત્યારે “ફળ” ની ઈચ્છાનો પણ લોપ થાય છે.
    અને ફળની ઈચ્છાનો લોપ (વિનાશ)-ત્યાગ- થતાં “શાંતિ”  મળે છે.
શાંતિ મેળવવાનો આ એકમાત્ર ઉપાય છે-માટે સહુ પ્રથમ અભ્યાસ કરવો જોઈએ.

જેવી રીતે,પૃથ્વી,ઉત્તમ મનુષ્યનો ભાર સહન કરવો અને
અપાત્ર મનુષ્ય નો ભાર સહન ના,કરવો-એવો ભેદભાવ ધરાવતી નથી,તેવી રીતે
--જેના મનમાં જીવમાત્ર પ્રત્યે ભેદભાવ કે દ્વેષભાવ નથી,પણ મિત્રભાવ છે.
--જે દયાળુ અને ક્ષમાવાન છે,
--જેનામાં મમતા (આસક્તિ) નથી,
--જેનામાં અહમ નથી,(જ્ઞાન-ભક્તિનું અભિમાન નથી,”હું” નથી)
--જેને સુખ-દુઃખ –એ સમાન છે.
--જે સર્વદા સંતોષી છે.
--જેના મનનો સંયમ થયેલો છે અને સ્થિર મનવાળો છે,
--જેનો પરમાત્મા ને પામવાનો નિશ્ચય દૃઢ છે,
--જેને પોતાનું મન અને બુદ્ધિ –પરમાત્માને અર્પણ કરેલા છે-
તેવો જે ભક્ત જે –હરસમયે પરમાત્મામાં તલ્લીન રહે છે-તે જ યોગી છે-તે પરમાત્માને પ્રિય છે,.(૧૩-૧૪)

--જેનાથી જગતને ઉદ્વેગ (ત્રાસ) થતો નથી-કે
--જેને જગતથી ઉદ્વેગ (ત્રાસ) થતો નથી,
--જે હર્ષ,ઈર્ષ્યા,ભય અને ઉદ્વેગથી મુક્ત છે-તે પરમાત્માને પ્રિય છે .(૧૫)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
          INDEX PAGE