Mar 30, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૭

--જેને કોઈ પણ જાતની અપેક્ષા નથી (નિસ્પૃહ) --જે અંદર અને બહારથી પવિત્ર છે,
--જે આત્મ-પરમાત્મ-તત્વ જાણવામાં નિષ્ણાત (દક્ષ) છે.
--જે જીવનમાં આવી પડતી સ્થિતિઓ પ્રત્યે “ઉદાસીન” છે.
--જે ભયથી મુક્ત છે,જીવનમાં આવતાં ગમે તે પરિણામ કે બનાવથી દુઃખી થતો નથી,--જેને બધા કાર્યના આરંભનો ત્યાગ કર્યો છે-એટલે કે-આ જગતમાં ઈચ્છિત હેતુઓ પાર પાડવાના માટેનાં કર્મોનો પ્રારંભ કરતો નથી (ફળની ઇચ્છાથી કર્મ કરતો નથી) અને-જે આમ સતત પરમાત્માની ભક્તિમાં ડૂબેલો રહે છે-તે ભક્ત પરમાત્માને પ્રિય છે. (૧૬)

--જે પોતાને ગમતી વસ્તુ પ્રાપ્ત થવાથી હર્ષ પામતો નથી,કે –
--જો ગમતી વસ્તુ ના મળે તો ખેદ કરતો નથી, કે-
--જો ગમતી વસ્તુનો વિયોગ થાય તો શોક કરતો નથી,કે-
--ગમતી વસ્તુ ની પ્રાપ્તિની ઈચ્છા (આકાંક્ષા) પણ ધરાવતો નથી, અને
--જે શુભ કે અશુભ સર્વ કર્મોને ત્યાગીને માત્ર ભક્તિ જ કરે છે-તે ભક્ત પરમાત્માને પ્રિય છે (૧૭)

--જે શત્રુ અને મિત્ર સાથે સમાનતાથી વર્તે છે,
--જે માન અપમાનને સમાન માને  છે,
--જે શીત-ઉષ્ણ, સુખ-દુઃખ.જેવા દ્વંદોને એકસરખાં માને છે.
--જે કોઈ પણ વસ્તુમાં આસક્તિ ધરાવતો નથી,
--જે નિંદા અને સ્તુતિને સમાન ગણે છે,
--જે મૌન ધારણ કરે છે,(મૌનમાં માને છે)
--જે કંઈ મળી જાય તેનાથી સંતુષ્ટ રહે છે,(સંતોષ)
--જેને ઘર નથી (જેનું કોઈ એક સ્થાન નિશ્ચિત નથી-જગતને પોતાનું ઘર માને છે)
જે સ્થિર બુદ્ધિવાળો અને સદૈવ પ્રભુની ભક્તિ કરે છે-તે પરમાત્માને પ્રિય છે.(૧૮-૧૯)


જે ભક્તો,--પરમાત્મામાં શ્રદ્ધા રાખીને,--પરમાત્મામાં પરાયણ થઇને,
--અત્યાર સુધીમાં વર્ણવેલા ધર્મામૃત (ધર્મનું અમૃત-ધર્મના કાયદાઓ)નું સેવન કરે છે-
તેવા ભક્તો પરમાત્માને અત્યંત પ્રિય છે.(૨૦)

(ઉપર જણાવેલાં લક્ષણોવાળા ભક્તોને જ ઉત્તમ સમજવા જોઈએ,
માત્ર વાતો અને દેખાવ (ટીલાં-ટપકા) થી સર્વજ્ઞ ઈશ્વર ઠગાઈ જતો નથી,
કદાચ દુનિયા (જગત) થોડા સમય માટે અંજાઈ જાય કે ઠગાઈ જાય-પણ સદાકાળ માટે તો જગત પણ
ઠગાઈ જતું નથી, તેમની પોલ બહાર આવતાં વાર થતી નથી)

અધ્યાય-૧૨-ભક્તિયોગ-સમાપ્ત

ટૂંકસાર રૂપે -અધ્યાય-૧૨-ભક્તિયોગ વાંચવા માટે અહીં ક્લિક કરો.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE