Mar 15, 2014

અદ્વૈતાનુભુતિ-શંકરાચાર્ય-ગુજરાતી-2Advaitanuhuti-

જેમ,વાદળાં ના સંબંધ થી “એક” જ પાણી, હિમ,કરા,વગેરે જુદા જુદા આકાર પામે છે,
--તેમ,માયાના સંબંધ થી “એક” જ આત્મા અનેક “પ્રપંચ” નો આકાર પામે છે. (૧૧)


જેમ,”મૂળ પાણી” જ વાદળાં ના સંબંધ થી કરા-રૂપે બને છે,અને જયારે કરા ના આકારનો નાશ છે,
--તો પણ તેથી કંઈ “મૂળ પાણી” નો નાશ થતો નથી,
--તેમ,માયા ના સંબંધ થી,આ આત્મા જ પ્રપંચ-રૂપે જણાય છે,અને જયારે પ્રપંચ નો નાશ થાય છે,
--ત્યારે “આત્મા” નો નાશ કદી થતો નથી.  (૧૨-૧૩)


જેમ,પાણીમાંથી ઉત્પન્ન થયેલો પરપોટો,પાણી થી જુદો હોય તેમ દેખાય છે,
--તેમ,આત્મા થી ઉત્પન્ન થયેલ આ (જગત-રૂપ) પ્રપંચ,જાણે અનેક પ્રકારે જુદો હોય તેમ લાગે છે,
--વળી,જેમ, પરપોટા નો નાશ થવાથી,પાણી નો નાશ થતો નથી,
--તેમ,પ્રપંચ નો નાશ થવાથી,આત્મા નો નાશ કદી થતો જ નથી. (૧૪-૧૫)


જેમ સાપ ની કાંચળી માં થયેલી ધોળાશ,સાપ ને પોતાને (અંદર) પ્રાપ્ત થતી નથી,
--તેમ સ્થૂળ શરીર વગેરે માં થયેલી સ્વચ્છતા કે શુદ્ધિ,આત્મા ને પ્રાપ્ત થતી નથી.  (૧૬)


જેમ પોતે.પોતાની જાતે જ  ત્યજેલી,કાંચળીને, સાપ,પોતાની માનતો નથી,
--તેમ જ્ઞાની “હું દેહ-રૂપ નથી” એવા ભાવથી ત્યજેલા (ત્રણે) દેહ ને કદી પોતાનો માનતો નથી. (૧૭)

જેમ સાપ ની કાંચળી નો નાશ થવાથી,સાપ નો નાશ થતો નથી,
--તેમ (ત્રણે) દેહ નો નાશ થવાથી,આત્મા નો નાશ થતો જ નથી (૧૮)


જેમ,મીઠું નાખેલી છાશ-વગેરે ને અજ્ઞાનીઓ,છાશ ખારી હોવાં ને લીધે,તે છાશ ને મીઠા-રૂપે માની લે છે,
--તેમ,સ્થૂળ-વગેરે શરીરો થી યુક્ત થયેલા “આત્મા” ને અજ્ઞાનીઓ.
--સ્થૂળ-વગેરે શરીર-રૂપે માની લઇ દૂષિત કરે છે. (૧૯)


જેમ,લોઢું,લાકડું, વગેરે અગ્નિ ના સંબંધ થી,અગ્નિ જેવાં જણાય છે,(પણ ખરી રીતે તે અગ્નિ નથી)
--તેમ,પોતાના આત્મા ના સંબંધથી,સ્થૂળ શરીર વગેરે બધું આત્મા જેવું જણાય છે.
(પણ ખરી રીતે સ્થૂળ શરીર એ આત્મા નથી)  (૨૦)


PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE