Mar 15, 2014

અદ્વૈતાનુભુતિ-શંકરાચાર્ય-ગુજરાતી-1-Advaitanuhuti

હું આનંદ,સત્ય-વગેરે લક્ષણવાળો,કેવળ “શિવ” (સ્વ-રૂપ) છું.
--મારું સ્વ-રૂપ સત્-ચિત્-આનંદ છે,તેથી હું અચળ (સ્થિર) અને અદ્વૈત (એક) છું.  (૧)


જેમ,ચંદ્ર એક જ છે પણ આંખ ના દોષ ને લીધે, એ (ચંદ્ર) બે હોય તેવા જણાય છે,
--તેમ આત્મા એક જ છે,તો પણ માયા (ભ્રાંતિ-ભ્રમ) ને લીધે,જાણે તે
--“આત્મા”(શરીર-રૂપે) અને “પરમાત્મા” એમ બે (જુદા) હોય તેવો ભાસે છે.(કે જે મિથ્યા છે)  (૨)


પણ,જેમ,આંખ ના દોષ વિનાના લોકો ને માટે તો એક જ ચંદ્ર પ્રકાશે છે,
--તેમ માયા-રૂપ દોષ થી રહિત જ્ઞાનીઓ ને “આત્મા” સદા “એક” જ (રૂપે) પ્રકાશે છે. (૩)


જેમ,આંખના દોષથી ચંદ્ર વિષે “બે-પણું” લાગે છે,તેમ,માયા ને લીધે,આત્મા માં દ્વૈત જણાય છે,
--પરંતુ જેમ,ચંદ્ર વિષે “બે-પણું” એ  ખોટું છે,તેમ આત્મા માં દ્વૈત (બે) પણ ખોટું છે.  (૪)


(કારણ) આત્મા નું (કાર્ય) “આકાશ” , એ (કારણ-રૂપ) “આત્મા” સિવાય સંભવતું નથી, અને,
--જો, (કાર્ય-રૂપ) આકાશની પૂર્ણતા જો સિદ્ધ થાય છે (કેમ કે આકાશ તો એક-અને અખંડ છે)
--તો, (કારણ-રૂપ) આત્મા ની પૂર્ણતા પણ સિદ્ધ થાય છે,એમાં શું કહેવા-પણું છે?    (૫)


જેમ,કાર્ય-રૂપ “આકાશ” “એક” જ છે, એ આકાશ,”બે” કદી છે જ નહિ,
--તેમ કારણ-રૂપ આ “આત્મા” “એક”  જ  છે, એમ અનુભવી (જ્ઞાની) સમજે છે.  (૬)


જેમ આકાશ “એક” જ છે પણ ઘડાની ઉપાધિ(માયા) ના “ભેદ” ને લીધે,
--તે જાણે “બે” (ઘટાકાશ-મહાકાશ) હોય (બે જુદું-જુદું હોય તેવું) ભાસે છે,
--તેમ,ચૈતન્ય (આત્મા) એ “એક” જ છે,પણ (કાર્ય અને કારણ-રૂપ) ઉપાધિ (માયા) ને લીધે,
--તે જાણે “કારણ-રૂપ ચૈતન્ય” અને “કાર્ય-રૂપ-ચૈતન્ય” એમ બે જુદું-જુદું હોય તેમ ભાસે છે,
 પરંતુ ખરી રીતે તો,
--“કારણ”-માટી-રૂપ ઉપાધિ માં રહેલું આકાશ તે,
--“કાર્ય”-ઘડા-રૂપ ઉપાધિ માં રહેલા આકાશ થી જુદું (અધિક) છે જ નહિ,
--તેમ,   “કારણ” રૂપ ઉપાધિ (માયા) માં રહેલું “ચૈતન્ય” એ,
--“કાર્ય”રૂપ ઉપાધિ (માયા) માં રહેલા ચૈતન્ય થી જુદું કે અધિક કદી છે જ નહિ.  (૭-૮)
જેમ ઉપાધિ (ઘડા) થી (ઘડો ફૂટી જાય ત્યારે) છૂટું થયેલું આકાશ (ઘટાકાશ) તે (મહાકાશ માં મળી જઈ)
--અને “એક”  જ “આકાશ-રૂપ”  થાય છે,
--તેમ ઉપાધિ (માયા) થી છુટો થયેલો આ “આત્મા” સદા “એક” જ સ્વરૂપે થાય છે. (૯)


જેમ,આકાશ થી જુદું,બીજું કોઈ આકાશ,એ આકાશ ના સ્વરૂપે કદી છે જ નહિ,
--તેમ,આત્મા એ “એક” જ હોવાથી, આત્મા થી બીજો આત્મા સિદ્ધ થતો જ નથી.  (૧૦)


         INDEX PAGE           NEXT PAGE