Apr 3, 2014

Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૧૧


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર
--જે મનુષ્ય,જયારે તેને લોકો જોતાં હોય ત્યારે ધ્યાન-પૂજા વગેરે કરે પણ ખરી રીતે
  તેને ધ્યાન-પૂજા કરવાની વૃત્તિ કે બુદ્ધિ હોય જ નહિ,તે “દંભાચાર” કહેવાય છે.
--આવો દંભાચાર,  ન કરવો-તેને વિદ્વાનો “દંભરહિતપણું” કહે છે. તેમજ,
--પોતે જેવું જોયું હોય કે સાંભળ્યું હોય,તે જ બરાબર કહેવું તેને જ “સત્ય” કહે છે.
   “બ્રહ્મ સત્ય છે” તેમ કહેવું તે “સત્ય” છે.
--દેહ-આદિ પર “આ મારું પોતાનું છે” એવી જે દૃઢ બુદ્ધિ હોય તેનો ત્યાગ કરવો તે-
    “નિર્મમતા” (મમતા રહિતપણું) છે,જેથી સમજુ મનુષ્ય મોક્ષ ને પામે છે.
--ગુરૂ અને વેદાંત નાં વચનોથી જે અર્થ નિશ્ચિત થયો હોય તેને એકધારી વૃત્તિ થી મજબૂત રીતે
   વળગી રહેવું,તે “સ્થિરતા” છે.(શરીર ને સ્થિર કરવું તે સ્થિરતા નથી)
--વિદ્યા,ઐશ્વર્ય,તપ,રૂપ,કુળ,વર્ણ,તથા આશ્રમ વગેરે થી ઉત્પન્ન થતા અહંકાર નો ત્યાગ કરવો,
   તે “અભિમાન નો ત્યાગ” છે.
--મન,વચન અને કાય થી વિષયોની ક્રિયા નો ત્યાગ કરી,કેવળ આત્માનું જ ચિંતન કરવું,
   તેને “ઈશ્વર ધ્યાન” કહે છે. અને
--દેહ ની છાયા ની પેઠે,સદા બ્રહ્મજ્ઞાનીઓની સાથે રહેવું,તેને “સહવાસ” કહે છે. (૧૧૬-૧૨૨)

જ્ઞાનથી ભરેલાં શાસ્ત્રોમાં જે બોધ કહેલો છે,તેમાં જ આસક્ત રહે,અને
કર્મો કરવાની બુદ્ધિ નો ત્યાગ કરે ,એ જ “જ્ઞાનનિષ્ઠ” છે.  (૧૨૩)

ધન,સ્ત્રી,તાવ (શારીરિક પીડા) વગેરે જે જે વખતે આવે .તે તે વેળા જે સુખ-દુઃખ આવે ,
તેનાથી વિકાર ન થાય,એનો અર્થ જ  “સુખ-દુઃખમાં સમાનતા” એવો થાય છે.  (૧૨૪)

“મને શ્રેષ્ઠ અને પૂજ્ય ગણી,લોકો મને માન આપે” એવી આસક્તિ નો ત્યાગ,
તે “માન વિષે ની અનાસક્તિ” કહેવાય છે. (૧૨૫)

સત્ વસ્તુ-પરમાત્મા ના ચિંતન માં હરકત ના થાય, તેના માટે નિર્જન પ્રદેશમાં પોતે એકલા રહેવું,
તે જ “એકાંતે રહેવાનો સ્વભાવ” છે.  (૧૨૬)

“સંસાર-રૂપ બંધનમાંથી મારો ઝટ છુટકારો ક્યારે થાય?” આવી દૃઢ-બુદ્ધિ કરવી,
તે “મુમુક્ષતા” (મોક્ષ ની ઈચ્છા) કહેવાય છે, (૧૨૭) 
દમ
ઉપર જણાવેલા બ્રહ્મચર્ય –વગેરે દ્વારા, બુદ્ધિના દોષ દૂર કરવા માટે જે દંડ (શિક્ષા સહન કરવી) લેવો,
તેને “દમ” શબ્દ નો અર્થ જાણનારા, “દમ” કહે છે.
તે તે (બ્રહ્મચર્ય -વગેરે)વૃત્તિઓને રોકીને બહારની ઇન્દ્રિયો ને વશ કરવી,તેને યોગીઓ “દમ” કહે છે.
આ (દમ) પણ મન ની શાંતિનું એક કારણ છે.   (૧૨૮-૧૨૯)

--જયારે ઇન્દ્રિયો પોતાના વિષય તરફ વળે,ત્યારે મન પણ, વાયુ પાછળ અગ્નિ ની પેઠે,
સ્વેચ્છાએ જ તેની (વિષયો) પાછળ દોડી જાય છે.
--માટે જો ઇન્દ્રિયો ને રોકી હોય તો,મન પોતાની મેળે જ,પોતાનો વેગ ત્યજી ને,
સત્વગુણ ના સ્વભાવ ને પામે છે, અને જેથી તે નિર્મળ બને છે.
--એ રીતે મન નિર્મળ થાય,ત્યારે જ આ જીવાત્મા ની મુક્તિ થાય છે,બીજી કોઈ રીતે નહિ.(૧૩૦-૧૩૧)

બધી ઇન્દ્રિયો ને વશ કરવી,એ જ મન ની શુદ્ધિ નું પ્રથમ કારણ છે,કારણકે,
જયારે બહારની ઇન્દ્રિયોને જયારે વશ કરવામાં આવે છે, ત્યારે બહારના વિષયોના ઉપભોગ,
આપોઆપ જ મનથી છૂટા પડી જાય છે.  (૧૩૨)

અને તેથી ચિત્ત,પોતાની દુષ્ટતા છોડી દઈને ધીરે ધીરે શાંતિ ને સ્વીકારે છે.
આજ અભિપ્રાય થી મોક્ષનું લક્ષણ જાણનારાઓ કહે છે કે-
ચિત્ત (મન) ને બહારના વિષયો થી છુટું પાડવું,એ જ મોક્ષ છે. (૧૩૩)

ઉત્તમ પ્રકારના “દમ” વિના મુમુક્ષુ ના મનની શુદ્ધિ માટેનું,સહેલું સાધન અમારા જાણવામાં નથી,
કારણકે,”દમ” થી,ચિત્ત પોતાના સર્વ દોષો છોડી દઈ જલ્દી શાંતિને પામે છે. (૧૩૪)

પ્રાણાયામ થી જે મનુષ્યો ની મન ની સ્થિરતા અને શુદ્ધિ થતી હોય,તેઓ નિયમપૂર્વક,દિશા,દેશ અને કાળ-વગેરે તરફ ચોક્કસ દૃષ્ટિ રાખે છે,પણ તે ઉત્તમ દૃષ્ટિ થી કોઈ કાળે “દમ” નો નાશ થતો નથી.
માટે બુદ્ધિમાન મનુષ્યે આળસુ નહિ બની,ચિત્ત ની શાંતિ માટે કાળજીથી,
બહારની ઇન્દ્રિયો ને વશ કરવા રૂપ “દમ” કરવો જોઈએ. (૧૩૫)

ભોગ્ય-પદાર્થો વિષેના દોષ વગેરે નો વિચાર કરી,સર્વ ઇન્દ્રિયો ની ગતિ રોકવાથી,થોડા જ સમયમાં,
ઈશ્વર ને ગુરૂ –કૃપાથી ચિત્ત (મન) શાંતિને પામે છે. (૧૩૬)




PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE