Sarv-Vedant-Sidhdhant-Saar-Sangrah-Gujarati-સર્વ-વેદાંત-સિદ્ધાંત-સાર-સંગ્રહ-૧૦


શંકરાચાર્ય રચિત વેદાંત-સિદ્ધાંત-સાર
સત્પુરુષો કહે છે કે-વિવેક થી થનાર તીવ્ર વૈરાગ્ય જ મોક્ષ નું પ્રથમ કારણ છે,માટે,
મુમુક્ષુ એ વિવેકી બની,કાળજી થી પ્રથમ વિરાગ્ય કેળવવો. (૯૧)

જેને વૈરાગ્ય ના થયો હોય,તે દેહ-રૂપી બંધન ને તોડવા સમર્થ થતો નથી,કારણકે,
વૈરાગ્ય જ બંધન ને તોડવાનું મોટું સાધન છે. (૯૨)

ભલે પંડિત (જ્ઞાની) હોય,પણ જો વૈરાગ્ય વગરનો હોય તો “યમરાજ (મૃત્યુ) ના ઘર જેવા”
“ઘર” માં મોહિત થાય છે અને ત્રણે પ્રકાર ના તાપ થી પીડાય છે. (૯૩)

(નોંધ-અત્યાર સુધી સાધન ચતુષ્ટ્ય ના (૧) નિત્યાનિત્ય વિવેક (૨) વૈરાગ્ય ની વાત કરી-હવે આગળ)


(૩) શમાદિ –ષટસંપત્તિ -શમ-દમ-તિતિક્ષા-ઉપરતિ-શ્રદ્ધા-સમાધાન-આ ષટસંપત્તિ કહેવાય છે. (૯૪)

શમ

જેમાં “મન” એકધારી વૃત્તિ થી,પોતાના લક્ષ્ય માં નિયત સ્થિતિ કરે છે,તેને “શમ” કહે છે. (૯૫)

એ “શમ” ઉત્તમ,મધ્યમ અને જધન્ય (મિશ્ર) એમ ત્રણ પ્રકાર નો છે. (૯૬)

જેમાં પોતાના વિકારો ત્યજી ને “મન”, માત્ર આત્મા-રૂપ વસ્તુ-સ્વ-રૂપે જ સ્થિતિ કરે છે,
એ “મન” ની “ઉત્તમ” શાંતિ છે, અને એણે જ “બ્રહ્મનિર્વાણ” પણ કહે છે.  (૯૭)

જેમાં,”બુદ્ધિ”,કેવળ આત્મા ના અનુભવની પરંપરા ના પ્રવાહ કરે તે-
“મધ્યમ” શાંતિ છે,અને તેને જ “શુદ્ધસત્વ” કહે છે.  (૯૮)

વિષયો ના વ્યાપાર ત્યજી દઈને “મન” કેવળ વેદાંત નું શ્રવણ કરવામાં જ સ્થિર થાય,
એ “મન” ની જઘન્ય (મિશ્ર) શાંતિ છે અને તેને “મિશ્રસત્વ” કહે છે. (૯૯)

પૂર્વના (તીવ્ર વૈરાગ્ય) અને ઉત્તરનાં (હવે પછી નાં દમ-વગેરે) અંગો હોય,
તો જ આ “શમ” સિદ્ધ થાય છે, બીજી કોઈ રીતે શમ સિદ્ધ થતો નથી. (૧૦૦)
કામ,ક્રોધ,લોભ,મદ,મોહ અને મત્સર-આ છ ને જેણે જીત્યાં નથી તેને શાંતિ સિદ્ધ થતી નથી. (૧૦૧)

મોક્ષની ઈચ્છા કરી ને પણ જે સન્યાસી વિષયો (શબ્દ-વગેરે) ને ઝેર જેવા માની,
તેને છોડવાને બદલે તે વિષયોમાં અટવાઈ જાય છે,તેને શાંતિ સિદ્ધ થતી નથી. (૧૦૨)

જેણે પરમાત્માને આરાધ્યા નથી,જેના પર ગુરુની કૃપા નથી,
જેનું હૃદય તેને વશ નથી,તેને શાંતિ શિદ્ધ થતી નથી (૧૦૨)

હે,સમજુ મનુષ્યો,સાંભળો,જે સાધનથી મન નિર્મળ થાય છે તે,હું કહું છું,
તે સાધન હોય તો મન નિર્મળ થાય છે અને ન હોય તો મન નિર્મળ થતું નથી. (૧૦૩)

બ્રહ્મચર્ય,અહિંસા,પ્રાણીઓ પર દયા,સરળતા,વિષયોમાં અતિશય તૃષ્ણા-રહિતપણું,બહરની અને અંદરની શુદ્ધિ,દંભ નો ત્યાગ,સત્ય,મમતા રહિતપણું,સ્થિરતા,અભિમાન નો ત્યાગ,ઈશ્વરના ધ્યાન માં તત્પરતા,બ્રહ્મજ્ઞાનીઓ સાથે સહવાસ,જ્ઞાન ભરેલાં શાસ્ત્રોમાં પરાયણતા,સુખ-દુઃખ માં સમાનતા,મન પર અનાસક્તિ,એકાંત માં રહેવાનો સ્વભાવ,અને મોક્ષની ઈચ્છા-એ જેનામાં હોય તેનું ચિત્ત નિર્મળ થાય છે.અને જેનામાં ના હોય તેનું મન બીજા કરોડો પ્રકારોથી પણ નિર્મળ થતું નથી.  (૧૦૫-૧૦૮)

સ્ત્રીઓનું –સ્મરણ—દર્શન--તેઓના ગુણો અને કર્મો નું વર્ણન--તેઓના વિષે સારાપણાની બુદ્ધિ
--તેઓ પર પ્રીતિ--તેઓ સાથે એકાંત માં વાતચીત--તેઓનો સહવાસ—તેઓનો સંબંધ—
આ આઠ પ્રકારનું મૈથુન છે.તેનો ત્યાગ તે “બ્રહ્મચર્ય” છે.કે જે ચિત્ત-શુદ્ધિ નું સાધન છે. (૧૦૯-૧૧૦)

મન,વાણી (વચન) અને શરીર (કાયા) થી,કોઈ પણ પ્રાણી ને પીડા ન ઉપજાવવી,અને 
મન,વચન,કાયા થી સર્વ પ્રાણીઓ પર પોતાના જેવી જ બુદ્ધિ કરવી તે “અહિંસા” છે.(૧૧૧)

સર્વ પ્રાણીઓ પર અનુકંપા (કોઈ ને દુઃખી જોઈ હૃદય કમોઈ જાય) એ જ “દયા” છે,અને 
મન,વાચા,કાયા-એ ત્રણે માં કુટિલતા ના હોવી એ જ “સરળતા” છે. (૧૧૨)

જેમ કાગડાની વિષ્ટા તરફ મનુષ્યને અણગમો હોય છે,તેમ,બ્રહ્માથી માંડી સ્થાવરો સુધી ના વિષયો તરફ અણગમો થવો,તે જ “તૃષ્ણા-રહિતપણું” (નિર્મળ વૈરાગ્ય) છે. (૧૧૩)

“શૌચ”(શુદ્ધિ) બે પ્રકારનું કહેવાય છે,બહારનું (શારીરિક શૌચ) અને અંદરનું (માનસ શૌચ).
માટી,પાણી વગેરે થી બહાર ની શુદ્ધિ (ચોખ્ખાઈ) કરવી તે “શારીરિક શૌચ “ છે, અને 
અજ્ઞાન ને દૂર કરવું તે “માનસ શૌચ” છે.
આ અંદરનું શૌચ જો બરાબર હોય તો,મનુષ્યો ને બહારના શૌચ ની જરૂર નથી (૧૧૪-૧૧૫)
PREVIOUS PAGE         INDEX PAGE           NEXT PAGE