Sep 3, 2014

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-૧૮

આ સંસારના સઘળા પદાર્થો, અનિત્ય (એટલે કે-જવા-આવવા વાળા) છે,
છતાં,વાસના મનુષ્યને સંસારમાં બાંધ્યા કરે છે.
અને કાળ (સમય) પ્રાણીઓના (જીવોના) સમૂહને કેવળ કોઈ સ્થળમાં તાણ્યા (ખેંચ્યા) જ કરે છે.
સદુપદેશો જોવામાં આવતા નથી,સારી વાતો ને અવકાશ મળતો  નથી.અને
--પર્વતો પણ વીંખાઈ જાય છે,.............. ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે?
--આકાશ પણ લય પામે છે,ભુવનો પણ ખવાઈ જાય છે,અને પૃથ્વી પણ પ્રલય પામે છે...............
  ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે?

--સમુદ્રો પણ સુકાઈ જાય છે,તારાઓ પણ વીંખાઈ જાય છે,ને સિદ્ધ લોકો પણ નાશ પામે છે..........
  ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે?
--દાનવો પણ ચિરાઈ જાય છે,દેવો પણ માર્યા જાય છે,ને ધ્રુવ એ અધ્રુવ થઇ જાય છે.....
  ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે?
--ઇન્દ્ર પણ તે કાળ ના મોમાં ચવાઈ જાય છે,યમ પણ તે કાળ ના સપાટામાં આવી જાય છે, વાયુ પણ સત્તા વગરનો થઇ જાય છે... ....
ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે?
--ચંદ્ર પણ શૂન્ય થઇ જાય છે,સૂર્ય પણ ખંડિત થઇ જાય છે,અને અગ્નિ પણ અભાવને પ્રાપ્ત થાય છે...
  ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે?
--બ્રહ્મા પણ સમાપ્તિ પામે છે,અજન્મા હરિ પણ હરાઈ જાય છે,અને ભાવ પણ અભાવ ને પામે છે ..
  ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે?
--કાળ પણ લય પામે છે,નિયતિ(ફળનું નિશ્ચિત-પણું) પણ તણાઈ જાય છે,અને
  અનંત આકાશ પણ ક્ષય પામે છે,.... ત્યારે મારા જેવાઓને તો શો વિશ્વાસ રહે?

જેનું (જે બ્રહ્મનું) સ્થૂળ રૂપ જાણવામાં આવતું નથી,અને જેનું સૂક્ષ્મરૂપ,સાંભળી,બોલી કે જોઈ શકાતું નથી.
એવો કોઈ “પુરુષ”  (પરમાત્મા-બ્રહ્મ)  પોતાના “સ્વ-રૂપ” મા જ “માયા” થી બ્રહ્માંડો દેખાડે છે.

અહમ (અભિમાન) ના અંશ ને પ્રાપ્ત થઇ ને (જીવ બનીને ) રહેલા,(“હું” નું ભાન =અહમ)
સર્વ લોકોની અંદર “આત્મા” તરીકે રહેનારા –તે “પુરુષ” (બ્રહ્મ-પરમાત્મા)થી જ સર્વ  જીવો બાધ પામેલા છે.અને આ પુરુષ (બ્રહ્મ-આત્મા-પરમાત્મા) થી બાધ નહિ પામતો હોય તેવો કોઈ પદાર્થ ત્રણે લોકમાં નથી.

જેમ,રથ એ ઘોડા થી ખેંચાય (પ્રેરાય) છે,
તેમ તે પુરુષ (બ્રહ્મ-પરમાત્મા) પોતાનાથી પરવશ થયેલા સુર્યને-પણ નિત્ય ગબડાવ્યા કરે છે.

સ્વર્ગ માં કલ્પાયેલા –દેવતાઓને, પૃથ્વી પર કલ્પાયેલા જીવોને,ને પાતાળમાં કલ્પાયેલા સર્પોને,
તે પુરુષ (બ્રહ્મ), ”સ્વ-સંકલ્પ”  થી જ જર્જરિત કરી નાખે છે.

અરે,જગતના ઈશ્વરની સાથેના યુદ્ધમાં પણ જેને પરાક્રમ કર્યું છે,તે “મહા-કાળ” –
ખાલી ખાલી “અયોગ્ય” પ્રકારથી જ જગત ને વશ કરીને ફૂલાયા કરે છે. (ઈશ્વર તો કાળ ના યે કાળ છે!!!)

જગતમાં અનેક યોનિઓમાં ભટક્યા કરતા,આ જીવો નું આયુષ્ય,એનાં એ જ “કુકર્મો” કરતાં ક્ષીણ થાય છે,

“આજ આ ઉત્સવ છે” “આજ આ ઋતુ છે” “આજ યાત્રા નો દિવસ છે” “આ સુખ વધુ આનંદ આપે તેવું છે”
એવા અનેક “વિકલ્પો”-ની ખોટીખોટી કલ્પના કરતાં કરતાં –(પણ આત્મા ના ઉદ્ધાર વિષે કંઈ ના કરતાં)
“ચપળ અને કૂણી બુદ્ધિવાળા” લોકો આ સંસારમાં -અહીં એમ ને એમ વીંખાઈ જાય છે.



    INDEX PAGE
     NEXT PAGE