Dec 10, 2017

પતંજલિના યોગસૂત્રો-22-Yogsutra of Patanjali-Gujarati

सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम्  (૪૫)
સૂક્ષ્મ વિષયોમાં છેલ્લો એક કે જે અલિંગ (પ્રધાન-કે-પુરુષ-કે-આત્મા) છે. (૪૫)

સ્થૂળ વિષયો એટલે ફક્ત પંચ-ભૂતો અને તેમાંથી બનેલું સર્વ જગત.જયારે....
સૂક્ષ્મ વિષયોનો પ્રારંભ થાય છે.....તન્માત્રાઓ થી (સૂક્ષ્મ પરમાણુઓથી)....
ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,અહંકાર,ચિત્ત અને પ્રકૃતિ (સત્વ-રજસ-તમસ-ગુણોની સામ્યાવસ્થા)
આ બધાંનો સૂક્ષ્મ વિષયો ના વર્ગ માં સમાવેશ કરવામાં આવે છે,તેમાંથી બાદ છે....એક માત્ર પુરુષ (આત્મા)

  • ता एव सबीजः समाधिः (૪૬)

એ જ સમાધિઓ સબીજ કહેવાય છે. (૪૬)

આગળની સમાધિઓ ભૂતકાળના કર્મ-બીજોનો નાશ કરતી નથી.અને તેથી મુક્તિ આપી શકતી નથી. (૪૬)

  • निर्विचारवैशारद्येऽध्यात्मप्रसादः (૪૭)

નિર્વિચાર સમાધિ શુદ્ધ થવાથી ચિત્ત દૃઢ રીતે સ્થિર થાય છે. (૪૭)

  • ઋर्तंभरा तत्र प्रज्ञा  (૪૮)

તેની અંદરની પ્રજ્ઞા (જ્ઞાન) ને "સત્ય-પૂર્ણ-જ્ઞાન" કહેવામાં આવે છે. (૪૮)

  • श्रुतानुमानप्रज्ञाभ्याम् अन्यविषया विशेषार्थत्वात् (૪૯)

જે પ્રજ્ઞા (જ્ઞાન) શબ્દ અને અનુમાન દ્વારા પ્રાપ્ત થાય છે,તે લૌકિક વિષયો વિશેની હોય છે.
પણ આગળ કહેલી સમાધિમાં (નિર્વિચાર-નિર્વિતર્ક) પ્રાપ્ત થતી પ્રજ્ઞા ઘણી ઉંચી કોટિની છે,
કારણ કે-જ્યાં શબ્દ અને અનુમાન નથી પહોંચી શકતાં -ત્યાં પણ તે પહોંચી શકે છે. (૪૯)

અહીં કહેવા એ માગે છે કે-આપણું લૌકિક વિષયોનું જ્ઞાન -એ -આપણા
પ્રત્યક્ષ અનુભવ,તે અનુભવ પરથી તારવેલાં અનુમાન અને આપ્ત-પુરુષોના વચન પરથી મેળવવાનું છે.

"આપ્ત-પુરુષો" નો અર્થ ઋષિઓ અથવા વેદોમાં લખેલા "વિચારોનો દ્રષ્ટા" -એવો થાય છે.
યોગીઓના મત પ્રમાણે,શાસ્ત્રો નુ પ્રમાણ -કેવળ એટલા માટે જ છે કે-તે "આપ્ત-વાક્યો" છે.
અને તેમ છતાં આગળ તેઓ કહે કે-

શાસ્ત્રો આપણને સાક્ષાત્કારે પહોંચાડી શકે નહિ.આપણે ભલે બધા વેદો વાંચી જઈએ પણ તેથી
સાક્ષાત્કાર થઇ શકે નહિ.પણ તેમાંના ઉપદેશનો "અમલ" કરવામાં આવે તો,
જ્યાં તર્ક-અનુમાન કે ઇન્દ્રિયોના અનુભવ પહોંચી શકતા નથી,અને જ્યાં બીજાઓના (શાસ્ત્રો સિવાયના)
ઉપદેશ પણ નિષ્ફળ નીવડે છે એવી (શાસ્ત્રોમાં વર્ણવેલી) સાક્ષાત્કારની સ્થિતિએ પહોંચીએ છીએ.
એમ આ સૂત્રમાં કહેવા માગે છે.
  PREVIOUS PAGE           
        NEXT PAGE       
     INDEX PAGE