Dec 9, 2017

પતંજલિના યોગસૂત્રો-21-Yogsutra of Patanjali-Gujarati

स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का  (૪૩)
જયારે સ્મૃતિ શુદ્ધ એટલે કે "ગુણ-રહિત" થાય છે,અને વસ્તુના કેવળ "અર્થ" ને જ પ્રકાશિત કરે છે,
ત્યારે તે સમાધિ ને "નિર્વિતર્ક " કહેવામાં આવે છે. (૪૩)

ઉપર બતાવ્યા મુજબ ના ત્રણેના મિશ્રણના અભ્યાસથી-આપણે
જ્યાં આગળ "ત્રણે મિશ્રિત થતાં નથી,તે સ્થિતિએ" આવીએ છીએ.આ ત્રણેથી અલગ થઇ શકાય છે.

ફરીથી આ ત્રણે (શબ્દ-અર્થ-જ્ઞાન) ને સમજીએ.
ચિત્તને શાંત સરોવરની સાથે સરખાવીએ અને "શબ્દ-કે ધ્વનિ" તેના પર ઉઠતી લહરી છે.
જયારે કોઈ "શબ્દ" નું (ઉદાહરણ તરીકે-ગાય-નું ) ઉચ્ચારણ થાય,
તો જેવો એ "ગાય" શબ્દ કાનમાં થઇ અંદર પ્રવેશે એટલે તરત જ ચિત્તમાં એક તરંગ ઉઠે છે.

આ તરંગ (ક્રિયા)-એ જ "ગાય-રૂપી-વિચાર" કે "ગાય" "શબ્દ" નું રૂપ નક્કી કરે છે-તેને  "અર્થ" કહે છે,
અને પ્રતિક્રિયા રૂપે જે તરંગ ઉઠે છે તે "જ્ઞાન"

આ રીતે,આપણે જેને જાણીએ છીએ (જેનું જ્ઞાન થાય છે) તે બહાર દેખાતી "ગાય" (કે કોઈ પણ પદાર્થ)
એ ખરેખર તો ચિત્તમાં ઉઠેલો તરંગ છે કે જે અંદર ની કે બહારની "ધ્વનિ-લહરીઓ" (શબ્દ) ની પ્રતિક્રિયા-રૂપે
ઉઠે છે,અને શબ્દની સાથે જ એ તરંગ શમી જાય છે. "શબ્દ" વિના તરંગ ઉઠી શકે જ નહિ.

અહીં કોઈને પ્રશ્ન થાય કે-આપણે જયારે માત્ર "ગાય" નો વિચાર જ કરીએ અને કોઈ "શબ્દ" તે વખતે
હોય નહિ,(સંભળાય નહિ) તો પછી "ગાય " નું "જ્ઞાન" કેવી રીતે થાય છે?
તો તેનો જવાબ એ છે કે-આપણે પોતે જ "ધ્વનિ" (ગાય) શબ્દ નું ઉચ્ચારણ અતિ મંદ સ્વરે,મનમાં કરીએ છીએ,એટલે એની સાથે જ તરંગ ઉઠે છે.
"શબ્દ" ની આ ધ્વનિ-લહરી સિવાય એક પણ તરંગ ઉઠી શકે નહિ, અને તે ધ્વનિ-લહરી બંધ થઇ જાય-
ત્યારે તરંગ પણ શમી જાય છે.
અને તે પછી બાકી રહે છે તે-પ્રતિક્રિયા નું પરિણામ (ફળ) -અને તેનું નામ છે "જ્ઞાન".

આ ત્રણે (શબ્દ-અર્થ-જ્ઞાન) એ આપણા મનમાં એટલાં બધાં ગાઢ રીતે મિશ્રિત થઇ ગયેલાં છે કે-
આપણે તેને જુદા (છુટા) પાડી શકતા નથી.એમાંના એક ને બીજા થી અલગ પારખી શકતા નથી.

પણ જયારે ધ્યાન નો લાંબા સમય સુધી અભ્યાસ કરવામાં આવે-ત્યારે-
"સર્વ-સંસ્કારો ના સંગ્રહ-પાત્ર-રૂપ" "સ્મૃતિ" (યાદો ના સંગ્રહ વાળી બુદ્ધિ) શુદ્ધ થાય,તો-
એ "ત્રણે" ને એકબીજા થી સ્પષ્ટ રીતે અલગ પાડવાનું શક્ય બને છે,અને જેને
"નિર્વિતર્ક" અથવા પ્રશ્ન-રહિત સમાધિ કહેવામાં આવે છે.

  • एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता (૪૪)

આ પ્રક્રિયા  (વિચાર-સહિત કે વિચાર-રહિત) દ્વારા,કે જેમાં ધ્યાનના વિષયો સૂક્ષ્મ હોય છે,
તેમનો પણ ખુલાસો થઇ જાય છે. (૪૪)

આગળ કહેલી પ્રક્રિયાને મળતી જ પ્રક્રિયા અહીં ફરીવાર લાગુ પડે છે-પણ ફરક-માત્ર એટલો છે કે-
તે સમાધિઓમાં ધ્યાનના વિષયો સ્થૂળ હોય છે પણ અહીં આની અંદર સૂક્ષ્મ વિષયો છે.
  PREVIOUS PAGE           
        NEXT PAGE       
     INDEX PAGE