Dec 8, 2017

પતંજલિના યોગસૂત્રો-20-Yogsutra of Patanjali-Gujarati

क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनतासमापत्तिः (૪૧)
જે યોગી ની વૃત્તિઓ આ રીતે ક્ષીણ થઇ ગઈ હોય છે તેનું ચિત્ત શુદ્ધ સ્ફટિકની જેમ,"ગ્રહણ-કર્તા,ગ્રાહ્ય-વસ્તુ અને ગ્રહણ કરવાનું સાધન" સાથે તાદામ્ય અને એકરૂપતા પ્રાપ્ત કરે છે.(૪૧)

આગળ આવી ગયેલ  સુત્રો યાદ કરીએ તો તેમાં પતંજલિ એ કહ્યું કે-"ધ્યાન નો વિષય" પ્રથમ -સ્થૂળ.
પછી આગળ વધતાં સૂક્ષ્મ અને તેથી યે આગળ વધતાં એથીયે વધુ સૂક્ષ્મ હોય છે.
ધ્યાનના પ્રકારોનું ફળ એ છે કે-આપણે સ્થૂળ પદાર્થોના જેટલી જ સહેલાઈથી સૂક્ષ્મ વસ્તુઓ પર ધ્યાન
કરી  શકીએ છીએ.
આ અવથામાં યોગી ત્રણે વસ્તુઓ "ગ્રહણ-કર્તા,ગ્રાહ્ય-વસ્તુ અને ગ્રહણ કરવાનું સાધન" એટલે કે -અનુક્રમે-
"પુરુષ (ગ્રહણ-કર્તા)-બાહ્ય પદાર્થો (ગ્રાહ્ય-વસ્તુ) અને મન (ગ્રહણ કરવાનું સાધન)" જોઈ શકે છે.

ધ્યાન માટેના વિષયો જે આપ્યા છે તેમાં-
પ્રથમ-સ્થૂળ-વસ્તુઓ-જેવી કે શરીરો-અથવા ભૌતિક પદાર્થો છે.
બીજું-સૂક્ષ્મ વસ્તુઓ-જેવી કે મન-ચિત્ત-બુદ્ધિ વગેરે છે.
ત્રીજું -વધુ સૂક્ષ્મ એવો-ઉપાધિ-યુક્ત પુરુષ -એટલે કે ઉપાધિ રહિત પુરુષ નહિ -પણ અહમ (અહંકાર-હું પણું)

અભ્યાસ વડે યોગી આ બધાં ધ્યાનોમાં સ્થિર થઇ શકે છે.જ્યારે જ્યારે તે ધ્યાન કરે,ત્યારે ત્યારે તે
બીજા બધા વિચારોને દૂર રાખી શકે છે.અને તે જેનું ધ્યાન કરે તેની સાથે તદ્રુપ થઇ શકે છે.
જયારે તે ધ્યાન કરે છે ત્યારે તે સ્ફટિક જેવો હોય છે,જેમ,સ્ફટિક ની જોડે જે રંગ નાં ફૂલો પડ્યાં હોય તેના જેવો તે સ્ફટિક દેખાય છે,તેમયોગી પણ જેનું ધ્યાન કરતો હોય છે તેના જેવો દેખાય છે.

  • तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः  (૪૨)

"શબ્દ,અર્થ અને તેનું જ્ઞાન" એ ત્રણે જેમાં મિશ્રિત થયેલાં હોય તેને "સવિતર્ક-સમાધિ" કહે છે. (૪૨)

અહીં "શબ્દ" નો અર્થ છે "કંપન" --"અર્થ" એટલે એ કંપન ને લઇ જનારા જ્ઞાન-તંતુના પ્રવાહો--અને-
"જ્ઞાન" એટલે "તેની સામે થતી પ્રતિક્રિયા"

અત્યાર સુધીમાં જે જુદા જુદા પ્રકારનાં ધ્યાનોને પતંજલિ "સવિતર્ક" (વિતર્ક=પ્રશ્ન -સહિતનાં) ધ્યાન કહે છે.
આગળ ઉપર તે આનાથી વધુ ને વધુ ઉચ્ચ પ્રકારનાં ધ્યાન વિશે કહે છે.
આ સવિતર્ક પ્રકારનાં ધ્યાનોમાં જ્ઞાતા (જાણનાર) અને જ્ઞેય (જાણવાની વસ્તુ-બ્રહ્મ)નું "દ્વૈત" રહે છે.
ને આ "દ્વૈત" એ "શબ્દ-અર્થ-જ્ઞાન" ના મિશ્રણથી પેદા થાય છે.

આગળ બતાવ્યું તેમ -પ્રથમ હોય છે -"શબ્દ-રૂપી" બાહ્ય-કંપન,
આ કંપન ઇન્દ્રિયોના જ્ઞાન-તંતુઓ ના પ્રવાહો દ્વારા અંદર લઇ જવાય છે ત્યારે બને  છે "અર્થ" અને
ત્યાર પછી ચિત્તમાં પ્રતિક્રિયા રૂપે જે તરંગ ઉઠે છે તે "જ્ઞાન"

પરંતુ સામાન્ય-રીતે આપણે જે જ્ઞાન કહીએ છીએ તે તો આ ત્રણેનું "મિશ્રણ" છે.
અત્યાર સુધી માં આવી ગયેલા સઘળાં ધ્યાનોમાં ધ્યાનનો "વિષય" આ "મિશ્રણ" હોય છે.
પણ એ પછીની સમાધિ "નિર્વિતર્ક " એ વધુ ઉંચી છે.
  PREVIOUS PAGE           
        NEXT PAGE       
     INDEX PAGE