Mar 7, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-101


(૨૧) સરસ્વતી અને લીલા નો સંવાદ

દેવી કહે છે કે-જેમ, આંખો ઉઘાડવાથી,નજર સમક્ષ-તુરત જ સઘળાં રૂપો -પુરી રીતે પ્રતીત થાય છે,
તેમ,જીવ ને "મરણ-રૂપ-મોહ" થયા પછી-તુરત-જ-"અનેક જગત" પ્રતીત થાય છે.

જેમ, સ્વપ્ન માં પોતાના મરણ ની પોતાને પ્રતીતિ થાય છે,તેમ જીવે,સંસારમાં જે કાર્યો કર્યા હોય,
દેખેલાં હોય કે અનુભવેલા હોય-તે કાર્યો માં પણ "મેં કર્યા" એવી પ્રતીતિ થાય છે.
આ પ્રમાણે-ચિદાકાશની અંદર "માયા-રૂપી-આકાશમાં" અનંત ભ્રાન્તિઓ સ્ફૂરે છે.

આ જગત નામની નગરી -એ ભીંત -વગર-જ ચિતરાયેલી છે.માટે "કલ્પના-માત્ર"  જ છે.
"આ જગત છે અને આ સૃષ્ટિ છે " એ રીતે "વાસના" જ સ્ફૂરે છે. અને
આ વાસના -એ-નજીક હોય તેમાં દૂર-પણા નો અને ક્ષણમાં કલ્પ-પણા નો વિપરીત ભ્રમ કરે છે.
વાસના બે પ્રકાર ની છે-એક-અનુભવેલા વિષયો ની અને બીજી-નહિ અનુભવેલા વિષયોની.

જેમ સ્વપ્ન માં ભ્રમ ને લીધે બીજા કોઈના પિતાને જોઈને પોતાના પિતાની વાસના થાય છે-તેમ-
આ સંસારમાં નહિ અનુભવેલામાં પણ અનુભવેલા-પણા ની વાસના કોઈ સમયે ઉદય પામે છે.
તો-કોઈ વાર -કોઈને-કોઈ પણ-વાસના વગર જ જગતનો અનુભવ થાય છે.
દાખલા તરીકે -બ્રહ્મા ને પૂર્વ ની વાસના વિના જ જગતનો આરંભથી જ અનુભવ થયો હતો.

હે,સુંદરી,જગત નું જે અત્યંત વિસ્મરણ થાય -તે જ "મોક્ષ" કહેવાય છે. અને મોક્ષની એ સ્થિતિમાં કોઈને
કંઇ પણ પ્રિય-કે-અપ્રિય રહેતું નથી,કે બીજા કોઈ પદાર્થો પણ રહેતા નથી.
અહંકાર અને અવિદ્યા (અજ્ઞાન) નો અત્યંત અભાવ થયા વિના-મોક્ષ ઉદય પામતો નથી.
જો કે તે (મોક્ષ કે મુક્તિ -તો) સ્વાભાવિક રીતે જ "વિદ્યમાન" (હાજર) જ છે.

જેમ,રજ્જુમાં થયેલ ભ્રમ-રૂપી સર્પ,એ વાસ્તવિક રીતે નહિ હોવા છતાં
તેનો અત્યંત અભાવ સમજાય નહિ,ત્યાં સુધી તે ભ્રમ ટળતો નથી,
તેમ,બ્રહ્મ માં પ્રતીત થયેલું આ ભ્રમ-રૂપ-જગત -એ -જ્યાં સુધી તે જગતનો
અત્યંત અભાવ "સમજાય નહિ"  ત્યાં સુધી ટળતું નથી.

સમાધિ દશામાં "જગતની ભ્રાંતિ"થી છૂટવાનો અનુભવ,તે સમાધિ દરમ્યાન થોડો સમય થાય છે
પણ સમાધિ છૂટ્યા પછી -પાછી -જગતની ભ્રાંતિ ઉદ્ભવે જ છે.
એટલે તે અર્ધ-શાંતિ ઉપરથી જગતનો ભ્રમ શાંત પડી ગયો છે તેમ સમજવું  નહિ જોઈએ.
"આ જે વિસ્તીર્ણ સંસાર છે -તે બ્રહ્મ જ છે,એવો નિશ્ચય છે"
અને જગત એ અવિદ્યા (અજ્ઞાન) ને લીધે ભાસે છે,અને એ અવિદ્યા-રૂપી કારણ દૂર થાય-તે પછી-પણ-
જો પુનરાવૃત્તિ ને લીધે જો જગત સ્ફૂરે તો-તેને મિથ્યા જોયેલું હોવાને લીધે બંધન-કારક થતું નથી.

લીલા કહે છે કે-
હે,દેવી,તમે કહી ગયા કે-"અમારા આ રાજા-રાણીના જન્મમાં,અગાઉના બ્રાહ્મણ-બ્રાહ્મણીના
જન્મ-સમયમાં અનુભવેલી વાસના કારણ-રૂપ છે"
અને જો  એમ હોય તો,અત્યારના સમયના જે દૃશ્ય-પદાર્થો છે-તેઓ તે સમયે -તો-નહોતા,
માટે તેમનો અનુભવ થયેલો ન જ હોવો જોઈએ,
અને તે અનુભવ વિના તેમનો સંસ્કાર પણ ન રહેવો જોઈએ.અને

આમ સંસ્કાર જો રહ્યો ના હોય,તો પછી આ સમયના દૃશ્ય-પદાર્થો કેમ ઉભા થાય છે?



   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE