Apr 4, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-130



સરસ્વતી કહે છે કે-તે રાજા,તે ચાકરો.દાસીઓ-એ પરસ્પર બધા "ચિદાકાશ" ના એકત્વ-પણા થી,
ચૈતન્ય ના "પ્રતિભાસ-પણા" થી અને "મહા-નિયતી" ના નિશ્ચય થી પ્રતિબિંબ ની પેઠે-એકબીજાને જુએ છે.
અને તેઓ એક બીજાને પહેલાંની જેમ જ પોતાનાં જ જાણશે .
પણ આ આખું આશ્ચર્ય-કારક વૃતાંત-તું,હું અને તે લીલાદેવી (બીજી) વિના બીજું કોઈ જાણશે નહિ.

જ્ઞાની લીલા પૂછે છે કે-વરદાન પામેલી તે લીલા તેના સ્થૂળ શરીરથી પતિ પાસે કેમ ના ગઈ?
સરસ્વતી કહે છે કે-છાયા જેમ તડકામાં જઈ શકતી નથી તેમ,અપ્રબુદ્ધ બુદ્ધિવાળા મનુષ્યો,
પુણ્ય થી મળતા સિદ્ધલોકમાં સદેહે (એ ના એ દેહે) જઈ શકતા નથી.
વિદ્વાન લોકોએ સૃષ્ટિના આરંભથી એવો નિયમ કર્યો છે કે-કદી પણ સત્ય એ અસત્ય ને મળી શકે નહિ.
જ્યાં સુધી અમુક ઠેકાણે,ભૂત છે એવી બાળકના મનમાં બુદ્ધિ (અપ્રબુદ્ધ બુદ્ધિ) હોય છે
ત્યાં સુધી,"ભૂત નથી" -એવી બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થાય?

જ્યાં સુધી આત્મામાં અવિવેક નો તાપ રહેલો છે,ત્યાં સુધી વિવેક-રૂપી ચંદ્રમા ની શીતળતાનો  ઉદય  
ક્યાંથી થાય? " હું પૃથ્વીમાં રહેનાર પ્રાણી છું અને આકાશ વિષે મારી ઉત્તમ ગતિ નથી" એવો જે મનુષ્યમાં
નિશ્ચય થયો હોય,તે મનુષ્ય તેનાથી અવળો (ઉંધો) નિશ્ચય કેવી રીતે કરી શકે?

આથી જ્ઞાનથી,વિવેકથી,પુણ્યથી અને વરદાનથી -બનેલ પુણ્ય-રૂપ દેહ વડે જ બીજા લોક માં જવાય છે.અને.
જેવી રીતે સુકાયેલાં પાંદડાં અગ્નિમાં પડવાથી તરત જ બળી જાય છે,
તેવી રીતે જ્ઞાન-વગેરે થી "હું દેહ છું-આ મારો દેહ છે" એવી બુદ્ધિ નો નાશ થઇ જાય છે.
આમ,વરદાન અને શાપ પણ પ્રાણીને પોતાના પૂર્વની વાસના ના કર્મના અનુસારથી પ્રાપ્ત થાય છે.

જેવી રીતે તમે મન ને સ્મરણ આપ્યું -તેથી તમને બધું જ્ઞાન પ્રાપ્ત થયું,
તેવી રીતે વિચાર કરવા થી જ્ઞાન થાય છે.
જે દોરી વિષે સર્પ ની બુદ્ધિ છે,તે દોરી સર્પ નું કાર્ય કરવાને સમર્થ નથી.કારણકે-
જે વસ્તુ પોતાનામાં નથી તે તેનું કાર્ય કેવી રીતે કરી શકે?

"અમુક મનુષ્ય મરી ગયો" એવી રીતનો જે (મિથ્યા) અનુભવ થાય છે,
તે પૂર્વકાલ ના દૃઢ અભ્યાસ થી થાય છે.
જગત ની જાળનો પોતાને અનુભવ થયા પછી,સ્મૃતિ ના ભ્રમો સહજ જાણવામાં આવે છે. અને -
પોતાના સંકલ્પ નો પોતાને જેવો અભ્યાસ થાય,તેવો બીજા ને તે સંકલ્પ નો અભ્યાસ થતો નથી.

જયારે ભ્રાંતિ થી,આકાશમાં બે ચંદ્ર જોવામાં આવે છે,ત્યારે તેમાંનું -એક બિંબ સાચું છે અને બીજું,
બિંબ આકાશમાં દેખાવા છતાં ખોટું છે,અને તે માત્ર અંતઃકરણ માં જ રહેલું છે.
તે પ્રમાણે અજ્ઞાની મનુષ્ય ને ભૂત-સમૂહ ની બહાર જે સંસાર અનુભવમાં આવે છે,તે-
અંતઃકરણ માં જ રહેલો છે અને બહાર નથી.

(૫૪) મરણ નો ક્રમ-કર્મના આચરણ થી ભોગ તથા આયુષ્ય નું પ્રમાણ

દેવી સરસ્વતી કહે છે કે-આથી જે મનુષ્યો તત્વ-જ્ઞાની છે,તથા પરમ ધર્મ નો આશ્રય કરનાર છે,તેઓ,
બ્રહ્માદિ લોક ને પામે છે,બીજા તેને પામી શકતા નથી.
જેમ તડકામાં છાયાની સ્થિતિ થતી નથી,તેમ મિથ્યા બ્રહ્મ-રૂપ (આધિભૌતિક) દેહની -સત્ય-રૂપ
બ્રહ્માદિ-લોકમાં સ્થિતિ થતી નથી.
તે (બીજી)લીલાને તત્વ-જ્ઞાન નહોતું,તથા  તેણે યોગનો અભ્યાસ -વગેરે નો આશ્રય કર્યો નહોતો,
તેથી તે માત્ર પોતાના પતિના કલ્પિત નગરમાં ગઈ (બ્રહ્માદિ -લોકમાં નહિ)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE