May 20, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-166


પ્રથમ તે રાક્ષસીએ પોતાના આત્મામાં મન થી કલ્પિત સૂચી-પણું જોયું,ત્યાર પછી પ્રાણવાયુ-રૂપ તે
જીવ-સૂચી-એ પ્રાણ સાથે પ્રવેશ કર્યો,અને તે પ્રાણવાયુ-રૂપ  શરીર થી તે તપ કરવા ચાલી.
એક પગ પર ઉભા રહી તેણે હજાર વર્ષ તપ કર્યું,ત્યારે તેની સંસારની સ્ફુરણા-માત્ર નિવૃત્ત થઇ,
તેથી પરમાત્મા નો વિચાર કરતાં તેનું મન નિર્મળ થયું,અને તેના જ્ઞાનનો ઉદય થયો.
જ્ઞાનનો ઉદય થવાથી તેને “કાર્ય-કારણ” ની ખબર પડવા માંડી અને તેને પરમ પવિત્ર-પણું પ્રાપ્ત થયું.
તપ કરવાથી તેના પાપનો નાશ થયો અને તેથી તેને તત્વજ્ઞાન પ્રાપ્ત થયું.તે પોતે જ આત્મ-બુદ્ધિથી.
બ્રહ્મ-જ્ઞાની થઇ.અને પોતાના સુખ ને સૂચવનારી થઇ.
સાત લોક ને સંતાપ કરે તેવું દારુણ તપ તેણે સાતહાજર વર્ષ સુધી કર્યું.તેના ઉગ્ર તપ ના તાપને લીધે.
પર્વત પણ બળવા માંડ્યો અને તેથી આખું જગત તપતું હોય એમ જણાવા લાગ્યું.
આ જોઈને ઇન્દ્ર ને આશ્ચર્ય થયું અને તેણે નારદ-મુનિ ને પૂછ્યું-કોના તાપને લીધે આ જગતનો
પરાભવ થાય છે?ત્યારે નારદ-મુનિએ રાક્ષસીના તપની વાત કરી. અને કહ્યું કે-
આ રાક્ષસી ના તપ થી સમુદ્ર અને મેઘ સુકાઈ જાય છે અને સૂર્ય પણ દિશાઓ સાથે મલિન થઇ જાય છે.
(૭૩) વાયુ-દેવતાએ કર્કટી રાક્ષસી ની શોધ કરી
વશિષ્ઠ કહે છે કે-કર્કટી ની વાત સાંભળી ઇન્દ્ર કુતુહલ પામ્યો અને તેણે નારદજીને પૂછ્યું-
કે-તે રાક્ષસીએ તપ કરીને પિશાચની વૃત્તિ વાળું સૂચી-પણું મેળવીને કેવાં વૈભવ ભોગવ્યા તે કહો.
ત્યારે નારદજીએ રાક્ષસી ના સૂચી (સોય) ના શરીર થી ભોગવેલા વૈભવ નું વર્ણન કરી ને કહ્યું કે-
હે,ઇન્દ્ર,પિશાચ-પણા ને પામેલ તે રાક્ષસી (જીવ-સૂચી) ને પ્રથમ કાળા લોઢાની સોયનો આશ્રય હતો,
ત્યાર પછી તેનો ત્યાગ કરીને આકાશના વાયુ-રૂપી-રથ દ્વારા,પ્રાણવાયુ ના માર્ગ થી તે મનુષ્યોના દેહમાં
પેસીને કાળો કેર મચાવ્યો હતો,પણ એક દિવસ તેને સૂચીના (સોય ના) નાના દેહ તરફ અણગમો થયો,
અને પોતાનો પ્રથમનો દેહ પાછો મેળવવા તેને સાત હજાર તપ કર્યું છે.માટે તે રાક્ષસી ને વરદાન મળે
તેવો પ્રયત્ન કરો નહિતર તેનું તપ સર્વ લોકોને બાળી નાખવા –સમર્થ છે.
વશિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે નારદજી ના વચન સાંભળીને ઇન્દ્રે વાયુદેવ ને તે રાક્ષસીને જોવા (શોધવા)
સારું દશે દિશામાં જવાની પ્રેરણા કરી. ત્યારે તે રાક્ષસી ની શોધમાં એ વાયુ-દેવતાએ (પવને) પોતાના
અનંત દિગંતો ને પૂરનારા દેહને પથારી દીધો,સાત દ્વીપ,સાત સમુદ્ર અને પૃથ્વી પર ની પીઠ પર એ
ચોમેર ઘૂમી વળ્યો,અને આમ લાંબો પંથ કાપ્યો હોવાથી તેને જાણે થાક લાગ્યો હતો ત્યારે તેણે,
આકાશને આલિંગી રહ્યું હોય એવું જણાતું હિમાલય નું ઊંચું શિખર જોયું.અહીં ઉતરી તેણે વિશ્રાંતિ લીધી.
(૭૪) કર્કટી (સૂચિકા કે સોય) ને થયેલું જ્ઞાન

વશિષ્ઠ કહે છે કે-હિમાલય પર્વતના શિખરની જાણે મધ્ય-શિખા હોય,તે રીતે રહેલી તે રાક્ષસીને પવને દીઠી.
તે રાક્ષસી એક પગે ઉભી હતી,મસ્તક ની ગરમી થી સૂકાતી હતી,અને અનશન વ્રત થી તેના પેટની ચામડી,
પિંડ ની પેઠે સુકાઈ ગઈ હતી.માત્ર  એકવાર તે મુખ ઉઘાડી પવન તથા તડકો ગ્રહણ કરે છે,
પણ હ્રદયમાં અવકાશ ના હોવાથી,તે તડકો ને વાયુ બહાર ને બહાર જ રહે છે.
આ પ્રમાણે તપ કરતી તે રાક્ષસીને જોઈ પવન ને (વાયુ-દેવને) અત્યંત આશ્ચર્ય થયું,અને તેને પ્રણામ કર્યા.
રાક્ષસીના તેજ-પુંજ થી તે પરાભવ પામ્યો અને “તું શાના માટે તપ કરે છે?” એમ પૂછવાની પણ તેની
હિંમત રહી નહિ.”અહો,ભગવતી સૂચિકા નું કેવું આશ્ચર્યકારક તપ છે!!” એવો વિચાર કરતાં કરતાં,પવને,
ત્યાંથી પાછું આકાશમાર્ગે પ્રયાણ કર્યું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE