Jun 14, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-191


તે પછી,તેમને અગ્નિ ની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા,તો ત્યાં પણ દુઃખ થવાને બદલે એકબીજાના સ્મરણ થી
હર્ષ પામીને આનંદ પામવા લાગ્યા.રાજાએ પૂછ્યું તો તેમણે પ્રથમ ની જેમ જ ઉત્તર આપ્યો.
ત્યાર બાદ તેમને હાથીના પગે બાંધવામાં આવ્યા,ચાબખા મારવામાં આવ્યા –તો પણ તેઓ જરા પણ ખેદ
પામ્યા નહિ,દરેક વખતે –તેમને પુછવામાં આવતાં તેઓ –એનો એ જ ઉત્તર આપતા હતા.
ઇન્દ્ર-બ્રાહ્મણ રાજાને કહે છે કે-હે,રાજા.આ આખું જગત મારે પ્રિયા (અહલ્યા) રૂપ છે,માટે તમે મને જે શિક્ષા
કરો છો તેનું મને જરા પણ દુઃખ થતું નથી.વળી આ તમારી સ્ત્રી (અહલ્યા)ને પણ આ આખું જગત મારા-મય છે.તેથી તેને પણ તમારી શિક્ષાનું દુઃખ નથી.તમે હજુ બીજી શિક્ષા કરશો -તો પણ અમને દુઃખ થશે નહિ.
હે,રાજા, હું તો મન-માત્ર છું.અને મન એ જ પુરુષ છે.આ જે પ્રપંચ જોવામાં આવે છે,
તે પણ મન નો જ વિસ્તાર છે.એકદમ કરેલા આવા દંડો થી “વીર-મન” નું ભેદન થઇ શકતું નથી.
કોઈ મનુષ્ય પાસે એવી શક્તિ નથી કે-દ્રઢ નિશ્ચય-વાળા મનનું ભેદન થાય.
ભલે દેહ વૃદ્ધિ પામે કે વીંખાઈ જાય,પણ પ્રિય પદાર્થમાં અભિનિવેશ (કે-આસક્તિ)વાળું મન
પ્રથમ ની જેમ જ રહે છે.અને તે મન ની પરિસ્થિતિ માં ફેરફાર થતો નથી.
તીવ્ર વેગવાળા મન વડે જેની ભાવના થયેલી હોય,તેનો બાધ કરવાને,શરીરમાં રહેલા ભાવ તથા અભાવ,
પણ સમર્થ થતા નથી.જે પદાર્થ માં મન બંધાયું હોય,તે પદાર્થ ને જ સ્થિર-પણાથી જુએ છે.
તે શરીર ની ચેષ્ટા ને જોતું નથી.
હે,રાજા,”વરદાન અને શાપ”-વગેરે જે જે ક્રિયા છે તે પણ “અતિ-તીવ્રતા થી ઇષ્ટ પદાર્થ માં પ્રવેશ કરેલા”
મન ને ચલાયમાન કરવામાં સમર્થ નથી.જેવી રીતે,મૃગલાં-પર્વતને ચલાયમાન કરી શકે નહિ,
તેવી રીતે,મન ને ઇષ્ટ હોય એવી વસ્તુમાંથી ચલાયમાન કરવાને કોઈ પણ મનુષ્ય સમર્થ નથી.
મંદિરમાં જેમ દેવી ભગવતી ની સ્થાપના કરવામાં આવે છે
તેમ,મારા મન-રૂપી કોશમાં આ રાણી ની સ્થાપના થયેલી છે,અને
જેવી રીતે જે પર્વત ની આસપાસ ચારે બાજુ મેઘ-માળા (વાદળો) વીંટાયેલી હોય
તે પર્વત ને ગ્રીષ્મ-ઋતુ ના તાપ નું દુઃખ થતું નથી,
તેવી રીતે,મારા જીવ ની રક્ષા કરનારી,આ પ્રિયા  સાથે રહીને મને કંઈ પણ દુઃખ થતું નથી.
હે,રાજા, હું જ્યાં જ્યાં રહું છું,કે પડું છું,ત્યાં ત્યાં ઇષ્ટ-સમાગમ વિના બીજો કંઈ પણ અનુભવ મને થતો નથી.
અહલ્યા નામની આ પ્રિયાની સાથે  આ ઇન્દ્રનું (મારું) મન બંધાયું છે-
તે બીજે કોઈ પણ સ્થળે જઈ શકે તેમ નથી.

હે,ભૂપતિ,મેરુ-પર્વત જેમ કોઈ દિવસ ચલાયમાન થઇ શકે નહિ,તેમ એક કાર્યમાં પ્રવેશ થયેલું,
ધીરજ વાળા પુરુષનું મન એ વરદાન કે શાપના બળથી પણ ચલાયમાન થઇ શકતું નથી.
જેવી રીતે વનમાં ઉગેલા વૃક્ષ કે વેલા ના રસમાં જળ એ જ મુખ્ય કારણ છે,તેવી રીતે,આ દેહમાં
વૃથા ઉત્પન્ન થયેલા હાથ-પગ વગેરે એ મન નું કારણ જ મુખ્ય કારણ છે.
આ જગતમાં આદ્ય શરીર તે મન જ છે,અને મન વડે જ આ જગતમાં બીજા શરીરના સમુહો કલ્પેલા છે.
મન વિના શરીરના કોઈ પણ અવયવ ની કાર્ય ની સિદ્ધિ થતી નથી.
જે પ્રમાણે અન્કુરમાંથી વૃક્ષ-વગેરે ઉત્પન્ન થાય છે,તે જ પ્રમાણે,દેહ-રૂપી વૃક્ષ નું મન એ મુખ્ય અંકુર છે.
અને તે મન થી જ દેહના અવયવો ઉત્પન્ન થાય છે.અને અંકુર(મન) ના નાશ થવાથી તે દેહના અવયવો,
ઉત્પન્ન થતા નથી. વળી,તે જ પ્રમાણે દેહનો નાશ થવાથી મન-રૂપી અંકુર અક્ષય  હોવાથી,તેમાંથી પાછા વિવિધ દેહના સમૂહ ઉત્પન્ન થાય છે.પણ મન નો જ ક્ષય થાય તો દેહ થી કંઈ પણ કાર્ય થઇ શકતું નથી.
આથી હે,રાજા,હું જે જે દિશામાં નજર નાખું છું ત્યાં ત્યાં હું આ સુંદર નયન-વાળી  સ્ત્રી ને જ જોઉં છું.અને
મારું મન આ પ્રિયા માં હોવાથી,હું નિત્ય આનંદમાં જ રહું છું,તમારા નગરનાં મનુષ્યો,કારભારીઓ અને તમે –મને જે જે દુઃખ આપો છો,તે તે દુઃખ હું થોડી વાર માટે પણ દેખતો નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE