Aug 18, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-254


કાળ કહે છે કે-
જેમ, અગ્નિ-શિખા,પોતાની મેળે જ ઉંચી જાય છે,
જેમ,જળ પોતાની મેળે જ નીચા પ્રદેશ તરફ વહી જાય છે,અને જેમ ભોજન ભોક્તા પાસે જાય છે
તેમ,સૃષ્ટિનો અંતકાળ કરનાર “કાળ” પાસે જીવો પોતાની મેળે જ જાય છે.
આ સમગ્ર જગત મારા ભોજન તરીકે જ કલ્પેલું છે
કારણકે-પરમાત્મા પોતે જ જગત -રૂપે પ્રકાશે છે અને  પોતે જ તેનો સંહાર કરે છે.
તાત્વિક દૃષ્ટિ થી-જ્ઞાનથી વિચાર કરતાં,કોઈ કર્તા નથી ને કોઈ ભોક્તા નથી.જયારે
અજ્ઞાની દૃષ્ટિ થી વિચાર કરતાં ઘણા કર્તા છે.
માટે,હે,બ્રહ્મન,જેને તત્વનો સાક્ષાત્કાર થયેલો નથી,તેણે જ,માત્ર,કર્તાપણું અને અકર્તાપણું કલ્પેલું છે.
પણ જેને તત્વજ્ઞાન છે તેને,કર્તાપણું કે અકર્તાપણું નથી.
જેમ,વૃક્ષના સમૂહોમાં પુષ્પો પોતાની મેળે જ આવે છે ને જાય છે,અને તેમની હયાતિ દરમિયાન તેમનાં
નામ કલ્પાય છે,તેમ,ભવનોમાં પ્રાણીમાત્ર પોતાની મેળે જ આવે છે જાય છે અને તેમનાં પણ,તેમની
હયાતિ દરમિયાન નામ વગેરે કલ્પાય છે.
જેમ,પાણીમાં રહેલા (પડેલા) ચંદ્રના પ્રતિબિંબ ના ચલનમાં (ચંદ્ર નું) કર્તા-પણું કે અકર્તા-પણું ,એ,
સત્ય નથી કે અસત્ય પણ નથી.તેમ,જ, સૃષ્ટિમાં કાળનું કર્તા-પણું કે અકર્તા-પણું સમજવાનું છે.
જેમ,કોઈ રજ્જુમાં સર્પ ની કલ્પના કરે
તેમ,મન,મિથ્યા-ભ્રમ-રૂપી-ભોગ માં કર્તા-અકર્તા-પણાની કલ્પના કરે છે.
માટે હે,મુનિ,તમે આકુળ થઈને-મારા અપરાધ વિના,મારા પર ક્રોધ કરો નહિ.
આપત્તિ નો એવો જ ક્રમ છે.માટે તમે સત્ય વસ્તુનો વિચાર કરો.
અમે (કાળ) ભ્રાંતિ થી કલ્પિત નામ અને પૂજામાં પ્રીતિ-વાળા નથી,વળી અભિમાનને વશ થયેલા પણ નથી,
આ હું તમારી પાસે આવ્યો છું,તે માત્ર તમે તપસ્વી છો,અને માનનીય છો એમ ધારીને આવ્યો છું.

જગતની મર્યાદા નું પાલન કરનાર પરમેશ્વરની “ઈચ્છા-રૂપી-નિયતિ”ના પરવશ-પણા થી,
ડાહ્યા મનુષ્યો,વ્યવહાર ની “ઈચ્છા-રૂપી-નિયતિ" ને અનુસરી રહેલા હોય છે.
માટે ચતુર મનુષ્યે,અવશ્ય કર્તવ્ય-કર્મ કરવું જોઈએ.
અને તેથી તમે તમો-ગુણનો આશ્રય કરીને-તેનો નાશ કરો નહિ.
જ્ઞાની ના સર્વ-પ્રસિદ્ધ માર્ગમાં તમે અંધ ની જેમ કેમ મોહ પામો છો?
હે,મુનિ,તમે પોતાનાં કર્મ-ફળના પાકથી ઉત્પન્ન થયેલી દશાનો શા માટે વિચાર કરતા નથી?
અને સર્વજ્ઞ હોવા છતાં તમે સામાન્ય મનુષ્ય ની જેમ મને વૃથા શાપ દેવાની ઈચ્છા કેમ કરો છો?

હે,મુનિ,દેહધારી મનુષ્ય-માત્રને બે પ્રકારનું શરીર છે-શું  તે તમે  જાણતા નથી?
મનુષ્યમાત્ર ને એક પ્રસિદ્ધ દેહ-રૂપી શરીર છે અને બીજું મન-રૂપી શરીર છે.
દેહ,જડ છે અને તેનો થોડા નિમિત્તથી પણ તેનો નાશ થાય છે,અને મન સ્થાયી મોક્ષ સુધી રહેનારું છે.
તે મન ક્રોધ-વગેરે થી પીડા પામે છે.પણ,
જેમ,ચતુર સારથી,રથ નું વહન કરે છે તેમ,મન પણ સ્નેહથી દેહ-રૂપી રથનું વહન કરે છે.
જેમ,બાળક,કાદવના પુરુષની કલ્પના કરે છે,
તેવી રીતે મન દેહાંતર (દેહને બદલવાના) વિષયનો "સંકલ્પ" કરે છે તથા,પૂર્વ-સિદ્ધ દેહનો નાશ કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE