Aug 23, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-259(૧૩) મન ની શક્તિનું વર્ણન અને ભૃગુએ શુક્રાચાર્ય પાસે જવાની કરેલી તૈયારી

કાળ (ભૃગુને) કહે છે કે-હે ઋષિ,જેમ,સાગરમાંથી તરંગો ઉત્પન્ન થાય છે તેમ,આ ભૂત-જાતિઓ (જીવો)
પરમાત્મામાંથી ઉદય પામી છે.અને એ ભૂત-જાતિઓમાંથી જેમણે મોહને જીત્યો છે અને જેમને પર-અપરનું
જ્ઞાન થયું છે,તે જીવન-મુકતો જ કૃતાર્થ થયા છે.તે સિવાયના બીજા સ્થાવર અને જંગમ જીવો તો –
ભીંત અને લાકડાની પેઠે મૂઢ છે.બીજા કેટલાક ક્ષીણ મોહ-વાળા છે-તેમને માટે શો વિચાર કરવો?

જેમ,સૂર્ય જયારે આકાશમાં વિહાર કરે છે-તો રાત્રિ નો અંધકાર દૂર થાય છે,તેમ,જેમનું અંતઃકરણ શુદ્ધ છે,
તેવા મનુષ્યો-પોતાના દુષ્કર્મો નો નાશ થવા માટે,જો શાસ્ત્ર નો વિચાર કરે –તો તેમની બુદ્ધિ નિર્મળ થાય છે.
જ્યાં સુધી મન નો ક્ષય થયો નથી,ત્યાં સુધી મોહ થાય છે,અને સિદ્ધિ થતી નથી.
કારણકે-ક્ષીણ નહિ થયેલું મન ઝાકળ ની જેમ આવરણ કરે છે અને ભૂતની પેઠે નૃત્ય કરે છે.
હે,મુનિ,સર્વ દેહધારી મનુષ્ય-માત્રને –જે મન છે તે જ સુખ-દુઃખ ના અર્થ ને ભોગવે છે.
પણ આ માંસ-મય શરીર સુખ-દુઃખ ના અર્થ ને ભોગવતું નથી.
આ પંચમહાભૂત માંથી બનેલો –માંસ અને હાડકા નો જે,દેહ દેખાય છે,તે મન ના વિકલ્પ માત્ર થી જ છે.
પણ પરમ-અર્થ (પરમાર્થ) થી વિચાર કરતાં દેહ છે જ નહિ.
હે,મુનિ,તમારા પુત્રે મનથી કરેલા મન-રૂપી શરીર વડે -મન થી જ જે જે વિચાર્યું,તે  તે (સ્વર્ગ અને અપ્સરા)
તેને પ્રાપ્ત થયું. એમાં અમારો કોઈ અપરાધ નથી.
લોક પોતાની વાસનાને લીધે જે જે કર્મ કરે છે,તે તે તેવી જ રીતે તેને જપ્રાપ્ત થાય છે.
તેમાં બીજાને કોઇ જ કર્તા-પણું નથી.
જે,મનુષ્ય પોતાની મનો-વાસના વડે –તેના અનુસંધાનથી જે નિશ્ચય કરે છે-
તે મનુષ્ય નો તે નિશ્ચયને  બીજો કોઈ –પૃથ્વી નો રાજા હોય તો પણ બદલવા સમર્થ થતો નથી.
જે જે સ્વર્ગ-નર્ક ના ભોગ છે,અને જે જે જન્મ-મરણ ની એષણા (ઈચ્છા) છે,તે સઘળું,
મનના મનન-માત્ર થી  જ છે.માટે મન નું જરાક પણ ચલન થવું તે પણ દુઃખ-રૂપ જ છે.
હે ઋષિ તમને હું વધુ શું કહું? હવે,તમે ઉભા થાઓ અને જ્યાં તમારો પુત્ર છે ત્યાં આપણે જઈએ.
તમારો પુત્ર શુક્રાચાર્ય,પોતાના “મન-રૂપી” શરીર થી સ્વર્ગ નું સુખ ભોગવી,
આકાશ-વગેરે ના ક્રમ થી પૃથ્વીમાં અવતરી,ચંદ્ર-કિરણ ના સંયોગે,ઔષધ (ધાન્ય) માં પ્રવેશ કરી અનુક્રમે –
અનેક જન્મ પામ્યો છે અને હમણાં સમંગા નદીને કિનારે તપ કરતો બેઠો છે.
વસિષ્ઠ કહે છે કે-એ પ્રમાણે કાળે ભૃગુ ને કહ્યું,અને જાણે તે જગતની ગતિ સામે (જોઈ) હસવા લાગ્યા.
પછી પોતાનો હાથ લાંબો કરીને ભૃગુ નો હાથ ઝાલ્યો.અને ભૃગુ પોતાના સ્થાનકે થી ઉભા થયા.

અને બંને એ સાથે  મંદર-પર્વત થી સમંગા નદી તરફ પ્રયાણ કર્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE