Aug 13, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-249


એ તો-અનાદિ કાળથી સિદ્ધ છે કે-જે “બ્રહ્મ નું પોતાનું ભાન” છે તે જ “આતિવાહિક-દેહ” છે.
અને બ્રહ્મ પોતે જ "સ્થૂળ-સૂક્ષ્મ ભાવનાના આરોપ"ના ક્રમ વડે જગત-રૂપે જણાય છે.
વન,વાદળાં,આકાશ,દેશ,ક્રિયા અને દિવસ-રાત્રિ ના ક્રમથી યુક્ત આ જગત એ “પરમાણુ”માં જણાય છે.

એ પરમાણુ ની અંદર બીજો પરમ-અણું વિસ્તાર પામીને રહેલ છે,
અને તેની અંદર પ્રકાશ પામતા પર્વતના સમુહો શોભે છે.
તેની અંદર પણ,તેવી જ રીતે અને દૃશ્ય જગત થી શોભતો બીજો પરમાણુ દેખાય છે,
પણ તે વાસ્તવિક રીતે મિથ્યા છે.
જ્ઞાનીની દ્રષ્ટિએ,આ દૃશ્ય જગત,કેવળ "શાંત અને અવ્યય રૂપ" જ છે
અને અજ્ઞાની ની દ્રષ્ટિએ તે,પ્રકાશિત ભુવન થી યુક્ત છે.
જેવી રીતે એક અણુંમાં બીજા હજારો અણુંઓ દેખાય છે,તેવી રીતે બ્રહમાંડ વડે વિકાસ પામેલું આ જગત છે.
જેવી રીતે થાંભલામાં એક પૂતળી હોય અને તેના અંગમાં કોઈ બીજી પૂતળીની કલ્પના કરે,અને તે બીજી
પૂતળીમાં કોઈ, ત્રીજી પૂતળીની કલ્પના કરે,તેવી રીતે આ ત્રૈલોક્ય-રૂપી (પહેલી) પૂતળી રહે છે.
જેમ,પર્વતમાં રહેલા પરમાણુ તેનાથી ભિન્ન નથી,અને ગણી શકાય તેવા પણ નથી,
તેમ,બ્રહ્મ માં રહેલા ત્રૈલોક્ય-રૂપી પરમાણુઓ તેનાથી ભિન્ન નથી અને ગણી શકાય તેવા નથી.
એટલે કે “ચૈતન્ય-રૂપી-સૂર્ય”માં ત્રૈલોક્ય-રૂપી પરમાણુ ઉત્પન્ન થાય છે.
જેમ,સૂર્ય ની કાંતિથી જળમાં ને રજમાં અસંખ્ય પરમાણુઓ ભમે છે-
તેમ,ચૈતન્ય-રૂપી આકાશમાં,ત્રૈલોક્ય-રૂપી પરમાણુઓ ભમે છે.
જેવી રીતે,શૂન્ય અને અનુભવ-રૂપ “ભૂતાકાશ” રહેલું છે,
તેવી રીતે સર્ગ ના અનુભવ-રૂપ “ચિદાકાશ” રહેલું છે.
સર્ગ ને સાર-રૂપે જાણવાથી અધોગતિ થાય છે,અને તે -સર્ગને બ્રહ્મ-રૂપે જાણવાથી કલ્યાણ થાય છે.

જે “વિજ્ઞાનાત્મા” છે અને જે “વિશ્વ ના કારણનું શાસન કરનાર” છે,તે બંને-
પરમ-અર્થ (પરમાર્થ) થી વિચાર કરવાથી,સંપૂર્ણ ચિદાકાશ-રૂપ બ્રહ્મ નું જ સ્વરૂપ છે.
જે-જેમાંથી ઉત્પન્ન થયું છે,તે-તે રૂપ જ છે,એમ સમજવું.
વળી જ્ઞાન થયા પછી સર્વ જાણવાની વસ્તુ-તે “શુદ્ધ-ચૈતન્ય-માત્ર” જ છે.
(૪) જગત નું મૂળ મન છે અને મન ના નાશથી જગતની શૂન્યતા
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,ઇન્દ્રિયો-રૂપી સંગ્રામમાં,”જય-રૂપી-સેતુ” (પુલ) વડે ભવસાગર પર કરી શકાય છે.
બીજા કોઈ કર્મથી (ઇન્દ્રિયો પર જીત મેળવવા-સિવાયનાથી) ભવસાગર પાર થતો નથી.
અને શાસ્ત્ર,સજજનો નો સમાગમ,જ્ઞાનાભ્યાસ અને વિવેક થી જેણે ઇન્દ્રિયો ને જીતી છે,
તે મનુષ્ય જ આ દૃશ્ય જગતનો અત્યંત અભાવ છે તે જાણી શકે છે.

આ,પ્રમાણે સંસાર સાગર ની પંક્તિ જે પ્રમાણે જાય છે અને આવે છે તે –મેં કહી સંભળાવ્યું.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE