Aug 14, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-250



વશિષ્ઠ કહે છે કે-વધારે શું કહું? મન,છે તે જ કર્મ-રૂપી વૃક્ષનો અંકુર છે,
માટે તેનું છેદન કરવાથી જગત-રૂપી વૃક્ષનું છેદન થાય છે.
આ સર્વ જગત મન-રૂપ છે,માટે મન ની ચિકિત્સા કરવાથી,સકળ જગત-જળ-રૂપી રોગની ચિકિત્સા થાય છે.
મન નું “દેહ-આકાર” નું જે મનન છે તે જ (સ્વપ્ન ની પેઠે) ક્રિયા કરવાને સમર્થ-એવા- દેહ-રૂપે થાય છે.
એટલે જ તો-મન વિના દેહ ક્યાં દેખાય છે?
આ દ્રશ્ય જગત અત્યંત અસંભવ છે,એમ જણાયા વિના,મન-રૂપી પિશાચ ને સો કલ્પો સુધી શાંતિ નથી.
માટે મન-રૂપી રોગ નો ઉપચાર કરવામાં –આ દૃશ્ય-જગત અત્યંત અસંભવ “ છે-
એવું જણાવું (અનુભવ થવો) –તે જ ઉત્તમ ઔષધ છે.
આ જે,મન છે તે જ મોહ ઉત્પન્ન કરે છે,
મન ને લીધે જ જન્મ-મરણ છે,અને તે પોતાના જ પ્રસાદથી બંધન આપે છે કે મુક્ત થાય છે.

મન ને લીધે ચિત્ત ની વૃદ્ધિ થવાથી,આ જગત, એ-
વિસ્તાર-વાળા આકાશમાં ગંધર્વ-નગર ની જેમ સ્ફૂરે છે.
જેમ,પુષ્પમાં રહેલી સુગંધ તે પુષ્પ માં રહેલી છે છતાં તેનાથી જુદી જણાય છે,
તેમ,આ વૃદ્ધિ પામેલું જગત,મનમાં સ્ફૂરે છે અને મનમાં રહેલું છે.
તલ માં જેવી રીતે તેલ છે તેમ આ ચિત્તમાં જગત રહેલું છે.
સૂર્યમાં જેવી રીતે પ્રકાશ છે,અગ્નિમાં જેવી રીતે ઉષ્ણતા છે,હિમ માં જેવી રીતે શીતળતા છે,
આકાશમાં જેવી રીતે શૂન્ય-પણું છે,અને વાયુમાં જેવી રીતે ચંચળતા છે,
તેવી રીતે મનમાં રહેલું આ “જગત” છે.

મન છે તે જ આ અખિલ જગત છે.અને અખિલ જગત એ મન જ છે.
આ પ્રમાણે એક બીજા વિના એકબીજાની સ્થિતિ નથી.
પણ એ બંને માંથી જયારે મન નો ક્ષય થાય છે,ત્યારે જગતનો ક્ષય થાય છે.
પણ જગતનો ક્ષય થાય છે ત્યારે મન નો ક્ષય થતો નથી.
(૫) શુક્રાચાર્યને અપ્સરાનું દર્શન અને તેનામાં થયેલી તન્મયતા
રામ કહે છે કે-હે,ભગવન,બહાર સ્ફૂરી રહેલો આ સંસાર મનમાં કેવી રીતે સ્ફૂરી રહ્યો છે?
તે તમે સ્પષ્ટ દૃષ્ટાંત આપીને સમજાવો.
વશિષ્ઠ કહે છે કે-આગળ કથા આવી ગઈ તેમાં -ઇન્દુ બ્રાહ્મણના દશ પુત્રોના મનમાં દૃઢ થયેલાં જગત,
જે પ્રમાણે સ્થિર થઈને રહેલાં હતા,તે પ્રમાણે મનમાં આ જગત રહેલું છે.
ઇન્દ્રજાળ ની કળાથી વ્યાકુળ થયેલા લવણ-રાજાને જેવી રીતે ચંડાળ-પણું પ્રાપ્ત થયું હતું,
તેવી રીતે આ જગત મનમાં રહેલું છે.
જેવી રીતે શુક્રાચાર્ય ને ઘણા કાળ સુધી સ્વર્ગ-ભોગ ભોગવવાની ઇચ્છાથી,
”ભોગાધીનપણું,સંસારીપણું” પ્રાપ્ત થયું હતું,તેવી રીતે આ જગત મનમાં રહેલું છે.
રામ કહે છે કે-ભૃગુના પુત્ર શુક્રાચાર્ય ને સ્વર્ગ ના ભોગ ભોગવવાની ઇચ્છાથી,
ભોગાધીનપણું અને સંસારીપણું કેમ પ્રાપ્ત થયું હતું? તે કથા મને કહો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE