Sep 12, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-279


જેમ,આકાશ એ વાદળાં થી નિઃસંગ છે (આકાશ નો વાદળાં જોડે સંગ હોતો નથી)
તેમ,આત્મા,પોતાનાથી અભિન્ન એવાં ચિત્ત-ઇન્દ્રિયો આદિ થી અને અનંત વાસનાઓ થી નિઃસંગ છે.
તે આત્મા અનર્થ-રૂપ-"દેહાધિક ની ભાવના" ને લીધે,જાણવામાં આવતો નથી.
કારણકે-તે બંધન-રહિત,ચૈતન્ય-રૂપ આત્માએ પોતાના માં જ બંધન ને કલ્પી લીધેલ છે.

જેમ,આકાશ દિવસના અને રાત્રિના સંબંધ ને કારણે જુદાજુદા પ્રકારનું હોય તેમ ભાસે છે,
તેમ,આત્મા પોતાનામાંથી થતી જુદીજુદી વસ્તુઓ ની કલ્પના ને લીધે -જુદા જુદા પ્રકારનો ભાસે છે.
કલ્પના નો ત્યાગ કરવામાં આવે તો-જે પદ અતુચ્છ છે,પરિશ્રમથી રહિત છે,ઉપાધિ થી રહિત છે,
ભ્રમ થી રહિત છે,અને કલ્પનાઓ ના સંબંધ વગરનુંછે-તે પદ બહુ જ સુખ આપે છે.

જેમ,ખાલી કોઠીમાં સિંહ હોવાનો ભય મિથ્યા છે,
તેમ,આ કલ્પિત શરીરની અંદર,બંધન થઇ જવાનો ભય પણ મિથ્યા જ છે.
જેમ,ખાલી કોઠીમાં નજરે જોતાં સિંહ નો પત્તો મળતો નથી,
તેમ,વિચાર કરતાં,આ શૂન્ય શરીરમાં સંસાર-રૂપી-બંધન થયા નો પણ પત્તો મળતો નથી.
જીવ ને "આ જગત છે અને આ હું છું"એવી ભ્રાંતિ ઉતપન્ન થયેલી છે.

વૈભવ અને દરિદ્રતા-રૂપ -શુભ અને અશુભ પદાર્થો -પણ કલ્પનાથી જ જરાવારમાં જતા રહે છે
અને જરાવારમાં પાછા પ્રાપ્ત પણ થાય છે.
માટે પદાર્થોમાં કામ કરવાની જે "શક્તિ" છે તે "કલ્પનાને  અનુસરનારી" છે.

સઘળા પદાર્થો કલ્પના-પ્રમાણે જ ફળ આપનારા છે-
તેમ સમજીને -વિચારીને સમજુ મનુષ્યો,કોઈ પદાર્થ માં એક સ્થિતિ માનતા નથી.
ચિત્ત દૃઢ વાસના થી,જેટલા કાળ સુધી,જે પદાર્થ ની -જે પ્રકારે અતિશય ભાવના કરે છે,
તે પદાર્થમાં તેટલા કાળ સુધી,તેવા પ્રકારનું,તે જ ફળ જોવામાં આવે છે.
એટલે,સાચો નથી તેવો કોઈ પણ પદાર્થ નથી અને ખોટો નથી તેવો પણ કોઈ પદાર્થ નથી.
તેમ છતાં,,હકીકતમાં -વાસ્વિક રીતે તો એમ છે કે-મનુષ્ય પદાર્થને જે પ્રકારનો ધારે છે,તે પ્રકારનો જ  જુએ છે.

માટે હે,રામ,તમે સઘળા  પદાર્થો-રૂપ થનારા-"સંકલ્પ"  ને જ છોડી દો.અને -
સુષુપ્તિ અવસ્થા વાળા ની જેમ,પોતાના "સ્વરૂપ" થી જ રહો.
મણિ-એ પોતાનામાં પડતાં પ્રતિબિંબો ને અટકાવવા સમર્થ નથી.પણ તમારા જેવો ચેતન આત્મા,
પોતાનામાં પડતાં પ્રતિબિંબો ને અટકાવવા સમર્થ ના હોય તેમ તો ના જ બને.
તમારા સ્વ-રૂપ માં જે આ જગત પ્રતિબિંબિત થાય છે તે મિથ્યા જ છે -એવો નિર્ણય કરીને તમે જગતથી
રંગાઓ નહિ.અથવા-તો જે જગત છે તે બ્રહ્મ થી અભિન્ન છે એમ માની ને પોતાની અંદર,
આદિ થી અંતથી રહિત -પોતાના "સ્વ-રૂપ" ની ભાવના કરો.

હે,રામ,તમારા ચિત્તમાં જે જે પદાર્થો પ્રતિબિંબિત થાય છે,તે તે પદાર્થો માં
તમે જો બ્રહ્મ ની ભાવના કરશો તો-તે તમને રંગી દેશે નહિ.અથવા તો-
જેમ સ્ફટિક માં તે પદાર્થો ના પ્રતિબિંબો પ્રગટ રીતે પડે છે,તો પણ તે સ્ફટિક પોતાની જડતાને લીધે,
એ પ્રતિબિંબો માં અનુસંધાન વગરનો હોવાથી,વાસ્તવિક રીતે તે પદાર્થો ના રંગો થી રંગાઈ જતો નથી,
તેમ,તમારામાં પણ પ્રારબ્ધ ના ભોગ ને લગતી જગત સંબંધી વ્યવહારની ઈચ્છાઓ -
પ્રગટ રીતે લાગુ પડે તો પણ,તમે તત્વ-બોધ ને લીધે,ઈચ્છાઓ નું વારંવાર અનુસંધાન કરશો નહિ,
અને આમ કરવા થી તમે ઇચ્છાઓ થી રંગાઈ જશો નહિ.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE