Feb 10, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-416

માનસિક પૂજન બાદ,તે દાનવ-રાજ પ્રહલાદે,દેવાલયમાં,બહારના પ્રત્યક્ષ (સાચા) ચંદન-પુષ્પાદિથી અને ઉપહારો થી સંપન્ન કરેલી બાહ્ય પૂજા કરવાનો પ્રારંભ કર્યો.
જે રીતે માનસિક પૂજન કર્યું હતું તે જ ક્રમથી બહારના (પ્રત્યક્ષ કે સાચા) પદાર્થોથી પણ -વારંવાર વિષ્ણુ નું પૂજન કરીને પ્રહલાદ બહુ પ્રસન્ન (આનંદિત) થયો.

ત્યારથી માંડીને પૂર્ણ ભક્તિપૂર્વક નિત્ય તે પ્રમાણે જ તેણે વિષ્ણુ નું પૂજન કરવા માંડ્યું.
પ્રહલાદની એ પદ્ધતિ ની ભક્તિ જોઇને નગરમાં બીજા દૈત્યો પણ ઉત્તમ વૈષ્ણવો થયા.
જો,રાજા સદાચાર થી વર્તે તો પ્રજા પણ સદાચારથી જ વર્તે એ સ્વાભાવિક જ છે.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,"સઘળા દૈત્યો વિષ્ણુ ના દ્વેષ ને ત્યજી દઈને,વિષ્ણુ ના ભક્ત થયા છે"
એ વાત અંતરિક્ષમાં પહોંચી અને સ્વર્ગ-લોકમાં પણ પહોંચી ગઈ.
ઇન્દ્ર અને દેવો આ વાત થી વિસ્મય પામ્યા-કે "દૈત્યોએ વળી વિષ્ણુ ની ભક્તિ કેમ સ્વીકારી હશે? "
આમ વિસ્મય થી વ્યાકુળ થયેલા,તે દેવો સ્વર્ગ-લોકમાંથી બહાર નીકળ્યા,અને
ક્ષીર-સાગરમાં શેષ-નાગના શરીર પર બિરાજેલા શ્રીવિષ્ણુ પાસે ગયા.અને તેમને આ વિસ્મય ની વાત પૂછી.

દેવતાઓ કહે છે કે-હે,ભગવન,દૈત્યો તો સર્વદા આપના દ્વેષી જ હતા,
પણ તેઓ હમણાં આપના અત્યંત ભક્ત થઇ ગયા છે,એ શું? આ તો આપની માયા હોય તેમ જણાય છે.
અત્યંત દુરાચારવાળા અને ધર્મના દૃઢ માર્ગોને પણ તોડી નાખનારા દૈત્યો ક્યાં?
અને છેલ્લા ઉત્તમ જન્મો માં મળે એવી જનાર્દન (વિષ્ણુ) ની ભક્તિ ક્યાં?
હે,ભગવન,પામર પુરુષ ગુણવાન થયો-એ વાત સુખદાયી પણ છે અને દુઃખદાયી પણ છે.
(દેવો તથા ઇન્દ્રને પોતાનું સ્વર્ગનું સ્થાન ઝુંટવાઈ જવાની ચિંતા કે શંકા થવાથી દુઃખી બને છે)

વળી,જ્યાં જે યોગ્ય ના હોય (દૈત્યો અને તે વળી નારાયણની ભક્તિ કરે?!!) તે શોભતું નથી.
જેમ,કાચના સમૂહમાં મુલ્યવાન મણિ હોય તે શોભે નહિ,તેમ જે જે જીવ જે જે પંક્તિનો હોય તે પંક્તિમાં જ શોભે.

અનુચિત,છતાં,પરસ્પર,સંબંધ પામેલી વસ્તુઓને જોવાથી જેવું દુઃખ ઉતપન્ન થાય છે
તેવું દુઃખ શરીરમાં વજ્ર-જેવી તીખી સોયો ભોંકવાથી પણ થતું નથી.
અધમ-પામર ની રીતભાત વાળો સર્વદા-નીચ કાર્યોમાં રુચિ રાખનારો,અને હીન જાતિવાળો-
તુચ્છ દાનવ ક્યાં? અને આપની ભક્તિ ક્યાં?
દાનવનું અને આપની ભક્તિનું પરસ્પર ચોકઠું બેસે જ કેવી રીતે?

હે,પ્રભુ જેમ,કઠિન તથા તપેલી ખારી જમીન પર કમલિની ઉગી છે-એ વાત યોગ્ય ઘટના વાળી હોવાને લીધે,સાંભળનાર ને સુખ આપતી નથી,તેમ તે દૈત્ય (પ્રહલાદ) વિષ્ણુ નો ભક્ત થયો છે,
એ વાત,પણ અમને સુખ આપતી નથી.

(૩૩) પ્રહલાદે વિષ્ણુ ભગવાન ની સ્તુતિ કરી

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,જેમ અત્યંત વેગ થી ટહુકાર કરતા મયૂરોના સમુહને મેઘ (વર્ષા દ્વારા) પ્રત્યુત્તર આપે છે,તેમ,અત્યંત કોપથી,બુમો પાડીને પૂછતા તે દેવો ના સમૂહને શ્રી વિષ્ણુ એ નીચે પ્રમાણે પ્રત્યુત્તર આપ્યો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE