Mar 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-460

ઉદ્દાલક સ્વગત કહે છે કે-આ દૃશ્યો (જગતના પદાર્થો) નું સઘળું મંડળ,મિથ્યા છે -એવો દૃઢનિશ્ચય મનમાં આરૂઢ થાય તો-ભોગો ની સર્વ વાસનાઓ ક્ષીણ થઇ જાય છે.
મન જો રાગથી રહિત થઈને,અને વિષયોના વ્યસન ને ત્યજી દઈને,
આત્મા નું અવલોકન કરે-તો પોતાની મેળે જ શાંતિના સુખ ને પ્રાપ્ત થાય.

મન,શરીરને દુઃખ દેનાર હોવાથી,શરીરનો શત્રુ છે,અને શરીર મનને દુઃખ દેનાર હોવાથી મનનું શત્રુ છે.અને આ મન અને શરીર-પોતામાંના -એક-ની વાસના નષ્ટ થવાથી,બીજું નષ્ટ થઇ જાય છે.એટલે કે,મન ની વાસના નષ્ટ થઇ જાય તો શરીર નષ્ટ થઇ જાય છે,અને શરીર ની વાસના નષ્ટ થઇ જવાથી મન નષ્ટ થઇ જાય છે.

આમ,મન અને શરીર,એકબીજાને દુઃખ દેનારાં હોવાથી,પરસ્પરનાં શત્રુ છે જયારે, પરસ્પરને આશ્રય આપનારાં
હોવાથી,પરસ્પરનાં મિત્ર પણ છે.તેઓનો મૂળ સહિત નાશ થાય-તો જ પરમ-સુખની પ્રાપ્તિ થાય એમ છે.
શરીરનું મરણ થતાં પણ જો મન જીવતું રહ્યું હોય તો મન ને બીજા શરીરની કલ્પના થાય છે,
માટે એકલા શરીરના મરણથી સર્વ દુઃખો નો નાશ થાય છે-એમ સમજવું નહિ.
આ રીતે, મન અને શરીર બંને જે ભેગાં થાય-ત્યાં તો અનર્થોના સમૂહો ધારાની પેઠે પડે છે.

જેમ,બાળક યક્ષને કલ્પી લે છે,તેમ મન,શરીરને કલ્પી લઇ,તે શરીરને જીવતાં સુધી ખાવાનું આપતાં,
તે શરીરને પોતાની આસક્તિ (વાસના) થતાં,સઘળાં દુઃખો આપે છે,માટે મન શરીરનો શત્રુ છે.
જયારે શરીર અનેક પ્રકારના રોગ વગેરે ઉત્પન્ન કરીને મન ને પીડવા ઈચ્છે છે,માટે શરીર મન નો શત્રુ છે.
જો કે મન એ શરીર ના બાપની જેમ છે,તો પણ બાપ જયારે પુત્રને અત્યંત દુઃખ લેવા લાગે ત્યારે
પુત્ર  પણ,તેને દુઃખ દેવા તૈયાર થાય તે સ્વાભાવિક જ છે.

સ્વાભાવિક રીતે વિચારવામાં આવે તો-સ્વભાવથી કોઈ કોઈને શત્રુ કે મિત્ર નથી,
પરંતુ જે સુખ આપે તે મિત્ર અને દુઃખ આપે તે શત્રુ કહેવાય છે.
અહી,શરીર અને મન એ પરસ્પરનાં અત્યંત વિરોધી છે (એકબીજાને દુઃખદાયી છે)
તેઓનો પરસ્પર સમાગમ થવાથી સુખ પ્રાપ્ત થવાની આશા કેમ રાખી શકાય?

મન જો ક્ષીણ થઇ જાય તો શરીરને દુઃખો પ્રાપ્ત થવાનો સંભવ જ નથી
એટલે, શરીરે પણ મન નો ક્ષય કરવાની ઉત્કંઠા રાખીને જ્ઞાનનાં સાધનોમાં યત્ન કરવો યોગ્ય છે.
આમ,મન ને આત્મજ્ઞાન પ્રાપ્ત ના થયું હોય ત્યાં સુધી તેને જીવતું શરીર પણ અનેક અનર્થો આપતું જાય છે.
માટે શરીરના નાશથી મન નું ઇષ્ટ થાય તેમ પણ નથી.

મન નાશ પામે તો શરીર નાશ પામી જાય છે,અને મન વધતું જાય તો શરીર પણ વૃક્ષની જેમ વૃદ્ધિ પામે છે.
મન ક્ષીણ થાય તો વાસનાઓ ક્ષીણ થવાને લીધે શરીર ક્ષીણ થાય છે,
પણ શરીર ક્ષીણ થાય તો મન ક્ષીણ થતું નથી.એટલા માટે મનને ક્ષીણ કરવાના ઉપાયો કરવા જોઈએ.
આ મન જો ક્ષય પામતું જાય તો,તે,પોતાના સ્વભાવમાં નહિ રહેતાં,
વાસનાઓની જાળથી રહિત થતાં,નષ્ટ થઇ જાય છે.

ત્વચા,રુધિર,માંસ આદિની ગોઠવણ-રૂપી આ "શરીર" નામનો-
મારો શત્રુ-એ મન નાશ પામતાં ભલે નાશ પામે કે રહે-તો પણ મને તેથી કશી હાનિ નથી.
ભોગોની સંપત્તિ,જે મનને સુખ દેવા માટે જ શરીર ની અપેક્ષા રાખે છે-તે મન મારું નથી-અને હું મનનો નથી.
અને,મારે સુખના અંશનું પણ શું પ્રયોજન છે?
"જે આ શરીર છે તે હું નથી" એમ સમજવામાં જે "યુક્તિ" છે તે આ પ્રમાણે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE