Mar 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-462

ॐકાર -કે જે અ-કાર,ઉ-કાર,મ-કાર અને છેલ્લી અર્ધ-માત્રા-એ પ્રમાણે સાડા-ત્રણ અવયવો વાળો છે.
(ॐકાર-વિશે વધુ માહિતી માટે અહી ક્લિક કરો)
તેનો પહેલો ભાગ અ-કાર,બહુ જ ઉચ્ચ સ્વરથી  બોલતાં,અને તેનાથી,
પ્રાણોની બહાર નીકળવાની તૈયારી થવાથી,મૂલાધાર થી માંડીને હોઠ સુધી-
સઘળા શરીરમાં રણકારો વ્યાપ્ત થઇ રહેતાં,
એ પ્રાણ ના બહાર નીકળવાના "રેચક" (પ્રાણ કે શ્વાસને બહાર કાઢવાની ક્રિયા) નામના ક્રમે -
(૧) ઉદ્દાલક ના શરીર ને ખાલી કરી મુક્યું.(૨) આમ, ઉદ્દાલક નો પ્રાણ-વાયુ (પ્રાણ) 
તેના શરીરનો ત્યાગ કરીને,ચૈતન્ય-રસથી ભરપુર થયેલા બહારના આકાશમાં જઈને રહ્યો.

આ સમયમાં જેમ,ઉત્પાત ના પવને ઉછાળેલો દાવાનળ(અગ્નિ),સુકા ઝાડને બાળી નાખે છે,
તેમ,પ્રાણ ના બહાર નીકળવાના સંઘર્ષણ થી,
(૩) હૃદયમાં ઉત્પન્ન થયેલા,પ્રજ્વલિત જ્વાળાઓ વાળા અગ્નિએ-ઉદ્દાલકના
(૪) સઘળા શરીરને (શરીર ની અશુદ્ધિને કે અશુદ્ધ શરીરને) બાળી નાખ્યું.

હે,રામ,ॐકાર ના પહેલા ભાગ (અ-કાર) નું ઉચ્ચારણ થતાં (આગળ બતાવ્યા મુજબ)
(1) શરીરના શોષણ (ખાલી થવા)-રૂપ,
(2) પ્રાણ ની આકાશમાં સ્થિતિ-રૂપ,
(3) હૃદયમાંથી અગ્નિની સ્થિતિ-રૂપ અને
(4) અગ્નિથી શરીરના બળી જવા-રૂપ-
એ સઘળી દશાઓ,ઉદ્દાલકે "સમાધિ ના નિયમ પ્રમાણે ભાવના" થી "માની લીધી હતી" તેમ સમજવું.
પણ હઠયોગ થી કરી હતી તેમ સમજવું નહિ,કેમ કે-
હઠયોગ થી પ્રાણને બહાર કાઢવામાં આવે તો-મૂર્છા કે મરણ આદિ દુઃખો થવાનો પ્રસંગ થાય છે.

તે પછી ॐકારનો બીજો ભાગ-ઉ-કાર અનુદાત્ત સ્વરથી બોલતાં,પ્રાણવાયુ નો "નિશ્ચળ તથા ભરપૂર-રહેવા-રૂપ""કુંભક" (પ્રાણ કે શ્વાસને રોકવાની ક્રિયા) નામનો બીજો ક્રમ થયો.કે જે ક્રમ માં-
પ્રાણવાયુ,બહાર-વચમાં-ઉંચે-નીચે કે બીજા કોઈ ભાગોમાં કંઈ પણ ક્ષોભ પામતો નથી.

આ ક્રમમાં જેણે (આગળ કહ્યા મુજબ-રેચક-વખતે હૃદયમાં ની અગ્નિ ની સ્થિતિ-રૂપ) શરીર ને બાળી નાખ્યું હતું-
(૧) તે અગ્નિ ક્ષણ-માત્રમાં શાંત થઇ ગયો.અને,
(૨) સઘળા શરીરની હિમ ના જેવી ધોળી-સ્વચ્છ ભસ્મ દેખાવા લાગી.
(આ સ્થિતિમાં,શરીરના અસ્થિઓ પણ-ધોળાં ભસ્મ જેવાં અને ગતિ વિનાનાં જોવામાં આવ્યાં)
(૩) વંટોળ થી (શ્વાસથી કે રેચકથી) ઉંચી આવેલી તે હાડકાં-વાળી ભસ્મને
   (આકાશમાં) અદશ્ય આકારમાં જોડી દીધી.
(૪) પ્રચંડ પવને (શ્વાસે) ઉડાડેલી તે ભસ્મ,આકાશને ઘેરી લઈને,ક્યાંય જતી રહી.

હે,રામ,ॐકાર ના આ બીજા ક્રમમાં,પણ ઉદ્દાલક મુનિએ સમાધિના નિયમ મુજબ ભાવનાથી જ માની લીધી હતી,તેમ સમજવું,પરંતુ હઠયોગથી કરી હતી તે પ્રમાણે સમજવું નહિ,કેમકે-હઠયોગ અતિ-દુઃખદાયી છે.
(નોંઘ-ઊંડાણ થી સમજનારાઓ -ને એ જરૂર દેખાશે કે- અહી કુંડલિનીનો ઉલ્લેખ નથી દેખાતો??!!)

પછી,ॐકાર ના ત્રીજા ભાગ-રૂપ-મ-કાર ના ઉચ્ચારણનો સમય કે -જે શાંતિ આપનાર છે,તેમાં,
પ્રાણવાયુ નો "પુરક" (પ્રાણ કે શ્વાસ ને અંદર લઇ જવાની ક્રિયા) નામનો ત્રીજો ક્રમ થયો.
આ ક્રમમાં પ્રાણવાયુઓનું પુરણ (પુરાવું કે પાછા પેસવું) થાય છે,માટે આ ક્રમ- પુરક કહેવાય છે.
આ ક્રમમાં "જીવ-ચૈતન્ય-માં ભાવનાથી ધારેલા "અમૃતમય આકાશ"  (હૃદયકાશ) ના
મધ્યમાં રહેલા પ્રાણવાયુઓ" સુંદર શીતળતા ને પ્રાપ્ત થયા.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE