Mar 29, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-464

જેમ, પવન,પોતાની આગળ ઉડતા મચ્છરોને દૂર કરી નાખે છે,તેમ,ઉદ્દાલકે,વચમાં-વચમાં પ્રતિભાસ-રૂપે દેખાતા,વિપરીત ભાવનાઓ-રૂપી ઘણાઘણા વિકલ્પો ને દૂર કરી નાખ્યા.અને વારંવાર સામા ધસી આવતા,વિષયોના પ્રતિભાસોને,મનથી પૂરી રીતે કાપી નાખ્યા.

આમ,વિષયોનો સમૂહ કપાઈ જતાં,ઉદ્દાલકે,પોતાના હૃદયકાશમાં,વિવેક-રૂપી સૂર્યને ઢાંકી દેનારું,અને આંજણના જેવું કાળું - (૧) તમોગુણના વધારાથી,થયેલું-અંધારું જોયું.(ત્યારે)
(૨) સત્વ-ગુણ ની ભાવના કરીને સારી પેઠે,પ્રકાશિત કરેલા,મન-રૂપી-સૂર્યથી તે અંધારાને ઉડાડી મુખ્યું.(તેથી) જેમ, કમળ,રાત્રિનું અંધારું થતાં પ્રાતઃકાળના પ્રકાશને દેખે છે,
તેમ,ઉદ્દાલકે,તમોગુણ ના લીધે થયેલા અંધારા ને લીધે,અને સત્વગુણના વધારાથી થયેલો તેજનો પુંજ જોયો.

તે તેજના પુંજ ને ઉદ્દાલકે, (૩) રજોગુણ ના વધારા થી કાપી નાખ્યો.
અને તે તેજના પુંજના  "વેગ" (કે ગતિને) પોતાનામાં સમાવી લીધો.
તે તેજનો પુંજ,શરીરમાં વેગ (ગતિ) ને પામી જતાં,અને રજોગુણના વધારાને લીધે,
પોતાનામાં ઘૂમવા લાગેલા,તેના ચપળ મનને -પોતાને કોઈ પણ વિષય નહિ મળવાને લીધે,
તે મન નિંદ્રા ને પ્રાપ્ત થયું. ત્યારે--(૪)  ઉદ્દાલકે,તે (મન ની) નિંદ્રા ને પણ તરત કાપી નાખી.

આમ મનની નિંદ્રા જતી રહ્યા પછી.
જેમ,મનુષ્યને સૂર્યની સામે દૃષ્ટિ કરતાં આકાશમાં અનેક આકારો-વાળા કૂંડાળા દેખાય છે,
તેમ,(૫) ઉદ્દાલકના મન ને વાસનાથી કલ્પાયેલા રૂપ-વાળું આકાશ દેખાવા લાગ્યું.
પણ જેમ દીવો અંધારા ને દૂર કરી નાખે છે તે,(૬) ઉદ્દાલકે તે સ્વચ્છ આકાશને પણ દૂર કરી નાખ્યું.
આકાશ જતાં રહેતાં ઉદ્દાલકનું મન મૂઢ સરીખું થઇ ગયું.

પ્રૌઢ-વિચારવાળા તે (૭) ઉદ્દાલકે તે મનના મૂઢ-પણાને પણ દુર કરી નાખ્યું.
પછી,અંધકાર-તેજ-નિંદ્રા-તથા મૂઢ-પણાથી રહિત થયેલું ઉદ્દાલક નું મન,
વાણીથી વર્ણવી શકાય નહિ,એવી (૮) નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત થઈને થોડીક વાર શાંત થયું.
પણ,થોડી વાર શાંત થયા પછી,પાછું વિક્ષેપના (જગતના) સંસ્કારોની પ્રબળતા ને લીધે,તરત જ -
(૯) જગતના દેખાવ-વાળી-વૃત્તિ ને પ્રાપ્ત થયું.

પણ-તે વખતે-ધ્યાન-આદિ ના લાંબા અનુસંધાનને લીધે,
અને નિર્વિકલ્પ સમાધિમાં મળેલા આનંદ ના અનુભવના સંસ્કારને કારણે,
(૧૦) જગતની વૃત્તિમાંથી પાછું,નિર્વિકલ્પ સમાધિમાં ખેંચાવા લાગેલું,એ ઉદ્દાલક નું મન,
જેમ,સોનું -વચમાં નૂપુર-પણાને પ્રાપ્ત થાય છે,
તેમ (૧૧) ઇષ્ટ-દેવ આદિ-ચેતન-પદાર્થોના દેખાવ-વાળી,"સવિકલ્પ સમાધિ"ને પ્રાપ્ત થયું.

અને આ સવિકલ્પ સમાધિના પ્રભાવથી,અનુક્રમે ક્ષીણ થતું જતું,ઉદ્દાલક (જીવ-ચૈતન્ય) નું મન,
(૧૨) મન-પણા ને છોડીને,"મહા-ચૈતન્ય-પણા"રૂપી (મહા-ચૈતન્યની કે તત્વના સાક્ષાત્કાર-રૂપી )
બીજી અવસ્થાને પ્રાપ્ત થયું.જેમ,ઘડા-રૂપી-ઉપાધિ ટળી જાતા,ઘટાકાશ-એ-મહાકાશ સાથે એક-રસ થઈ જાય છે,તેમ,જીવ-ચૈતન્ય-એ-મન-રૂપી ઉપાધિ ટળી જતાં,મહા-ચૈતન્ય સાથે એક-રસ થઇ જાય-એ સ્વભાવિક જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE