Apr 3, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-469

સમાધિમાં તત્પર રહેતાં-પણ-મનુષ્યનું ચિત્ત જો,વૃત્તિઓથી ચંચલ રહેતું હોય,તો તે મનુષ્યની તે સમાધિ,ગાંડપણથી ભરેલા નાચ (નૃત્ય) જેવી છે.
આવો ઘેલછાથી (ગાંડપણથી) ભરેલો નાચ કરવા છતાં,પણ -
જો ચિત્તની વાસનાઓ નાશ પામે તો-તે નાચ પણ,તત્વને સમજીને કરેલી સમાધિ બરાબર છે.
તત્વને સમજીને વ્યવહાર કરનારો પુરુષ,અને તત્વને સમજીને વનમાં રહેનારો પુરુષ,એ બંને પરમ-પદમાં શાંત થતા હોવાથી,સંપૂર્ણ રીતે તે બંને સરખા જ છે.

જેમ,કથાનું શ્રવણ કરવા છતાં પણ જેનું મન ત્યાંથી (કથામાંથી) દુર ગયું હોય,
તો-તે પુરુષ કથા શ્રવણ કરતો જ નથી,એમ કહી શકાય,
તેમ, ચિત્ત જો પાતળી વાસનાઓ-વાળું થયું હોય,
તો તે ચિત્ત વ્યવહાર કરવા છતાં,પણ,તે વ્યવહાર કરતુ જ નથી તેમ કહી શકાય.

જેમ, નિંદ્રામાં નિશ્ચળ થઈને સૂતેલો પુરુષ,કોઈ ક્રિયા નહિ કરવાં છતાં પણ
સ્વપ્નમાં ખાડામાં પડે તો તે ખાડામાં પડવાનો કર્તા થાય છે,
તેમ,ઘાટી વાસનાઓ-વાળું ચિત્ત કંઈ પણ-ના કરતુ હોય,તો પણ સઘળું કરે છે-એમ સમજવું.

ચિત્તનું જે "કંઈ ન કરવું" છે-એ જ ઉત્તમ સમાધિ છે,એ જ કૈવલ્ય છે,એ જ સર્વોત્તમ શાંતિ છે-એમ સમજો.
ચિત્ત જો ચંચળ હોય તો તે સમાધિ કહેવાય નહિ,અને જો ચિત્ત  સ્થિર હોય તો જ તે સમાધિ કહેવાય છે.
માટે તમે,ચિત્તને જ વાસના-રૂપી અંકુરથી રહિત કરો,કેમ કે જો વાસના ટળી ગઈ તો જ,
તે ચિત્તની સ્થિરતા થઇ કહેવાય છે.આમ, ચિત્તની સ્થિરતા એ જ ધ્યાન કે સમાધિ છે.

જો ચિત્તની વાસનાઓ પાતળી પડી ગઈ હોય તો-તે ચિત્ત મોક્ષ પામવાને તૈયાર થયેલું કહેવાય છે.
વાસના-રહિત થયેલું મન -એ અકર્તા છે અને તેવા મનથી જ પરમ-પદ મળે છે.
પણ,જો ચિત્ત ઘાટી-વાસનાઓ-વાળું હોય તો-તે કર્તા-પણાની પત્ર થાય છે અને દુઃખોને દેનાર થાય છે.
માટે વાસનાને પાતળી કરવી જોઈએ.

જે ઉપાયથી જગત પરની આસ્થા શાંત થઇ જાય,શોક,ભય,તૃષ્ણા-ટળી જાય,
તેમજ સ્વસ્થ થવાય-તે ઉપાય સમાધિ કહેવાય છે.
ચિત્તની સર્વ પદાર્થો માં અહંતા-મમતા-રૂપી-આસક્તિ છોડી દઈને-પછી-
તમે પર્વતમાં રહેવું હોય તો-પર્વતમાં રહો કે ઘરમાં રહેવું હોય તો ઘરમાં રહો (બંને એક જ સમાન છે)

જેનો અહંકાર-રૂપી-દોષ શાંત થયો હોય,જેનું ચિત્ત સમાહિત થયું હોય-
તે ગૃહસ્થ ને ઘર આદિ-નિર્જન અરણ્ય જેવું જ છે.(એટલે કે તેના માટે ઘર કે અરણ્ય બંને સરખું જ છે)
જયારે જેનું ચિત્ત,વ્રુત્તિઓથી ચંચલ થયા કરતુ હોય,
તે પુરુષને નિર્જન અરણ્યો પણ ઘણા લોકોથી ભરેલાં નગર જેવું જ છે.
જો ચિત્ત,રાગ-આદિ દોષોથી ખેદ પામીને ભમ્યા કરે-તો તે ભ્રમણ માં અનેક પીડાઓને જુએ છે,
અને જો શાંત થાય તો તે મુક્તિ પામે છે.માટે હવે તમારી જેમ ઈચ્છા હોય તેમ તમે કરો.

જે પુરુષ,પોતાના આત્માને સઘળા પદાર્થોથી ન્યારો કે સઘળા પદાર્થો-રૂપ જોતો હોય,
તો તે પુરુષ,આ તુચ્છ દેહના અભિમાનથી રહિત હોવાને લીધે,સમાધિમાં જ રહેલો કહેવાય છે.
અંદર "વ્યાપક-રૂપ" થયેલા જે પુરુષના,સઘળા રાગ-દ્વેષ ક્ષીણ થઇ ગયા હોય,
અને જેને સઘળા પદાથો તુચ્છ ભાસતા હોય,તે પુરુષ સમાધિમાં જ રહેલો ગણાય છે.

હે,રામ,તત્વવેત્તા પુરુષ જગતને જગત-રૂપ જોતો નથી,પણ સર્વદા બ્રહ્મ-રૂપ જ દેખે છે,અને,
જેમ સ્વપ્નમાં ભાસેલા નામ-રૂપ-વાળા પ્રપંચ મિથ્યા છે-
તેમ તે જાગ્રતમાં દેખાતા,નામ-રૂપ-વાળા પ્રપંચને પણ તે તત્વવેત્તા મિથ્યા જ માને છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE