Apr 8, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-474

હે,રાજા,વ્યવહારોને લીધે,ચંચળતા-રૂપ કલંકને પ્રાપ્ત થયેલું તમારું પોતાનું મન,જયારે,પોતે જીવનમુક્ત-રૂપે થઇને,"વિચારના બળ" થી પોતાના કલંકિત-રૂપને ત્યજી દેશે-અને-એ રીતે,તમે પોતાના "તત્વ" ને જાણીને સંતુષ્ટ થશો,ત્યારે,તમે એવી ઉત્તમ "મહત્તા"ને (બ્રહ્મ-પણાને) પ્રાપ્ત થશો કે-જે મહત્તાની ત્તાને,પર્વત,સમુદ્ર અને આકાશની મહત્તા પણ અધીન છે.અને ત્યારે -(તે પછી) તમારું મન કદી પણ સંસારી વૃત્તિઓમાં ડૂબશે નહિ.કામનાઓથી કંગાળ થયેલું ક્ષુદ્ર મન જ ક્ષુદ્ર કાર્યમાં ડૂબી જાય છે.જેમ,કીડા કાદવમાં ડૂબી જાય છે,તેમ,ચિત્ત,દ્રશ્યોને જ લાગુ પડનારી,પોતાની વાસના-રૂપી દીનતા થી મોહમાં ડૂબી જાય છે.

હે,રાજા,કેવળ સ્વયંપ્રકાશ પરમાત્માનો અનુભવ થાય ત્યાં સુધી પોતાની સઘળી વસ્તુઓ નો ત્યાગ કરવો જોઈએ.જ્યાં સુધી આત્મા જ અવશેષ રહે,ત્યાં સુધી સઘળા વેદાંત-શાસ્ત્ર નું અવલોકન કરવાની આવશ્યકતા છે.દૃઢ નિશ્ચયવાળી બુદ્ધિથી,સર્વ દેશમાં અને સર્વ કાળમાં સઘળી રીતે સર્વનો ત્યાગ કરવામાં આવે,તો જ
પૂર્ણ-સ્વ-રૂપ પરમાત્મા ની પ્રાપ્તિ થાય છે.પણ,વિષયો નો થોડો-ઘણો ત્યાગ કરવાથી પરમાત્મા મળતા નથી.

જ્યાં સુધી સર્વનો ત્યાગ ના થાય ત્યાં સુધી પરમાત્મા મળતા નથી,
કેમકે-સઘળી "અનાત્મ-વસ્તુ"ઓનો ત્યાગ કરવાથી જે શેષ રહે છે તે જ "આત્મા" કહેવાય છે.
હે,રાજા,જ્યાં સુધી બીજું કાર્ય છોડી દઈને ઉદ્યોગ કરવામાં ના આવે ત્યાં સુધી,ધન આદિ સામાન્ય વસ્તુ પણ જો મળતી ના હોય,તો પછી,સર્વ નો ત્યાગ કરીને ઉદ્યમ કર્યા વિના આત્મા કેમ મળે?

આમ,સઘળી વસ્તુઓનો ત્યાગ કરતાં,જેનો સર્વથા ત્યાગ થઇ શકે નહિ-તેવું,
જે જોવામાં આવે છે તે જ પરમ-પદ છે.
સઘળાં કાર્યોની તથા કારણોની પરંપરામાં આ જગતની અંદર દેખાતી સત્તા-માત્ર આત્મામાં,
કલ્પનાથી જ દેખાતી,સઘળી અનાત્મ-વસ્તુઓને સંપૂર્ણ-પણે ત્યજી દઈ,
અને મનના રૂપને પણ લીન કરી નાખીને જે વસ્તુની પ્રાપ્તિ થાય છે તે જ "બ્રહ્મ" છે.

(૫૯) સુરઘુરાજાને વિચારથી આત્મ-લાભ થયો.

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,માન્ડવ્ય મુનિએ સુરઘુ રાજાને એ પ્રમાણે કહી ત્યાંથી વિદાય લીધી,ત્યારે સુરઘુ રાજા,પવિત્ર એકાંત સ્થળમાં જઈને પોતે પોતાની બુદ્ધિથી નીચે પ્રમાણે વિચાર કરવા લાગ્યો.

સુરઘુ સ્વગત કહે (વિચારે) છે કે -હું પોતે કોણ છું? હું જગત નથી અને જગત મારું નથી.
હું પર્વત કે પૃથ્વી નથી કે તે પર્વત અને પૃથ્વી મારા નથી.આ ભીલોનો દેશ હું નથી કે તે દેશ મારો નથી.
જે કલ્પના-રૂપ સંકેત ને લીધે આ દેશ મારો છે-તે સંકેતને જ -ત્યજી દઉં છું.
આ સ્ત્રી-પુત્ર-વૈભવ-નોકરો-સેનાપતિઓ-વાળું રાજ્ય-એ હું નથી અને એ સઘળું મારું નથી.

આ હાથ-પગ-આદિ અવયવોવાળા મારા દેહને
"હું તે દેહ છું" એમ જે હું માનું છું-તો હવે તરત તેનો પણ મનમાં વિચાર કરી જોઉં.
આ દેહમાં જે માંસ-હાડકાં છે તે હું નથી,કેમ કે તે જડ છે,અને હું તો ચેતન છું.
જેમ,જળ,એ કમળ ઉપર ચોંટી રહેતું નથી,તેમ,હું અસંગ હોવાને લીધે,મારી સાથે એ માંસ-હાડકાં ને
કોઈ સંબંધ નથી.એટલે કે તે હું નથી અને તે મારાં નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE