Apr 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-488

હે રામ, તમે પણ સુષુપ્તિ (જાગ્રતમાં પણ સુષુપ્તિ) જેવી વૃત્તિનો આશ્રય કરીને,પ્રારબ્ધના યોગે આવી પડેલાં વર્ણાશ્રમ કર્મો કરો,અને કદાચ એ કર્મો ના કરો તો પણ કંઈ નહિ.
જ્ઞાની પુરુષને કર્મોનો સ્વીકાર પણ ગમતો નથી અને ત્યાગ પણ ગમતો નથી.
પોતાના સ્વરૂપને જાણનારા જ્ઞાની પુરુષો,કોઈ પણ આસક્તિ રાખ્યા વિના
જે સમયે જે ક્રિયા આવી પડે તે ક્રિયાને અનુસરીને વર્તે છે.

જો તમે જાગ્રતમાં જ સુષુપ્તિમાં રહેનારી બુદ્ધિથી -ક્રિયાઓ કરશો,તો પણ અકર્તા જ રહેશો,અને
જો તમારી બુદ્ધિ,જાગ્રતમાં,જ,સુષુપ્તિમાં નહિ રહેલી હોય તો-તમે કોઈ ક્રિયાઓ નહિ કરો તો પણ કર્તા જ રહેશો.
હે રામ, જેમ બાળક કોઈ પણા ફળનો વિચાર કર્યા વિના ખાટલામાં પગ હલાવ્યા કરે છે,
તેમ,તમે ફળોનો સંકલ્પ નહિ કરતાં જ કર્મો કરો.

હે રામ, તમે કે જે નિર્દોષ છો,તે સુષુપ્તિ જેવી અવસ્થામાં રહીને,
જો,શરીરને તરત પાડી નાખો તો પણ ભલે અને પર્વતની જેમ લાંબા કાળ સુધી ધરી રાખો તો પણ ભલે.
આમ જાગ્રત માં જ -સુષુપ્તિમાં રહેવા-રૂપી સ્થિતિ અભ્યાસના યોગથી દૃઢ રહેવા લાગે-
ત્યારે જ તત્વવેત્તાઓ તેને"તુર્યાવસ્થા" (જીવનમુક્ત)કહે છે.

ઉપર કહેલી (જાગ્રતમાં) "સુષુપ્તિ" જેવી અવસ્થામાં આનંદ-મય થઈને રહેવાય છે,
જયારે તુર્યાવસ્થા માં આનંદ-રૂપ થઇ જવાય છે.
ભાગ્યશાળી પુરુષ તુર્યાવસ્થામાં સઘળાં દુઃખોથી રહિત થાય છે,તેનું મન અત્યંત નાશ પામી જાય છે.
પરમ આનંદથી ઘૂમતો તુર્યાવસ્થા માં રહેલો તત્વવેત્તા પુરુષ,
આ જગતની સર્વ રચનાને-લીલાના જેવી જોયા કરે છે.અને ફરીથી આ સંસારની રચનામાં પડતો નથી.

આમ તે તત્વવેત્તા-જીવતાં સુધી,એ "તુર્યાવસ્થા"માં અખંડ સ્થિતિ પામીને,આનંદમાં જ લીન થયેલો હોવાને લીધે,અંતે "વિદેહ-મુક્તિ" ને પ્રાપ્ત થાય છે.કે જે વિદેહ-મુક્તિ "તુર્યાતીત" પદ કહેવાય છે.

જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિ-એ ત્રણ અવસ્થાઓ-કે જે-મોટા -મહા-આનંદ થી રહિત છે,તેને ત્યજીને,
તુર્યાવસ્થા (જીવનમુક્ત)-રૂપ-મહા-આનંદના પદને પ્રાપ્ત થયેલો તત્વવેત્તા પુરુષ,
તે મહા-આનંદને પણ છોડીને,તુર્યાતીત-પદ (વિદેહ-મુક્તિ) ને પ્રાપ્ત થાય છે ત્યારે "મુક્ત" કહેવાય છે.

જેનાં સઘળાં અજ્ઞાનમય અભિમાનો ક્ષય પામેલાં હોય છે અને જન્મ આપનાર કામ-કર્માદિ-સઘળા પાશો
ગલિત થઇ ગયા હોય છે -એવો મહાત્મા પુરુષ,પરમાત્મા ની અધિષ્ઠાન-રૂપી -
"અખંડાનંદ-સત્તા" (સત્તા-સામાન્ય) ને પ્રાપ્ત થાય છે.

(૭૧) અવર્ણનીય વિદેહ-મુક્તિ-અને તુર્યાવસ્થા નું વર્ણન

હે રામ, "તુર્યાવસ્થા"ના અનુભવ-રૂપ જે બ્રહ્મ-ભાવનું પદ-કે જેને "જીવનમુક્ત" પુરુષો જાણે છે,અને
"તુર્યાતીત -પદ" ને  પ્રાપ્ત થાય -ત્યારે તે  "વિદેહ-મુક્ત" કહેવાય છે.
શ્રુતિ-આદિનાં વચનો,પણ,તુર્યાવસ્થા ના અનુભવ સુધીનું જ વર્ણન કરી શકે છે-
તે પછીની સ્થિતિનું કોઈ વર્ણન થઇ શકતું નથી.
કારણકે-જીવનમુક્ત થયા પછી વિદેહમુક્ત થયેલા પુરુષો "મનથી રહિત" હોવાને લીધે પોતાના
"વિદેહ-મુક્ત-પણા" ને જાણતા નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE