Apr 24, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-490

હે ઉત્તમ બુદ્ધિવાળા રામ,દ્વૈત નો ઘડીભર સ્વીકાર કરવા છતાં પણ-દેહના અને આત્માના સંબધ નો સંભવ થતો નથી.ત્યારે દ્વૈતનો સ્વીકાર- ના- કરવાના-સિદ્ધાંત-પક્ષમાં તો દેહ અને આત્મા ના સંબંધની કલ્પના ક્યાંથી હોય? જેમ,દેહના અને આત્માના સંબંધ નું ખંડન કરવામાં ઘણી યુક્તિઓ છે-તેવી જ  રીતે- દ્વૈત નું ખંડન કરવા પણ ઘણી યુક્તિઓ છે.માટે તમે દ્વૈત-રૂપી ભ્રમને છોડી દઈને અદ્વૈત માં જ સ્થિતિ કરો.

કોઈને કદી પણ અને ક્યાંય પણ બંધ કે મોક્ષ છે જ નહિ.
હે,રામ,સર્વત્ર બહારના તથા અંદરના પદાર્થો સહિત જે દેખાય છે-તે સઘળું કંઈ છે જ નહિ
અને તે આત્મા જ છે-એવી ભાવનાને સ્પષ્ટ રીતે દૃઢ કરો.
"હુ સુખી છું-દુઃખી છું-મૂઢ છું" એવા પ્રકારની ભાવનાઓ તો કેવળ ઉલટા વિચારો જ છે.
એ ખોટી ભાવનાઓને તમે સાચી સમજતા હશો-તો હું ધારું છું કે-તમને હજી લાંબા કાળ સુધી દુઃખ ભોગવવાની ઈચ્છા છે.જેમ,રેશમી વસ્ત્ર અને પથ્થર ની તુલના થાય નહિ તેમ,આત્મા અને શરીર ની તુલના થાય નહિ.આત્મા પ્રકાશ-રૂપ છે અને શરીર જડ છે માટે તેઓનો સંબંધ કે એકતા કેમ ઘટે?

"જો દેહ આત્મા ના હોય,અથવા આત્માના સંબંધવાળો ના હોય,તો તે ગતિ-વગેરે કેમ કરી શકે?"
એવી જો તમારા મનમાં શંકા હોય તો-તે ખોટી જ છે.
કેમ કે-દેહ,વાયુથી આવે-જાય અને ચાલે છે અને નાડીઓમાં ભ્રમણ કરનારા વાયુથી જ "શબ્દ" (નાદ) કરે છે.
જેમ,વાંસનાં છિદ્રોમાં,પવનના અભિઘાતથી શબ્દ ઉત્પન્ન થાય છે,
તેમ કંઠ તથા તાળવા-આદિ દેહનાં છિદ્રોમાં અંદરના "પવન" નો અભિઘાત થવાથી,"ક-ચ-ટ-ત-પ"
અક્ષરો વાળો શબ્દ (નાદ) ઉત્પન્ન થાય છે.
જેમ,દેહમાં શબ્દ -આ રીતે વાયુથી જ થાય છે,તેમ ચક્ષુ આદિ ઈન્દ્રિયોનું ચલન પણ વાયુથી જ થાય છે.
(નોંધ-શાસ્ત્રોમાં વાયુને શક્તિ તરીકે બતાવ્યો છે-અને તેની દેવી માતાજી છે!!!)

ઇન્દ્રિયો-વગેરે ઉપાધિઓને છોડી દેતાં,જે સામાન્ય "અનુભવ" અવશેષ રહે છે,તે જ કેવળ આત્માનું સ્વરૂપ છે.જો કે આકાશ,પથ્થર અને ભીંત વગેરે સઘળા પદાર્થોમાં "આત્મા" છે,
તેમ છતાં જેમ પ્રતિબિંબ અરીસામાં જ પ્રગટ થાય છે,
તેમ,આત્મા ચિત્ત અને ચિત્તની પ્રવૃત્તિઓમાં જ "અનુભવ-રૂપે" પ્રગટ થાય છે.

ચિત્ત-રૂપી-પક્ષી,આ શરીર-રૂપી-માળાને ત્યજીને પોતાની વાસના પ્રમાણે જ્યાં જાય છે,
ત્યાં જ આત્મા નો અનુભવ થાય છે.
જેમ,જ્યાં પુષ્પ હોય ત્યાં જ સુગંધ જણાય  છે,તેમ,જ્યાં ચિત્ત હોય ત્યાંજ આત્માનો અનુભવ થાય છે.
આત્મા સર્વત્ર છે,પણ -ચિત્તમાં જ તે જણાય છે.ચિત્ત જ આત્માના પ્રતિબિંબના સ્થાન-રૂપ છે.

જેમ સૂર્યની પ્રભા આકાશને વિસ્તારે છે,તેમ ચિત્તમાં પ્રતિબિમ્બિત થયેલું,આત્મ-સ્વ-રૂપ,
આ સત્ય અને અસત્ય "જગત" નામના આકારને વિસ્તારે છે.
(નોંધ-જગતની સત્તા -બે-પ્રકારે છે.વ્યવહારિક સત્તા અને પ્રાતિભાસિક સત્તા.જેનાથી જગતનાં કાર્યો થઇ શકે તે વ્યવહારિક સત્તા-જેમ કે ઘડાથી પાણી ભરવું.આ બ્રહ્મ-દૃષ્ટિએ મિથ્યા છે પણ વ્યવહારિક દૃષ્ટિએ સત્ય છે.પણ જે બંને દૃષ્ટિએ નકામાં હોય તે પ્રાતિભાસિક સત્તા છે.જેમ કે દોરડામાં સાપ દેખાય-કે જે કરડે નહિ.
આત્માનો દેહ સાથે જે સંબંધ છે તે વ્યવહારિક સત્ય છે.પણ પરમાર્થિક (કેવળ બ્રહ્મની સત્તા)દૃષ્ટિએ નથી)

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE