Apr 25, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-491

હે રામ,આમ,આત્મા નાં પ્રતિબિંબો,ચિત્તમાં પડવાથી-ચિત્ત જ સઘળા સંસારની ઉત્પત્તિ નું કારણ છે.
અને અજ્ઞાન-અવિચાર કે મૂર્ખતા- એ ચિત્તનું કારણ છે.એટલે અજ્ઞાન-કે અવિચારને સંસારની ઉત્પત્તિ નું કારણ કહી શકાય છે.યથાર્થ વિચાર નહિ કરવા-રૂપી-અજ્ઞાન થી જ ચિત્તને પોતાના સઘળા ભ્રમોના બીજ-રૂપી આકાર મળ્યો છે.આત્મામાં જન્મ-મરણ-આદિ બિલકુલ સંભવ નહિ હોવા છતાં ચિત્તને લીધે જ,તેમાં જન્મ-મરણ જોવામાં આવે છે.આત્માના (તત્વના) યથાર્થ જ્ઞાનથી જ ચિત્તનો સંપૂર્ણ નાશ થાય છે.માટે સમજુ પુરુષે ચિત્તનો "વિચાર" કરવો જોઈએ. કે જે ચિત્ત "જીવ-અંતઃકરણ-ચિત્ત અને મન" એવાં અનેક નામો ધરાવે છે.

રામ કહે છે કે-હે,ગુરુ મહારાજ,ચિત્તનાં "જીવ-અંતઃકરણ-ચિત્ત અને મન" વગેરે નામો -કયા કારણોથી પ્રસિદ્ધ થયાં છે? તે મને કહો -કે જેથી હું ચિત્તનો વિચાર કરી શકું.

વસિષ્ઠ કહે છે કે-હે રામ,આત્માની સત્તાથી જુદી સત્તાવાળા નહિ થઇ શકનારા આ સઘળા પદાર્થો ચિત્તથી જ ભરેલા છે.આ આત્મા ગતિવાળા પદાર્થોમાં ગતિ-રૂપે અને ગતિ વિનાના પદાર્થોમાં ગતિ વિનાનો રહેલો છે.
પથ્થર આદિ પદાર્થો કે જેઓ ગતિ વિનાનાં છે,તેઓ પણ આત્મામાં કલ્પાયેલાં છે.અને
મનુષ્ય આદિ પદાર્થો કે જે ગતિ કરી શકે છે તેઓ પણ આત્મામાં જ કલ્પાયેલાં છે.

સઘળા સ્થાવર-જંગમ પદાર્થોમાં જે જે શક્તિઓ જોવામાં આવે છે,તે શક્તિઓ આત્માથી જુદી સત્તાવાળી છે જ નહિ.અજ્ઞાન પોતે પણ આત્મામાં કલ્પિત હોવાને લીધે જુદી સત્તા-વાળું છે નહિ.
અજ્ઞાન નો જે અંશ આત્માના પ્રતિબિંબ થી શોભી રહેલો છે-તે "જીવ" કહેવાય છે.
અને તે "જીવ" જ આ સંસારમાં મહા-મોહ-રૂપી અજ્ઞાનના પાંજરામાં બંધાઈ રહ્યો છે.
એ "જીવ" (અજ્ઞાનનો અંશ) પ્રાણને (એટલે કે-આત્માના પ્રતિબિંબને) ધારણ કરે છે-તેથી "જીવ" કહેવાય છે.
એ જીવ "અહંકાર" ને ધારણ કરે છે-ત્યારે "હું" (અહં) કહેવાય છે.
એ જીવ "નિશ્ચય" કરે છે ત્યારે "બુદ્ધિ" કહેવાય છે.અને
એ જીવ "સંકલ્પ-વિકલ્પ" કરે છે ત્યારે "મન" કહેવાય છે.

એ જીવ જયારે "કલ્પના" થી સર્વ અનાત્મ-પદાર્થો ઉત્પન્ન કરે છે-ત્યારે "પ્રકૃતિ" કહેવાય છે.
એ જીવ "મોહ" થી ખરડાયેલો હોવા થી "દેહ" કહેવાય છે.
કે જે દેહ-માં અજ્ઞાન વધારે હોવાથી "જડ" કહેવાય છે-અને
તેમાં પ્રતિબિંબ-રૂપી "ચૈતન્ય" વિશેષ-પ્રમાણમાં રહેલું હોવાથી"ચેતન" કહેવાય છે.

આ રીતે-"અજ્ઞાનનો ભાગ" અને "ચૈતન્ય નો પ્રતિબિમ્બિત-રૂપી-ભાગ"
એ બંને મળીને જે "પદાર્થ" ગોઠવાયેલો છે-
તે પદાર્થ "હું-બુદ્ધિ-મન-ચિત્ત-અહંકાર-પ્રકૃતિ-જીવ-અંતઃકરણ"  એવાં નામથી કહેવાય છે-
કે જે -ઉપર કહ્યા મુજબ જડ પણ છે અને ચેતન પણ છે.

હે,રામ,જીવનું આવી રીતનું સ્વરૂપ બૃહદારણ્યક -વગેરે ઘણાં ઉપનિષદોમાં ઘણાઘણા પ્રકારથી કહેલું છે.
દુષ્ટ વિકલ્પો અને દુષ્ટ તર્કોને કરનારા,મૂઢ લોકોએ પોતાની ભૂલને જ લીધે,
એ સઘળાં નામોમાં "તેઓ જુદાજુદા પદાર્થો છે" એવી વ્યર્થ આસક્તિઓ કરી લીધી છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE