Apr 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-493

"સ્ત્રી"-એવું નામ ધરાવતા પંચભૂત ના સમુદાયમાં.અવયવો ની કોમળતા-તથા સુંદરતા આદિ-જે વિચિત્રતા છે-તે તો અજ્ઞાની ને જ સંતોષ આપે તેવી છે-જ્ઞાનીઓ ને નહિ.
જેમ,એક પથ્થરમાંથી થયેલાં બે પૂતળા પરપરની સામે મળ્યાં હોય તો-પણ
તેમાં કોઈને કોઈનું સ્નાન-સૂતકનો સંબંધ પણ નથી.અને પરસ્પર મમતા-આદિથી રહિત રહે છે,તેમ તમે બુદ્ધિ-ઇંદ્રિયો અને મન ના સમાગમમાં મમતા આદિથી રહિત જ રહો.

જેમ તરંગો,અહીં-તહીં થયેલા તૃણોને એકબીજાની સાથે અત્યંત નજીકમાં મેળવી દે છે,
તેમ,દેહમાં થયેલી "હું" દૃષ્ટિ જુદાજુદા દેશોમાં થયેલ પ્રાણીઓને એકબીજાની સાથે મેળવી દે છે.
અને તે જ તૃણો -જેમ,મમતા રહિત રહીને જ એકબીજાની સાથે મળે છે,અને એકબીજાથી જુદા પણ પડે છે,
તેમ,દેહમાં અને અધિષ્ઠાન-રૂપ-આત્મામાં--પંચભૂતો કોઈ પણ જાતની મમતા-આદિ-નહિ રાખતાં-
એકબીજાની સાથે મળે છે-અને એકબીજાથી છૂટાં પણ પડે છે.

આત્મા,ચિત્ત-રૂપી કલ્પનાવાળો થઈને દેહને લગતા અનેક પદાર્થોને (પંચમહાભૂતો-વગેરેને) ભેગા કર્યા કરે છે,પણ,જેમ,જળ પોતાની ગતિને લીધે,મલિન-પણાનો ત્યાગ કરીને સ્વચ્છતાને પ્રાપ્ત થાય છે,
તેમ,આત્મા તત્વ-બોધથી,દેહાદિ-પણાનો ત્યાગ કરીને પોતાના અખંડ-સ્વરૂપને પ્રાપ્ત થાય છે.

જેમ,આકાશમાં ફરનારો સિદ્ધ-પુરુષ પૃથ્વીના મંડળને દુરથી જ જુએ છે,
તેમ,બોધ ના સમયમાં પંચભૂતો ના સંબંધથી રહિત થયેલો પુરુષ,પોતાના દેહને દૂરથી જ જુએ છે.
દેહનું અભિમાન છૂટી જવાને લીધે દેહથી -પર-થયેલો પુરુષ,સઘળા પદાર્થોને (પંચમહાભૂતો-વગેરેને)
અનાત્મ-રૂપ જાણીને,દિવસના સૂર્યની કાંતિને પેઠે અત્યંત પ્રકાશ પામે છે.

જેમ,સમુદ્રના મોટામોટા મોજાં,ઉત્તમ મણિઓથી સંબંધ પામવા છતાં તેમાં આસક્ત નહિ થતાં,લીલા જ કરે છે,તેમ,મહા-જ્ઞાન-વાળા,રાગ-દ્વેષ-દોષોથી રહિત થયેલા જીવનમુક્ત મહાત્માઓ
લીલાથી આ જગતમાં વ્યવહાર કરે છે.
જેમ,ઉડતી રજોથી આકાશ ગ્લાનિ પામતું નથી,
તેમ,આ જગતમાં પોતાના લૌકિક વ્યવહારોથી,જીવનમુક્ત પુરુષ ગ્લાનિ પામતો નથી.
જીવનમુક્ત પુરુષને આ સંસારમાં આવતા-જતા,સારા-નરસા,ભોગોમાં રાગ-દ્વેષ થતો નથી.
જે કંઈ આ જગતમાં છે તે મનની કલ્પના-રૂપ છે અને તે વિષયોમાં પ્રવૃત્ત થયેલા ચૈતન્યનો વિલાસ છે,
એમ વિદ્વાનોએ નિશ્ચય કરેલો છે.

અહંકાર,પંચમહાભૂત-આદિ પદાર્થો,અને ભૂત-ભવિષ્ય-વર્તમાન-કાળ સંબંધી,બીજું પણ જે કંઈ ઇન્દ્રિયોના અને વિષયોના સંબંધોના વિસ્તાર થી દેખાય છે-તે સઘળું મનના વિલાસ સિવાય બીજું  કંઈ પણ નથી.
દૃશ્ય કે જેની સિદ્ધિ આત્માથી જ થાય છે,તે તો સત પણ કહી શકાતું નથી કે અસત પણ કહી શકાતું નથી.
માટે તેનો હર્ષ શોક કરવો યોગ્ય નથી.અને જે આત્મા છે,તે તો અસંગ હોવાને લીધે,હર્ષ-શોક સાથે જોડાય
એમ જ નથી.માટે હર્ષ કે શોક નો મુદ્દલે અવકાશ જ રહેતો નથી.

હે,રામ, આ જગતને સત્ય માનો કે અસત્ય માનો-અથવા-એક રીતે સત્ય અને બીજી રીતે અસત્ય (કે -સત્યાસત્ય) માનો,તો પણ કોઈ રીતે જગતને માટે હર્ષ કે શોક કરવો યોગ્ય નથી.
કેમ કે -જગત સત્ય હોય તો-સત્ય વસ્તુ અખંડિત હોય છે-માટે તેમાં હાનિ-લાભ નહિ હોવાથી હર્ષ-શોકનો
પ્રશ્ન જ રહેતો નથી.અને જો જગત અસત્ય હોય તો અસત્યને માટે શોક હર્ષ કરવો થી નથી.એ વાત સ્પષ્ટ છે.અને જો જગત સત્યાસત્ય-હોય તો તે અસત્ય-પણાની કોટિમાં જ પ્રવેશ કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE