Jun 1, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-519

હે ચિત્ત,તું,જો નષ્ટ થઇ જાય તો-આનંદ-રૂપ અને ભરપૂર આકારવાળા,આત્મ-સ્વ-રૂપની ભાવના થાય,કે જે,ભાવના -આશાઓના પાશોને અનુસરનારા દેહાભિમાનીઓને થતી નથી.
તું,જો નષ્ટ થઇ જાય તો-જેમ, બળી ગયેલાં પાંદડામાં -તેઓના રસ પાછા આવતા નથી,
તેમ નાશ પામેલા સંસારના જરા-મરણ-રૂપી મોટા માર્ગોમાં પુરુષો પાછા આવે નહિ,
અને આત્મા-રૂપી વૃક્ષમાં એવો લાંબો આરામ મળે,કે જે મળ્યા પછી પાછું ભ્રમણ કરવું -બાકી ના રહે.

હે સઘળી આશાઓવાળા ચિત્ત,તું જો નાશ પામી જાય તો-સઘળી આશાઓ આપનાર બાબતનો નાશ થતાં,
ઉપર કહેલી અને બીજી પણ ઘણીઘણી સંપત્તિઓ પ્રાપ્ત થાય.
હે ચિત્ત,એક તારા રહેવાનો પક્ષ અને બીજા તારા નષ્ટ થઈ જવાનો પક્ષ-
એ બંનેમાંથી જે પક્ષ લેવાથી પરમ કલ્યાણ -તારા જોવામાં આવતું હોય,તે પક્ષને સ્વીકારી લે.
પણ હું ધારું છું કે-તને નષ્ટ થઈને આત્મા-રૂપે રહેવામાં જ સુખ છે,માટે તે સુખ લેવા માટે દ્વૈત થી રહિત,
આત્મા-સ્વ-રૂપ ની જ ભાવના તું કર.હે ચિત્ત,પ્રાપ્ત થઇ શકે તેવા સુખનો ત્યાગ કરવો તે તો મૂઢ-પણું જ કહેવાય.

જો આત્માના પ્રતિબિંબ વાળું તારું સ્વરૂપ કે જેથી તું જીવે છે,તે જો સાચું હોય-તો તને કોણ નષ્ટ કરવા ઈચ્છે? પરંતુ હું સાચેસાચું કહું છું કે-એ આત્માના પ્રતિબિંબવાળું તારું સ્વરૂપ મુદ્દલે છે જ નહિ.
તું મુદ્દલે છે જ નહિ,માટે "હું જીવું છું" એવા ખોટા વિશ્વાસથી તું સુખ માની લે નહિ.
તું પ્રથમ પણ નહોતું અને હમણાં પણ નથી જ,જ્યાં સુધી,ભ્રાંતિ હતી-ત્યાં સુધી જ તારી સ્થિતિ હતી,
પણ હમણાં વિચાર કરવાથી અને ભ્રાંતિનો સદંતર નાશ થવાથી હવે તારી સત્તા છે જ નહિ.

હે ચિત્ત,જ્યાં સુધી યથાર્થ વિચાર કરવામાં ના આવે ત્યાં સુધી જ તું તારા રૂપથી રહી શકે છે,
પણ યથાર્થ વિચાર કરવામાં આવે -કે તુરત જ તું વિપક્ષોથી  રહિત થઈને બ્રહ્મ-રૂપ થઇ જાય છે.
જેમ પ્રકાશના અભાવથી અંધારું થાય છે-તેમ વિચારનો અભાવ થવાથી તું (ચિત્ત) થયું છે,
અને વિચારથી તું નષ્ટ થઇ જાય છે.
હે મિત્ર,આટલા સમય સુધી હું અલ્પ વિવેકવાળો હતો,તેથી જ તારી વૃદ્ધિ થઇ હતી,
કે જે વૃદ્ધિ દુઃખોના જ કારણરૂપ હતી,તારી વૃદ્ધિ થી જ -સુખ-દુઃખ આદિ દ્વંદ્વો જોવામાં આવતાં હતાં,
કે જે દ્વંદ્વો,આ સંસારમાં આદિ તથા અંત વાળાં હોવાથી,મિથ્યા જ છે.

જે વિવેકની કૃપાથી,હમણાં મિથ્યા-રૂપ નષ્ટ થઈને તને અવિનાશી આત્મ-સ્વ-રૂપ પ્રાપ્ત થયું છે-તે વિવેકને હું પ્રણામ કરું  છું.હે ચિત્ત,તું પોતે પણ ઘણી રીતે સમજેલું છે,અને તને શાસ્ત્રોએ પણ ઘણી રીતે સમજાવેલ છે,કે-
જેથી તું ચિત્ત-પણાથી છૂટીને આત્મા-રૂપ થયેલું છે,તને આત્મ-સ્વરૂપ ની પ્રાપ્તિ થઇ છે તે તારા કલ્યાણ માટે
જ થઇ છે.હમણાં તું સઘળી વાસનાઓ વિનાનું થઈને બ્રહ્મ-રૂપ થયેલું છે.
વિવેકના અભાવથી ઉત્પન્ન થયેલું તારું ચિત્ત-પણું,વિવેકથી નષ્ટ થઇ ગયું છે.

હે ભલા ચિત્ત,તારી પોતાની ઈચ્છા નહિ હોવા છતાં,પણ તારામાં વિચાર સ્થિર થયો છે,
તેથી સઘળી રીતે આ તારો વિનાશ પ્રાપ્ત તને થયો છે,કે જેથી તને પરમસુખની પ્રાપ્તિ થશે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE