Aug 27, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-596

ચૈતન્ય-તત્વ કે જે પ્રકાશના પણ પ્રકાશ-રૂપ છે,સઘળી પવિત્ર વસ્તુઓને પણ પવિત્ર કરનાર છે-અને-મન તથા બુદ્ધિ-આદિ વિકારો થતાં પણ પોતાના સ્વભાવમાંથી ભ્રષ્ટ થતું નથી,
તે-ચૈતન્ય-રૂપ આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.
જે ચૈતન્ય તત્વ પ્રાણ-અપાન ના સંધી-કાળમાં ઉપાધિ-રહિત જણાઈ રહે છે-
તે ચૈતન્ય-રૂપ-આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.

અંદર રહેલ પ્રાણનું ઠેકાણું તથા બહાર રહેલ અપાન નું ઠેકાણું-કે જે યોગીઓના "વિચારના સ્થાન-રૂપ" છે-
તેઓના ચૈતન્ય-તત્વ-રૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ.
જે ચૈતન્ય-તત્વ,પ્રાણ-અપાન-નામની ઉપાધિઓ-રૂપ-રથમાં ચડેલું,છતાં મર્યાદા વિનાનું છે-
સર્વદા પ્રાણની શોષણ કરવાની તથા આહ્લાદ કરવાની શક્તિ-રૂપ છે-અને-
તેવી જ રીતે સઘળાં "કારણો ની શક્તિ-રૂપ" છે-તે ચૈતન્ય-રૂપ આત્માની અમે ઉપાસના કરીએ છીએ.

જે ચૈત્ય-તત્વ-રૂપ-દેવ,હૃદયમાં તથા બહાર,પ્રાણ-અપાન ના કુંભક-રૂપ છે,અને રેચક-પૂરક-રૂપે વિવર્ત પામે છે-તે ચૈતન્ય-રૂપ-આત્માની અમે ઉપાસના કરીએ છીએ.
જે ચૈતન્ય-તત્વ પ્રાણ-અપાન ના ચલનમાં "નિમિત્ત-રૂપ" છે,તેઓની (પ્રાણ-અપાન ની) સત્તા-રૂપ તથા સ્ફુરણ-રૂપ છે,સઘળાં રૂપોથી રહિત છે,અને પ્રાણના "ચિંતન"થી મેળવી શકાય છે-
તે ચૈતન્ય-રૂપ-આત્માની અમે ઉપાસના કરીએ છીએ.

જે ચૈતન્ય-તત્વ,પ્રાણ-વાયુના ચલન-રૂપ છે,વિષયોમાં ઇન્દ્રિયોની ગતિના,અને વિષયોના ઉપભોગના-
"કારણ-રૂપ" છે,તથા સઘળાં કારણો ના કારણ-રૂપ છે-તે ચૈતન્ય-રૂપ આત્મા ની અમે ઉપાસના કરીએ છીએ.જે સર્વોત્તમ-મુખ્ય-પદ,સઘળી કલ્પનાઓ-રૂપી-કલેશ થી રહિત છે,
આરોપની દૃષ્ટિથી જોતાં,સર્વદા સઘળી કલ્પનાઓથી વ્યાપ્ત છે-યથાર્થ અનુભવ-રૂપ-નિરતિશય ઐશ્વર્ય-વાળું છે-અને જેને સઘળા દેવતાઓ પણ પ્રણામ કરે છે-તેનું હું સર્વદા ઉપાસન કરું છું.

(૨૬) ભુશુંડ ચિરંજીવી હોવાનાં કારણ

ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,મેં જે ક્રમ કહ્યો-એ ક્રમથી પ્રાણ ચિંતન કરીને તેના પ્રભાવથી આપોઆપ નિર્મળ આત્મામાં ચિત્તની વિશ્રાંતિ મેળવી છે.એ વિશ્રાંતિનો આશ્રય લઈને હું રહ્યો છું.
તેથી મેરુ-પર્વતનું ચલન થતાં પણ,ક્ષણ-માત્ર પણ-હું ચલિત થતો નથી.
ઉઠતા-જાગતાં-સૂતાં-પણ મારી એ આત્મામાં વિશ્રાંતિ-રૂપ સમાધિ કદી પણ ચલિત થતી નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE