Apr 10, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-786

જેમ સર્વનું અધિષ્ઠાન આકાશ (પરમાત્મા) હોવાથી,
કોઈ મોટું વૃક્ષ આકાશમાં (કલ્પનાથી) રહ્યું હોય,
તેમ આ ચૌદ લોક-વગેરેની સ્થિતિના આધાર-રૂપ અને
સર્વ વિષયો (શબ્દ-વગેરે)ના કારણ-રૂપ-બ્રહ્માંડ-વગેરે જડ-વર્ગ પણ
એ પરમાત્મામાં જ આરોપિત દ્રષ્ટિથી રહેલો છે,એટલે તે સર્વની સત્તા પરમાત્માની સત્તાથી જુદી પાડી શકાતી નથી.આ રીતે હું અહંકાર-રૂપી-મેલને દૂર કરવાનો ઉપાય જાણું છું,છતાં,અંદર જે સાક્ષી-ચૈતન્ય છે તેને હું ઓળખી શકતો નથી,તેથી મારા મનને બહુ દુઃખ થાય છે.

કુંભમુનિ કહે છે કે-હે રાજા,જડ પદાર્થોથી લઇ અહંકાર સુધીના દેખાતા પદાર્થો તમે નથી તો પછી તમે કોણ છો?

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,(હકીકતમાં) જેના વડે આ વિષયો (શબ્દ-વગેરે) અનુભવાય છે અને
જે બુદ્ધિ વડે,શુભ-અશુભ-ઇષ્ટ-અનિષ્ટ-વગેરેનો નિર્ણય કરાય છે,તે નિર્મળ ચૈતન્ય માત્ર-જ્ઞાન-સ્વરૂપ હું છું.
પણ આવા મારા શુદ્ધ જ્ઞાન-સ્વ-રૂપમાં જે મેલ લાગેલો છે-તે કંઇક કારણ-પૂર્વક છે કે વગર કારણે લાગેલો છે-
તેને હું જાણતો નથી અને હજી ખરું પરમ-પદ સમજ્યો નથી.
વળી,પોતાના સ્વ-રૂપમાં જણાતો તે મેલ મિથ્યા છે-તો પણ તેનો ત્યાગ કરવાને હું સમર્થ થતો નથી તેથી મને ખૂબ જ દુઃખ થાય છે.(આપે કહ્યું તેમ) ચિત્ત-રૂપી વૃક્ષના બીજ-રૂપ અહંકાર જ મને મેલ-રૂપે વળગ્યો છે.તેનો ત્યાગ કરવાનો હું બરાબર રીતે જાણતો નથી,કેમ કે વારંવાર ત્યાગ કર્યાછતાં,તે પાછો ફરીથી દેખાય છે.

કુંભમુનિ કહે છે કે-દરેક પ્રકારનાં કાર્ય,એ કારણમાંથી પેદા થાય છે-એ વાત જગજાહેર છે.
એટલે કારણ વિનાનું જો કોઈ કાર્ય જોવામાં આવે તો તે-ભ્રાંતિમાત્ર જ છે અને વાસ્તવિક રીતે તે છે જ નહિ.
આમ કારણથી કાર્ય ઉત્પન્ન થાય છે,જેમ કે-અહંકારથી આ સંસાર-રૂપી અંકુર ઉત્પન્ન થાય છે.
તો,આ નિયમ પ્રમાણે હવે તમે જ એ અહંકારનું કારણ શોધીને મને કહો.

શિખીધ્વજ કહે છે કે-હે દેવપુત્ર,દેહ-આદિ પદાર્થો નું જે "જાણવું" છે (એટલે કે હું દેહ છું એમ જાણવું)
તે જ આ અહંકાર-રૂપી-દોષનું કારણ છે,માટે એ અહંકાર જે રીતે શાંત થાય-તે વિષે આપ જ કહો.
ચેતન-રૂપ-દૃષ્ટા,જયારે દેહ-આદિ "દૃશ્ય" પદાર્થોમાં પ્રગટ થાય એટલે તે "દૃશ્ય કે દેહ-આદિ હું છું"
એવો અહંકાર સ્થિર થઈને રહે છે,માટે તે અહંકારની શાંતિ માટે "દૃશ્ય" શાંતિ નો ઉપાય પણ આપ કહો.

કુંભમુનિ કહે છે કે-દેહ-આદિ પદાર્થો નું જે "જાણવું" છે (એટલે કે હું દેહ છું એમ જાણવું છે)
તેનું પણ શું "કારણ" છે તે તમે પહેલાં મને કહો.કેમકે એ કારણ તમારા જાણવામાં (જાણો) છે.
એટલે સહુ પ્રથમ.તે વિષે તમે જ કહો
પછી,તમારું બતાવેલું એ કારણ,જે ક્રમથી કારણ જ ના રહે-તે ક્રમમાં હું તમને બોધ કરીશ.
જો કે દૃશ્ય-દર્શન-રૂપે (જગત-રૂપે) રહેલા (ખોટા) જ્ઞેય-જ્ઞાન નું
(એટલે કે પરમાત્મા-જ્ઞેય,એ જગત-રૂપે રહેલા છે-એવા જ્ઞાનનું) મિથ્યાપણું હોવાથી ખરું જોતાં
તે (જગત)નું કોઈ કારણ નથી,છતાં તમારી નજરમાં જે કારણ-રૂપ આવ્યું હોય તે પ્રથમ મને કહો.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE