Apr 28, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-804

સ્વર્ગ-આદિનું જે સુખ છે,તે ક્ષણભંગુર (અનિત્ય) હોવાથી મોક્ષના સુખ જેવું તે સ્વર્ગનું સુખ નથી.
(નોંધ-સ્વર્ગમાં પુણ્યનો ક્ષય થઇ જાય એટલે ત્યાંથી પાછા પૃથ્વી પર ધકેલી દે છે!!)
એટલે કે તે (સ્વર્ગ-સુખ) ઉત્પત્તિ (આદિ) અને લય(અંત) -એ બંને વડે ઘેરાયેલું છે (આદિ-અંતમાં તે દેખાતું નથી)
એટલે વચમાં (મધ્યમાં) જેટલો સમય "સ્વર્ગમાં સ્થિતિ" હોય,તેટલો જ સમય તે (સુખ) દેખાય છે.માટે સ્વર્ગનું સુખ પણ એક જાતનું તુચ્છ સુખ છે (જોકે,આગળ આવી ગયું છે કે-સ્વર્ગ-નર્ક,પાપ-પુણ્ય એ એક કલ્પના જ છે!!)
વળી તે (સ્વર્ગ-સુખ) થોડા અપરાધ (કે પાપ) વડે નાશ પામે છે-એટલે તે સુખ વિષે પણ સંદેહ (શંકા) જ છે !!


જેમ,જેને સોનું ના મળતું હોય,તે પિત્તળને છોડી દેતો નથી (કે છોડી શકતો નથી)
તેમ,જેને આત્મજ્ઞાન (સોનું) સિદ્ધ થતું ના હોય,તેને માટે સ્વર્ગgલાનો સારી રીતે સંસર્ગ (સત્સંગ) હોવાને
લીધે,સુખથી "જ્ઞાન" થઇ શકત,તો પછી તમે (ઘણો કલેશ આપનાa) "તપ" વડે,
વિકલ્પો (આશ્રમ-વગેરે) થી સિદ્ધ થનારા,આ કર્મમાર્ગના અનર્થમાં શા માટે ખૂંચી ગયા હતા?

હે રાજા,તમારા એ તપનો "આદિ" ભાગ (તપનો શરૂઆતનો સમય)  
અને "અંત" ભાગ(તપનું ફળ ભોગવાઈ ગયા પછીનો  સમય) એ બંને દુઃખ-રૂપ જ છે.
માત્ર વચમાં (મધ્યમાં તપના ફળ-રૂપ સ્વર્ગ ભોગવવાના સમયમાં) જ તે સુખ-રૂપ દેખાય છે.
માટે (કંઇક એ રીતે જ) હમણાં,તપ વડે ચિત્તનો મેલ પાકી જવાથી,તમને "તત્વજ્ઞાન" રૂપી પરિણામ
થવાનો આ બરાબર સમય છે.તેથી (સ્વર્ગ-સુખને બદલે) તે (નિર્વિકલ્પ) આત્મજ્ઞાનમાં જ તમે સ્થિર થઈને રહો.

આકાશથી પણ અતિ-નિર્મળ એવા ચિદાકાશમાંથી જ જગતના સર્વ પદાર્થો ઉત્પન્ન અને લય પામે છે.
કાર્ય (પોતાનાથી ઇચ્છિત હોવાથી) અને આ અકાર્ય (તે અનિષ્ટ હોવાથી) છે-એ બધા "વિકલ્પો" પણ.
જો કે "બ્રહ્મ-રૂપી-સમુદ્ર" ના બિંદુઓ જ છે,તો પણ તે તુચ્છ હોવાથી નિષ્ફળ છે,
માટે તે સર્વનો (બિંદુઓનો) ત્યાગ કરી,"પૂર્ણ-સમુદ્ર-રૂપી" પરબ્રહ્મ નો જ આશ્રય કરો.

હે રાજા,કોઈ સ્ત્રી,પોતાના પ્રિય પતિ પાસેથી કંઈ બીજી પોતાને મનગમતી વસ્તુ માગે,તેને બદલે,
તે પોતાનો પતિ જ પોતાને આધીન થઈને રહે-એમ તે પોતે શા માટે યાચે (માગે) નહિ?
તે પ્રમાણે,બીજા ક્ષુદ્ર આનંદો મળવાની ઈચ્છાને બદલે,પરમ-આનંદ-રૂપ-પોતાના સ્વરૂપનો લાભ થાય,
તેવી જ ઈચ્છા રાખવી યોગ્ય છે,કેમ કે બધા આનંદોનો તે પરમાનંદમાં સમાવેશ થઇ જાય છે.

જેમ ડાહ્યા પુરુષો,જળમાં પડેલ સૂર્યના પ્રતિબિંબને પકડી લેવાને ઈચ્છતા નથી,
તેમ,મહાત્મા પુરુષો,વિષયો કે જે માત્ર સંકલ્પથી રચાયેલા છે,પરિણામે દુઃખ આપનારા છે,
વિપત્તિ-રૂપ ને અપ્રિય છે,તેને ગ્રહણ કરવા ઇચ્છતા નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE