Jun 6, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-823

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ શિખીધ્વજ રાજા દશ હજાર વર્ષ સુધી ભૂતળમાં રાજ્ય કરી,ચૂડાલાની સાથે જ વિદેહમુક્તિના સુખને પ્રાપ્ત થયો.એ રીતે દેહ-આદિમાં જે દોષ-દ્રષ્ટિ છે, તેને લીધે સ્નેહ-રહિત (આસક્તિ-રહિત) એ મહા-બુદ્ધિશાળી રાજા તેલ (સ્નેહ કે આસક્તિ) વગરના દીવાની પેઠે,દેહનો ત્યાગ કરી પુનર્જન્મ નહિ થવા માટે નિર્વાણને પામી ગયો.
એમ,દશ હજાર વર્ષ સુધી સમ-દ્રષ્ટિ-પણાથી (અનાસક્તિથી) ચૂડાલા સહિત
પોતાના રાજ્યમાં રમણ કરીને તે નિર્વાણ-પદને પ્રાપ્ત થયો.(વિદેહમુક્ત થયો)

હે રામચંદ્રજી,એવી જ રીતે તમે પણ પ્રારબ્ધ-યોગે આવી પડેલા ચાલુ વ્યવહારોને નિભાવી,
શોક-રહિત-પણાથી સમાધિમાં રહો,અને પોતે,પોતાની મેળે જ ચિત્તને રોકી (કે ચિત્તનો ત્યાગ કરી)
ભોગ અને મોક્ષ આદિની લક્ષ્મીનો સાક્ષી-રૂપે અનુભવ કરીને સ્વસ્થ થાઓ.

(૧૧૧) કચોપાખ્યાન

વસિષ્ઠ કહે છે કે-ઉપર પ્રમાણેની શિખીધ્વજ રાજાની સર્વ કથા મેં તમને કહી,એ માર્ગે ચાલવાથી તમે
કદી પણ ખેદ (શોક)ને પ્રાપ્ત થશો નહિ.રાગ-દ્વેષનો નાશ કરનારી આ દ્રષ્ટિને ધારણ કરીને
તમે નિત્ય આસક્તિ વગરની (વૈરાગ્ય-વાળી) બુદ્ધિ વડે તે પરમપદને પ્રાપ્ત કરો.
હે રામચંદ્રજી,જેમ,શિખીધ્વજ રાજાએ ભોગ અને મોક્ષ બંનેનો અનુભવ કરતા રાજ્ય કર્યું
તેમ,તમે પણ રાજ્યમાં વ્યવહાર કરતાં,ભોગ અને મોક્ષ એ બંનેને સારી રીતે મેળવો.
બૃહસ્પતિનો પુત્ર કચ શિખીધ્વજના સર્વ-ત્યાગના ક્રમ વડે બોધને પ્રાપ્ત થયો હતો,તે રીતે તમે પણ બોધ મેળવો.

રામ કહે છે કે-હે મહારાજ,મહા સમર્થ ઐશ્વર્યવાળા બૃહસ્પતિનો પુત્ર કચ,
જે રીતે જ્ઞાનને પ્રાપ્ત થયો હતો,તે વિષે આપ મને સંક્ષેપમાં કહો.

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,પોતાની વિદ્યાથી અત્યંત શોભતા દેવતાઓના ગુરુ બૃહસ્પતિનો પુત્ર કચ શિખીધ્વજ રાજાની પેઠે જ પરમ બોધને પ્રાપ્ત થયો હતો તે કથા તમે સાંભળો.
યૌવનની શરૂઆતમાં જ સંસારને તરી જવાને ઇચ્છનાર કચે બૃહસ્પતિને નીચે પ્રમાણે કહ્યું.

કચ (બૃહસ્પતિને) કહે છે કે-હે મહારાજ,જીવ-રૂપ (વાસના-વાળા) તંતુ વડે બંધાયેલો મનુષ્ય
આ સંસાર-રૂપી પાંજરામાંથી,શી રીતે બહાર નીકળી શકે તે વિષે આપ મને કહો.

બૃહસ્પતિ કહે છે કે-હે પુત્ર,જો સાચા વૈરાગ્યથી સર્વસ્વનો ત્યાગ કરવામાં આવે,
અને તો પણ ચિત્તમાં ખેદ થાય નહિ-તે આ સંસાર-સાગરને તરી જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE