Jun 27, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-844

(૧૨૪) મૃગ અને પારધીના પ્રસંગથી તુર્યાવસ્થાનું કારણ
વસિષ્ઠ કહે છે કે-જેમ કોઈ બ્રાહ્મણ,શુદ્ર સ્ત્રીની કામના થતાં,પોતાના બ્રાહ્મણ ધર્મને ભૂલી જઈ શુદ્રતાનો અંગીકાર કરી લે છે,તેમ,જીવ,પોતે ઈશ્વર-રૂપ છતાં,બુદ્ધિ-આદિની સંગતિને લીધે,બુદ્ધિએ બતાવેલ ભોગોની આશાથી,પોતાનું શુદ્ધ સ્વરૂપ ભૂલી જઈ,"જીવભાવ"નો અંગીકાર કરી લે છે.

ભોક્તા અને ભોગ્ય-એ બે પ્રકારનાં પ્રાણીઓ (જીવો)  દરેક સૃષ્ટિમાં,હિરણ્યગર્ભમાંથી,(કલ્પનાથી) પોતાના
તેવા તેવા સંસ્કારો અનુસાર પ્રગટ થાય છે,અને ખરી રીતે તો તે મિથ્યા હોવાથી,સ્વપ્નના ઘડાની જેમ,
કોઈ જાતની સામગ્રી વિના જ પ્રગટ થયેલા છે.એ જીવો,ઈશ્વર કે જે હિરણ્યગર્ભ છે,તેમાંથી અજ્ઞાન વડે,
પોતે જુદે રૂપે પ્રગટ થઇ પછી પોતાનાં કરેલાં કર્મો વડે,વારંવાર અનેક જન્મોને અનુભવે છે.
એવી જાતનો તેઓના જન્મનો અને કર્મનો,કાર્ય-કારણ-ભાવ છે.

દેહાદિમાં આત્મ-બુદ્ધિ થવાથી ઉત્પન્ન થયેલો સંકલ્પ જ કર્મનું કારણ છે.
સંકલ્પ થવો એ જ પાપ,પુણ્ય,પ્રવૃત્તિ-વગેરે ઉત્પન્ન કરી-બંધનનું કારણ થાય છે,માટે સંકલ્પનો ત્યાગ  કરો.
નિઃસંકલ્પ-દશા એ જ મોક્ષ છે,માટે તમે તેનો અભ્યાસ કરવમાં મશગૂલ રહો.
"આ ગ્રાહ્ય છે અને અને આ ગ્રાહક છે" એવી ભેદની ભ્રાંતિથી થનારી,સંકલ્પ-દશાને (ભાવનાને)
તમે,ધીરે ધીરે નિરંતર છોડતા રહી,શુદ્ધ સાક્ષીમાં જ એકાગ્ર-પણાથી સાવધ થઈને રહો.

હે રામચંદ્રજી,જે વિષય તરફ,ઇન્દ્રિય-સમૂહ જાય છે,તેમાં જો પ્રીતિ થઇ તો જીવ આસક્તિ વડે બંધાય છે,
અને જો તેમાં વૈરાગ્ય પેદા થાય તો -તે છૂટી જાય છે.(તેનો મોક્ષ થાય છે)
જો કોઈ પણ વસ્તુ તમને ગમતી હોય,(આસક્તિ હોય) તો તમે આ સંસારની સ્થિતિમાં બંધાયેલા છો,
અને જો કોઈ પણ વસ્તુ તમને ગમતી ના હોય (અનાસકત હો) તો તમે આ સંસારની સ્થિતિમાંથી મુક્ત છો.
તમે જે કંઈ કર્મ (જેમ કે હોમ,દાન,ભોજન-વગેરે) કરો છે,તે સર્વ કર્મોમાં (ક્રિયાઓમાં) મનનો સંયમ રાખી,
આત્મામાં જ બુદ્ધિનો દૃઢ નિશ્ચય રાખશો,તો તમે કર્તા કે ભોક્તા કંઈ નથી.

સત્પુરુષો,જે થઇ ગયું હોય (ભૂતકાળ) તેનો શોક કરતા નથી અને ભવિષ્યનો વિચાર કરતા નથી,
પણ વર્તમાનમાં પ્રારબ્ધથી જે કંઈ આવી મળે,તેણે હર્ષ-શોક વગેરેથી ખેદ નહિ પામતાં લઇ લે છે.(સ્વીકારે છે)
તૃષ્ણા,મોહ,મદ-આદિ સર્વ વિકારો મનમાં જ રહેલા છે.માટે જ્ઞાનવાન (વિવેક-વાળા) પુરુષે,
"વિવેકી મન" વડે જ વિવેક દ્વારા,"વિકારવાળા મન "નું છેદન કરવું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE