Aug 21, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-895

આમ,જ્યાં સુધી અહંકાર-રૂપી-અંકુર અંદર કાયમ હોય,ત્યાં સુધી તરત જ ક્ષણ-માત્રમાં,
સર્વ દિશાઓ તરફ ફેલાઈ રહેનાર "સંસાર" એવા ડાળીઓના સમુહને તે પેદા કરે છે.
એ 'અહંકાર-રૂપી-સૂક્ષ્મ-બીજ'ની અંદર,સર્વ 'દૃશ્ય-સંકલ્પથી વીંટાયેલો દેહ' રહેલો જ છે,
કે જે 'સૂક્ષ્મ-બુદ્ધિ-રૂપી-દૃષ્ટિ' વડે વિદ્વાનોના જોવામાં આવે છે.
એટલે,"વિચાર" વડે તત્વજ્ઞાન થઇ જવાથી,ઊંચા પરમપદમાં સ્થિર થયેલા જીવનમુક્ત કે વિદેહમુક્ત પુરુષને,તેના જ્ઞાન-રૂપી મહાબળવાન અગ્નિમાં અહંકારનું બીજ શેકાઈ જવાથી,તે ફરી ઉગી શકતું નથી.

(૧૮) જેટલા જીવ તેટલાં જગત.

વસિષ્ઠ કહે છે કે-જો કે પામર પુરુષો,મન,બુદ્ધિ,અહંકાર આદિ સહિત-સર્વ દેહ-આદિનો નાશ થઇ જવો-
એ મરણ છે એમ માને છે ખરા,પરંતુ એવું (મન-આદિ સાથેનું) મરણ તો (મોક્ષ સિવાય) થતું જ નથી.
એટલે,મરેલા જીવના (મનના)"સંકલ્પ" વડે,કલ્પાયેલ જગતની અંદરના,મેરુ-આદિ પર્વતો (તે મિથ્યા હોવા છતાં)
તે જાણે કે,દૃઢ રીતે રહી શકતા ના હોય,તેમ,દિશાઓના પવનો વડે,
આપણી નજર સમક્ષ ખેંચાતા હોય,તેમ મારા જોવામાં આવે છે.તમે પણ તે જુઓ.

કેળનાં કોમળ પાંદડાંઓનો જથ્થો,જેમ એકબીજામાં રહેલો હોય,
તેમ,એકબીજાની ઉપર અને એકબીજાની અંદર જોડાઈને રહેલા,
"સમાન-પ્રારબ્ધ-વાળા" જીવોને "સરખી રીતે અનુભવ"માં આવતા,
પણ,બીજાઓને  વળી "જુદીજુદી રીતે અનુભવ"માં આવતા "અનેક સંસારો" આકાશની અંદર રહેલા છે.

રામ કહે છે કે-હે મહારાજ,મેરુ-આદિ પર્વતો કેમ જાણે આપણી નજર આગળ પવનોથી ખેંચાય છે-
વગેરે આપે કહ્યું,પણ આ સઘળા (ઉપરના) વાક્યોને હું બરાબર સમજી શકતો નથી.

વસિષ્ઠ કહે છે કે-પ્રાણની અંદર મન (ચિત્ત) રહેલું છે,અને તે મનની અંદર,આખું જગત સૂક્ષ્મ-રૂપે રહેલું છે.
જેમ,પ્રવાહી (સમુદ્રમાં) પ્રવાહી (નદી) નું જળ મળી જાય છે,
તેમ પુરુષનું મરણ થતાં,બહાર નીકળેલા તેના પ્રાણવાયુઓ,આકાશમાં રહેલ મહા-વાયુ સાથે મળી જાય છે.
આમ,આકાશના મહા-વાયુ,વડે ખાસ કરીને ખેંચાયેલા,એ પ્રાણવાયુઓની (પ્રાણની) અંદર રહેલાં જગતો,
(જો કે તે જગતો માત્ર સંક્લ્પ-રૂપ જ છે છતાં કોણ જાણે કેમ પ્રાણવાયુની સાથે) આમતેમ ખેંચાતાં ભાસે છે.

તે પ્રાણવાયુઓ સહિતના (સંકલ્પ-રૂપે સ્ફુરેલા) જગતને,
પોતાનામાં ધારણ કરનારા પવન (મહા-વાયુ) વડે,
આ બધી દિશાઓને,હું ચોતરફ ભરપૂર હોય,તે રીતે હું તેને દેખું છું.
સંકલ્પ વડે કલ્પાયેલાં,જગતોના સમૂહની અંદર,આપણી નજર આગળ જ મેરુ-પર્વત-આદિ સર્વ,
તે દિશાઓ (આકાશ) માં વહન થતાં (ખેંચાતાં) હું જોઉં છે,તે તમે પણ તમારી બુદ્ધિ-રૂપી-દૃષ્ટિ વડે જુઓ.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE