Sep 2, 2017

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-907

જે પુરુષો,પરમ-ઉત્કૃષ્ટ-જ્ઞાન-દૃષ્ટિને પ્રાપ્ત થઇ ગયા હોય છે,તેમની "ક્રિયા" બીજા કશા તરફ લક્ષ ન આપતાં,
માત્ર પ્રારબ્ધને અનુસરવા પુરતી જ (તે ક્રિયા) હોય છે.આથી તેમનામાં કોઈ 'સંકલ્પ'સ્ફુરતો જ નથી.
વળી, તેમનામાં ક્રિયાના સંસ્કારો કે કર્તવ્યનું અભિમાન-વગેરે કશું પણ હોતું નથી.
તેથી,લોક-દૃષ્ટિમાં જોવામાં આવતી એ (જ્ઞાની-પુરુષોની) ક્રિયા એ અક્રિયા જેવી જ છે.
વિવેકી પુરુષો (રૂપ-આદિ) વિષયો સંબંધી,બહારની વૃત્તિઓ અને સંકલ્પ-વિકલ્પ-આદિ માનસિક વૃત્તિઓ
વડે વીંટાયેલા હોતા નથી.આથી તેઓ બંધન-માત્રથી રહિત હોય છે.અને પ્રારબ્ધ-અનુસાર કર્મો કર્યે જાય છે.

જેમ,નદીના કિનારા પાર રહેનાર,કૂવાની પ્રશંસા કરતો નથી,
તેમ,તે જ્ઞાનીઓ પરમ જ્ઞાન-દ્રષ્ટિને પામીને સંસારના પારને પામી ગયા હોવાથી,કર્મની પ્રશંસા કરતા નથી.
જયારે,અજ્ઞાની પુરુષો વાસનામાં બંધાઈ રહી,
શ્રુતિ-વગેરેમાં કહેલ પોતાના વર્ણાશ્રમને યોગ્ય એવા,કર્મનું આચરણ કરી તેની પ્રશંસા કરે છે,
તે પુરુષો,તત્વજ્ઞાન નહિ થવાને લીધે,પોતાનાં કર્મ વડે તે તે કર્મનાં ફળોને ભોગવે છે.

જેમ,ગીધ-પક્ષી,માંસના ટુકડા પાર ઝડપ મારે છે,તેમ,ઇન્દ્રિયો પણ (અધોગતિના હેતુરૂપ)
વિષયો પાર ઝડપ મારે છે,માટે વિવેકી પુરુષે,ચિત્ત વડે ઇન્દ્રિયોને નિયમમાં રાખી,બ્રહ્મ-પરાયણ થવું જોઈએ.
જેમ, સોનુ કોઈ જાતના ઘાટ વિનાનું નથી,તેમ, બ્રહ્મ પણ જગત વિનાનું નથી,
પરંતુ જેની બુદ્ધિ યોગ-સદાચાર વડે યુક્ત છે,
તે વિવેકી પુરુષની દ્રષ્ટિને,તો ખરી રીતનું  નામ-રૂપથી રહિત "કેવળ બ્રહ્મ-રૂપ" જ જોવામાં આવે છે.

પ્રલયકાળ માં સર્વ અંધકારમય જ થઇ જતાં,જેમ "વિભાગ વિનાનો અને નામ-રૂપ-વગરનો" વ્યવહાર જોવામાં આવે છે તેમ,સર્વ ,એક-રસ-રૂપ-બ્રહ્મ જણાતાં,પણ "વિભાગ વિનાનો અને નામ-રૂપ રહિત" એવો વ્યવહાર,
ખરી રીતે મિથ્યા છતાં સત્યની જેવો જ થયા કરે છે.પ્રલય કાળમાં સ્થૂળ-દ્રષ્ટિએ,જીવોનો વ્યવહાર બંધ રહેલો લાગવા છતાં પણ -ઈશ્વરની "ક્રિયા-શક્તિ"ને લીધે જીવોમાં ક્રિયાશક્તિ લાગે છે.

અધિષ્ઠાન ચૈતન્ય,પોતે શુદ્ધ અને અદ્વિતીય છે,પરંતુ,જળમાં તરંગની જેમ,તેમાં ભેદ-અભેદના ચિદાભાસો રહેલા છે.
જેમ,(અવયવ વિનાના) આકાશની અંદર પૂર્વ-પશ્ચિમ-વગેરે દિશાઓના ભેદ-રૂપ અવયવો અભેદ-રૂપે રહેલા છે,
તેમ,(અવયવ વિનાના) પરબ્રહ્મની અંદર,અભિન્ન સત્તાએ આ સૃષ્ટિ રહેલી છે.

જ્ઞાનનિષ્ઠ જીવનમુક્ત પુરુષો,બીજાઓની દૃષ્ટિએ,જીવતા છતાં,પણ પોતાનામાં કશું અભિમાન ના હોવાને કારણે,
નહીં જીવતા જેવા જ છે,તેમજ જો તેઓ બીજાઓની દૃષ્ટિમાં મરણને શરણ થયેલા દેખાય,તો પણ,
તેઓ નહિ મરી ગયેલા જેવા જ છે.અને દેખાતા હોવા છતાં ના દેખાતા જેવા જ છે.
જેમ કોઈ પુરુષનું મન ઘરની બહાર પડેલા હાંડલામાં (કોઈ મહત્વની વસ્તુમાં) લાગેલું હોય,
તો તે પોતે ઘરમાં બેઠો હોય છતાં તે ઘરના કામકાજને દેખતો નથી,
તેમ વિવેકી-જ્ઞાનીનું મન,બ્રહ્મમાં જ ચોંટેલું હોવાથી દેહના કર્મો કર્યા કરતાં છતાં તે કર્મોને દેખતો નથી.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE