Feb 13, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1069






ચારે બાજુથી શૂન્ય,વિશાળ વિસ્તારવાળા અને ચિત્ત-સત્તા-રૂપી-સ્વચ્છ-'જળ' વડે,પરિપૂર્ણ ચિદાકાશની
અંદર,'ચિદાકાશ-રૂપી-અક્ષય-ક્ષેત્ર' (ખેતર) છે. કે જે ક્ષેત્ર એ 'કલ્પના-રૂપી-કાદવ'થી વ્યાપ્ત થાય છે.
અને ત્યારે 'ચિદાકાશ-રૂપી-બીજ'માંથી જ અનેક પ્રાણીઓ-રૂપી-શિલાની પંક્તિઓ ઉત્પન્ન થાય છે અને થશે.
અધ્યારોપની દૃષ્ટિએ આ સર્વ (ક્ષેત્ર-વગેરે) છે,પણ ખરી રીતે જોતાં(વસ્તુતઃ),એ સર્વ ચિદાકાશ-રૂપ જ છે.

આ ક્ષેત્રની અંદર જે શિલાની પંક્તિઓ પુષ્ટ-પણે રૂઢ થઇ રહી છે-તે 'દેવ'આદિ જાતિ છે,જે અત્યંત કાંતિ-વળી છે
તે 'દેવર્ષિ' આદિની જાતિ છે,જે અર્ધ-ભાગમાં કાંતિવળી છે તે 'નર' આદિ જાતિ છે,અને જે કાંતિ વગરની,
શૂન્ય આકારવાળી-સ્થૂળ શરીર વિનાની હોવા છતાં સ્થૂળ શરીરવાળી થઇ જાય છે તે 'પિશાચ'આદિની જાતિ છે.
'વિધાતા'ની ઈચ્છાનો કોઈ પણ ફેરફાર કરી શકતો નથી,તેમની ઇચ્છાથી જ સર્વ જાતિઓ ઉદય પામી રહી છે.

આ સર્વ પ્રાણીઓની જાતિઓ,મૂળે તો ચિદાકાશ-રૂપ જ છે,પણ આગળ કહ્યા મુજબ પ્રથમ સૂક્ષ્મ (આતિવાહિક)
શરીરને ધારણ કરી,ઘણા લાંબા કાળના અભ્યાસથી પોતાનામાં સ્થૂળ શરીર (આધિભૌતિક) ને કલ્પી છે,અને
પોતાના સંસારમાં વિહાર કરે છે અને પોતાની યોનિમાં ભોગવાતા ભોગો વડે પ્રસન્ન રહે છે.
આમ (કલ્પેલી) પિશાચની જાતિ પણ અનેક રૂપ વાળી (યક્ષ-પ્રેત-આદિ વાળી) કલ્પવામાં આવી છે.
કે જે તમસ ગુણવાળી (અંધકાર-અજ્ઞાન-વાળી) છે.કે જે બીજા પિશાચથી જ જોવામાં કે અનુભવમાં આવે છે.

અહો,માયાનો કેવો પ્રભાવ છે તે તમે જુઓ.જેમ સૂર્ય-વગેરેનું મંડળ તેજોમય છે તેમ પૃથ્વી પરના પિશાચોનું
તામસિક મંડળ અંધકારમય છે.ઘુવડની જેમ પિશાચ પણ તેજમાં નિર્બળ થઇ જાય છે અને અંધકારમાં
બળવાન થાય છે.આ આશ્ચર્ય તેઓમાં સ્વભાવિક રીતે જ રહેલ છે.
હું (વસિષ્ઠ) દેવતાઓ અને લોકપાલોના લોકની અંદર એક (જાતના) પિશાચ જેવો (આંખથી દેખી ના શકાય તેવો)
થયો હતો.તેથી તે પ્રસંગને લીધે,મેં પિશાચોની જાતિ વિષે સમયને અનુસરીને કહ્યું છે.

(૯૫) વસિષ્ઠનો મનુષ્યો સાથે વ્યવહાર

વસિષ્ઠ કહે છે કે-ત્યારે હું ચિદાકાશ-રૂપી શરીરને ધારણ કરી રહ્યો હતો,પંચભૂતથી રહિત હતો અને આકાશમાં જાણે
પિશાચ ફરતો હોય તેવો થઇ રહ્યો હતો.તે વખતે દેવતાઓ-સિદ્ધો વગેરેનો સમૂહ મને દેખતો ન હતો કે
મારા વચનો પણ તે સાંભળી શકતા નહોતા.ત્યારે મેં મારો 'સત્ય-સંકલ્પ' કર્યો કે 'દેવતાઓ આદિનો સમૂહ મને દેખો'
એટલે તે સર્વ દેવતાઓ-આદિ મને જાણે ઈન્દ્રજાળથી ઉભા થઇ ગયેલ  વૃક્ષની જેમ જોવા લાગ્યા.
પછી મેં દેવતાઓના મંદિરની અંદર સંભાષણ-આદિ અનેક વ્યવહાર કરવા માંડ્યો,

પૃથ્વી પર જે પુરુષોએ મને દીઠો તેમણે 'પાર્થિવ-વસિષ્ઠ' એવા નામથી મારી તે લોકમાં ખ્યાતિ કરી.
જે પુરુષોએ મને સૂર્યના કિરણોથી ઉત્પન્ન  થયેલો દીઠો,તેમણે 'તૈજસ-વસિષ્ઠ' એવું મારું નામ પાડ્યું.
આકાશમાં સ્થિત મહાત્માઓએ મને પવનથી ઉત્પન્ન થયેલો દીઠો એટલે તેમણે મે 'વાત-વસિષ્ઠ' કહ્યો.
જે મહર્ષિઓએ મને જળમાંથી ઉત્પન્ન  થતો જોયો,તેમણે મને 'જળ-વસિષ્ઠ' નામથી કહ્યો.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE