Feb 12, 2018

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-1068






વસિષ્ઠ કહે છે કે-કેટલાક પિશાચો 'આકાશ'ના જેવા અને મનોમય (સૂક્ષ્મ) દેહવાળા હોય છે,તેઓ પોતાના મન
વડે જ સ્વપ્નની જેમ કલ્પી લીધેલા-હાથ,પગ-આદિ અવયવોથી યુક્ત થઇ પોતાને તેવા હાથ,પગ વાળા દેખે છે.
એ પિશાચો, 'ભ્રમ ઉત્પન્ન કરનારી અને ભય ઉપજાવનારી' પોતાની છાયા (પ્રતિબિંબ) વડે બીજા મનુષ્યના
ચિત્તમાં પ્રવેશ કરે છે અને તેમનામાં તદ્રુપ જેવા બની જાય છે.તેઓ મનુષ્યને દુઃખ આપનાર,ભોગો,
કર્મ,ભ્રાંતિ-આદિને પેદા કરે છે.આમ થવાથી કોઈ વખતે તેઓ નિર્બળ મનુષ્યને મારી નાખે છે,કોઈ વખતે
નિર્બળના બળને અને સત્વને હરી લે છે તો કોઈ વખતે તેઓ તેમના ચિત્તને દબાવી જીવોની હિંસા પણ કરે છે.

કેટલાક પિશાચો ઝાકળના જેવા,કેટલાક સાકાર છતાં નિરાકાર,કેટલાક વાદળ-રૂપી તો કેટલા પવન-રૂપ
દેહવાળા હોય છે.આ બધાય પિશાચો ભ્રમથી (ભ્રમ-રૂપે) જ દેખાય છે,બાકી તેમનું વાસ્તવ રૂપ તો બુદ્ધિમય-મનોમય
જ છે.તેમનો સ્થૂળ દેહ હોતો જ નથી એટલે તે કોઈનાથી ગ્રહણ કરી શકતા નથી
કે તેઓ કોઈને ગ્રહણ કરી શકતા નથી.માત્ર તેઓ પોતાને,પોતાના જ કલ્પી લીધેલા આકારને દેખે છે,
અને તે આકારથી (જેમ કે દેહ-વગેરેથી) કરેલા (કાલ્પનિક) કર્મોથી પ્રાપ્ત થનાર સુખ દુઃખને પણ પ્રાપ્ત થાય છે.

તેઓ ખાવું-પીવું-એવા કોઈ વ્યવહાર કરવાને સમર્થ થઇ શકતા નથી.તેઓ ઈચ્છા,દ્વેષ,ભય,ક્રોધ,લોભ,મોહ વગેરેથી
યુક્ત હોય છે અને તેમને (પિશાચને) મંત્ર,ઔસધ,તપ,દાન,ધૈર્ય તથા ધર્મ વડે વશ કરી શકાય છે.
એક જાતની યોગધારણા (સત્વાવષ્ટભ) ની રીતથી મનુષ્યના સત્વનો અટકાવ (અવષ્ટભ) કરી શકાય છે.
આવી યોગધારણા વડે કે કોઈ યંત્ર-મંત્ર વડે,કોઈ સ્થળે કે કોઈ સમયે,કેટલાક પુરુષો કોઈ પિશાચને જોઈ શકે છે અને
તેમને વશ કરીને -સેવા આદિના કામમાં જોડી દે છે.

પિશાચની યોનિ એ એક 'દેવ-યોનિ' છે.તેથી કેટલાક તો દેવોના જેવા ઐશ્વર્યવાળા હોય છે,કેટલાક મનુષ્ય જેવા,
કેટલાક અધમ પ્રાણીઓ જેવા હોય છે અને અધમ (અપવિત્ર) સ્થાનમાં પણ વસતા હોય છે.
(નોંધ-જો કે આગળ કહ્યું તેમ આ બધા આકારો મનોમય જ છે.તત્વજ્ઞ જ આ જ્ઞાનને સાચી રીતે સમજી શકે છે)
આ પ્રમાણે પિશાચોના ધામો,તેમના આકારો અને તેમના આચારો કહ્યા.હવે તેમના જન્મ વિષે કહું છું.

દૃશ્ય (જગત) ના સંપર્ક વિનાનું ચિન્મય બ્રહ્મ,પોતાનામાં દૃશ્યને કલ્પી લે છે અને તેવા રૂપ થઇ રહે છે.
એ જ જીવ-રૂપ છે,અને જયારે એ જીવ અભિમાન વડે પ્રૌઢ-પણાને પ્રાપ્ત થાય છે,ત્યારે 'અહંકાર' નામથી ઓળખાય છે.
તે 'અહંકાર' પુષ્ટ થાય છે ત્યારે 'મન' ના નામથી ઓળખાય છે.એમ તત્વવેત્તાઓ સમજે છે.
એ 'મન-રૂપ' જીવ જ 'સમષ્ટિ-રૂપે' બ્રહ્મા કહેવાય છે,પણ  તે સંકલ્પ-સ્વરૂપ (વસ્તુતઃ આકાશ-રૂપ) જ છે.
પણ, તેમનો આકાર (કલ્પનાથી) સ્વપ્ન-પુરુષ જેવો છે એટલે તે સત્ય-રૂપ ભાસવા છતાં અસત્ય જ છે.
   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE