Showing posts with label વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ?. Show all posts
Showing posts with label વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ?. Show all posts

Feb 1, 2013

વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ?




આપણે બધા મોટે ભાગે સુતા જ હોઈએ છીએ ----
હાલતા ચાલતા કે ખુલી આંખ હોવા છતાં પણ -----

સહુ પ્રથમ તો જાગવાનું છે,જાગી જઈએ તો બેડો પાર છે.

બધી જાતનું --પછી તે સાચું હોય કે ખોટું હોય --પણ "જ્ઞાન" આપણી પાસે હાજર છે -

આ 'જ્ઞાન' નો અનુભવ કરવાનો છે .અને' ઈશ્વર' એ 'અનુભવ' માત્ર છે.

પણ માનવી જાગે ક્યારે ?

પ્રબળ વૈરાગ્ય આવે તો માનવી જાગે .......

સંસાર માં આપણે એટલા આસક્ત છીએ કે 'વૈરાગ્ય' સૂઝતો નથી .

---કદી ક્યાંક --જ્યાં પણ  આપણી આસક્તિ છે-- તે વ્યક્તિ કે પદાર્થ--
    આપણને જયારે દગો દે ત્યારે --
    અને
---ક્યારેક સ્મશાન માં વૈરાગ્ય આવી જાય છે .
    પણ  તે- ક્ષણીક- હોય છે.

આવા ક્ષણીક વૈરાગ્ય ને પ્રબળ કેવી રીતે કરવો ??

ગીતા કહે છે -----આ બે  સાર રૂપી શ્લોક વડે --(૫-૨૨)--(૧૩-૯)
----------------------------------------------------------------------------
ગીતા ૫-૨૨ -શબ્દાર્થ
ઇન્દ્રિયો અને વિષયો ના સંબધ થી થનારા (સંસ્પર્શજા)
જે ભોગ (સુખ અનુભવ )છે-- તે--
આદિ અને અંત વાળા છે (આદ્ય ન્ત વંત ) માટે
બુદ્ધિમાન પુરૂષ (બુધ:)
તેમાં રમતા નથી .(ન રમતે )
---------------------------------------------------------------------------
ગીતા ૧૩ -૯ -શબ્દાર્થ
વિષયોમાં ઇન્દ્રિયો ની વિરક્તિ (વૈરાગ્ય ) --
અહંકાર નો અભાવ (ના હોવું )--
જન્મ,મૃત્યુ,જરા(વૃધાવસ્થા )વ્યાધિ  વગેરે માં રહેલા
દુખો નો વારંવાર વિચાર કરવો
------------------------------------------------.
આ જ વસ્તુ સમજવા જ્ઞાનેશ્વરે ઘણા ઉદાહરણો આપ્યા છે ----
વિષયો નું સુખ કે ભોગ શેના જેવા છે ??
--આકાશ માં થતી વીજળી ના ચમકારા થી જગત નો વ્યાપાર ચાલી
  શકતો નથી (ક્ષણીક)
--મૃગજળ જોઈ તરસ્યા મૃગો તેની તરફ દોડે તો પાણી મળવાનું નથી
--માછલી પકડવાના હુક પર લગાડેલા માંસ ને જ્યાં સુધી માછલી
  મો લગાડતી નથી ત્યો સુધી ઠીક છે
--પરું માં રહેલા કીડા ને પરુંની ધ્રુણા આવતી નથી
--વેશ્યા નું આચરણ પ્રથમ સુખદાયક હોય છે પણ પછી ......?