પ્રકરણ-૧૪
જે
પ્રકૃતિ-સ્વભાવવત, શૂન્ય-ચિત્ત (ચિત્તવૃત્તિ વિહીન) છે, તેવો મનુષ્ય.
--પ્રમાદ
(મજા) ને ખાતર જ જગતની વસ્તુઓ ની ભાવના કરતો હોય તેવું લાગે,અને,
--ભલે
તે જાગતા જેવો લાગતો હોય છતાં તે, (જ્ઞાન નિંદ્રામાં) ઊંઘતો જ હોવાથી,(શૂન્ય-ચિત્ત
હોવાથી)
--તેનું
સંસારરૂપી બંધન ક્ષીણ થયેલું છે. (૧)
જયારે
મારી કામના (સ્પૃહા) નષ્ટ થઇ ગઈ છે,ત્યારે,
--મારા
માટે ધન શું? મિત્રો શું ? વિષયો રૂપી ચોર શું ?
--શાસ્ત્ર
શું ? કે વિજ્ઞાન શું ? (૨)
સાક્ષી-પુરુષ
“આત્મા” અને ઈશ્વર (પરમાત્મા) તેમજ નૈરાશ્ય (આશા વગરના) અને બંધન-મોક્ષ,
--આ
બધા શબ્દો નું મને જ્ઞાન થયું છે, (આ સર્વ નો હું જ્ઞાતા છું)
--એટલે
મુક્તિ ને માટે મને હવે ચિંતા નથી. (૩)
જે
પુરુષ નું અંતઃકરણ સંકલ્પ-વિકલ્પ વગરનું છે, (જેના અંતઃકરણ માં વિષય-વાસનાઓ નથી), અને
,
--ભલે
તે બહાર થી સ્વછંદ-પણે (સ્વેચ્છા-પૂર્વક) વિચરતો (ફરતો) હોય,તેમ છતાં તે જ્ઞાની
છે.
--આવા
જ્ઞાની પુરુષ ને જ્ઞાની પુરુષ જ જાણી શકે છે,અજ્ઞાની પુરુષ નહિ. (૪)
પ્રકરણ-૧૪-સમાપ્ત-અનુસંધાન-પ્રકરણ-૧૫