પ્રકરણ-૧૫
અષ્ટાવક્ર
કહે છે-કે-
એક
સત્વ-બુદ્ધિ-વાળો પુરુષ માત્ર થોડા ઉપદેશ થી જ કૃતાર્થ (ધન્ય) થઇ જાય છે, જયારે,
--અસત્
બુદ્ધિ વાળો બીજો જીવનપર્યંત જિજ્ઞાસુ હોવા છતાં મોહ ને પામે છે. (૧)
વિષયોમાં
થી રસ જતો રહેવો (વૈરાગ્ય)–એ જ-મોક્ષ છે,
--વિષયોમાં
રસ હોવો-એ જ –બંધન છે,
--ટૂંકમાં
આ આટલું જ માત્ર “જ્ઞાન-વિજ્ઞાન” છે,તે સમજી તારી ઈચ્છામાં આવે તેમ કર. (૨)
આ
તત્વજ્ઞાન અત્યંત બોલવાવાળા,પ્રવૃત્તિ મય,મહાજ્ઞાની પંડિત પુરુષ ને
--મૂંગો,પ્રવૃત્તિ
વગરનો(જડ), અને જગતને તે બહાર થી આળસુ
દેખાય તેવો કરી નાખે છે,
--આથી
જગતના ભોગાભિલાષી (ભોગો ની ઈચ્છાવાળા) મનુષ્યો વડે તે તત્વજ્ઞાન ત્યજાયેલું
છે. (૩)
તું
દેહ નથી કે દેહ તારો નથી,તું ભોક્તા (ભોગવનાર) નથી કર્તા (કર્મો નો કરનાર) નથી,
--તું
શુદ્ધ ચૈતન્ય-રૂપ (આત્મા-રૂપ) અને સાક્ષી-રૂપ છે,એટલે (અને તને કોઈ ઈચ્છા પણ નથી)
--કોઈ
પણ જાતની ઈચ્છા રાખ્યા વગર સુખપૂર્વક વિચર. (સુખી થા) (૪)
રાગ
અને દ્વેષ (દ્વૈત) એ તો મન ના ધર્મો છે, તારા (આત્માના) નહિ,
--અને
(એટલે) મન તો તારું કદી છે જ નહિ,પણ તું તો,
--નિર્વિકલ્પ
(વિકલ્પ વગરનો) નિર્વિકાર,અને બોધ (જ્ઞાન) સ્વ-રૂપ છે,માટે સુખપૂર્વક વિચર. (૫)
સર્વ
ભૂતોમાં (જીવોમાં) પોતાના આત્મા ને અને પોતાના આત્મા માં સર્વ ભૂતો ને (જીવોને)
જાણી ને,
--અહંકાર
અને મમત્વ (મમતા-આસક્તિ) વગરનો થઇ ને તું સુખી થા. (૬)
સમુદ્રમાં
જેમ તરંગો થાય છે, તેમ આ જગત સ્ફૂરે(બને) છે,(જગત એ સમુદ્રના તરંગ જેવું છે)
--અને
એ જ તું છે,(તું જ એ સમુદ્ર અને એ સમુદ્રનું તરંગ પણ છે-બંને જુદા નથી)
--માટે,હે,ચૈતન્ય-સ્વ-રૂપ
તું સંતાપ વગરનો થા. (૭)
હે
પ્રિય (તાત-સૌમ્ય) તું શ્રદ્ધા રાખ, તું શ્રદ્ધા રાખ, અને અહીં (જગતમાં) મોહ ના
પામ, (કારણ કે),
--તું
જ્ઞાન-સ્વ-રૂપ, આત્મા (પરમાત્મા) સ્વ-રૂપ છે અને પ્રકૃતિ થી પર છે.
(૮)
ગુણો
(સત્વ-રજસ-તમસ) થી લપટાયેલો (ઢંકાયેલો) આ દેહ,
--ક્યારેક
સ્થિત,તો ક્યારેક આવે અને જાય છે, પણ
--આત્મા
તો નથી આવતો કે નથી જતો, તો શા માટે તું તેનો શોક કરે છે ? (૯)
ચાહે
આ શરીર કલ્પ (સમયનું એક માપ=અબજો વર્ષ) ના અંત સુધી રહે કે આજે જ પડે, પણ
--તું
કે જે ચૈતન્ય-માત્ર-સ્વ-રૂપ છે, તેની શી વૃદ્ધિ છે કે શી હાનિ છે ? (૧૦)
તારા-રૂપી
અનંત મહાસાગર માં જગત-રૂપી તરંગ આપોઆપ (સ્વ-ભાવથી),
--ઉદય
થાય (બને) કે અસ્ત થાય (નાશ પામે) પણ તેથી,
--તારી
વૃદ્ધિ પણ થતી નથી કે નાશ પણ થતો નથી.
(૧૧)
હે
પ્રિય, તું ચૈતન્યમાત્ર-સ્વ-રૂપ (આત્મા) છે,અને આ જગત તારાથી ભિન્ન (જુદું) નથી,
તો પછી,
--ત્યાજ્ય
(ત્યાગવું) અને ગ્રાહ્ય (ગ્રહણ કરવું) ની કલ્પના,
--કોને,કેવી
રીતે અને ક્યાંથી હોઈ શકે ? (૧૨)
તું
“એક”, ”નિર્મળ”, “શાંત”, “અવ્યય”
(અવિનાશી), “ચિદાકાશ” (ચૈતન્ય-રૂપ-આકાશ) છે,
--અને
આવા તારા માં જન્મ ક્યાંથી? કર્મ કયાંથી? અને અહંકાર પણ ક્યાંથી?(હોઈ શકે ?) (૧૩)
જે
જે તું જુએ છે ત્યાં ત્યાં તું એકલો જ ભાસમાન (દેખાય) થાય છે, વધુ શું કહું ?
--સોનાના
બાજુબંધ અને સોનાના ઝાંઝર, શું સોનાથી ભિન્ન (જુદાં) ભાસે (દેખાય) છે ખરા ? (૧૪)
જે
“આ” છે તે “હું” છું, કે “હું” નથી-એવા ભેદભાવ (દ્વૈત) ને છોડી દે,અને,
--બધું
ય “આત્મા” (અદ્વૈત) છે-એમ નિશ્ચય કરી,સંકલ્પ વગરનો થઇ સુખી થા. (૧૫)
તારા
અજ્ઞાન થી જ આ જગત ભાસે (દેખાય) છે, પરંતુ,
--વસ્તુતઃ
તો (સાચમાં તો) તું એકલો જ (એક-અદ્વૈત) છે અને તારાથી જુદો કોઈ
--સંસારી
(બંધન વાળો) અને અસંસારી (મુક્ત) છે જ નહિ.
(૧૬)
આ
સંસાર એ ભ્રાંતિમાત્ર છે, બીજું કંઇ નહિ,એવો નિશ્ચય કરનાર,
--વાસનાઓ
વગરનો અને કેવળ ચૈતન્ય-રૂપ મનુષ્ય,જગત માં જાણે કાંઇ છે જ નહિ,
--એમ
સમજી ને શાંત બને છે. (૧૭)
સંસાર-સાગર
માં એક તું જ છે,હતો, અને હોઈશ.તને બંધન પણ નથી અને મોક્ષ પણ નથી,
--માટે
તું કૃતાર્થ (ધન્ય) હોઈ ,સુખી થા. (૧૮)
હે,ચૈતન્ય-રૂપ
જનક,સંકલ્પ-વિકલ્પ થી તારા ચિત્તને (મન ને) ક્ષોભિત (દુઃખી) ના કર,પણ,
--મન
ને શાંત કરી,આનંદ રૂપ પોતાના આત્મા માં સ્થિર થા. (૧૯)
ધ્યાન
(મનન) નો સર્વત્ર ત્યાગ કર અને હૃદયમાં કાંઇ પણ ધાર (ધારણા) કર નહિ,
--તું
આત્મા હોઈ મુક્ત જ છે,પછી વિચારો કરીને શું કરવાનો છે ? (૨૦)